
Maharashtra: આજની ઝડપી દુનિયામાં જ્યાં ‘સ્માર્ટ’ ફોન્સ અને ‘સ્માર્ટ’ કાર્ડ્સનો ઉપયોગ થઈ રહ્યો છે, ત્યાં થાણે રેલવે સ્ટેશન પર એક ‘સ્માર્ટ’ મહિલા ટિકિટ વિના મુસાફરી કરવાનો પ્રયાસ કરતી પકડાઈ. અને હા, આ વખતે તે ‘અનપઢ’ કે ‘ગરીબ’ નહીં, પરંતુ ફોર્મલ ઓફિસ કપડામાં હતી અને અંગ્રેજી બોલતી હતી. વીડિયોમાં તે TTE ચીસો પાડે છે.
ટિકિટ વિના ટ્રેનમાં મુસાફરી કરતી મહિલાએ TTE સામે કરી દાદાગીરી!
મળતી માહિતી મુજબ આ ઘટના 4ઓગસ્ટની છે, જ્યાં મહારાષ્ટ્રના થાણે સ્ટેશન પર ટિકિટ તપાસ દરમિયાન આ મહિલા ભાગવાનો કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે એક માણસ તેનો હેન્ડબેગ પકડીને રોકે છે, પણ તે ચીસો પાડીને કહે છે કે તેને ‘અનજસ્ટ’ જવું પડશે. અને હા, આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો, જ્યાં લોકો કહે છે: “અગાઉ તો ગરીબોને પકડતા હતા, હવે તો ‘અંગ્રેજી વાલી મહિલા પણ ઝડપાઈ!” RPF અને રેલવે અધિકારીઓએ તેને દંડ વસૂલ્યો.
आपने अभी तक अपने जिंदगी में चोर,जेबकतरे,अनपढ़ ओर गरीब लोगों को बिना टिकट सफर करने के कारण पकड़े हुए देखे होंगे…
आजकल पढ़े लिखे और अच्छे घरों के लोग ऐसे करते हुए पकड़े जा रहे है…
इसकी अंग्रेजी सुनिए…
टिकट लेने की औकात नहीं
और देखो अंग्रेजी कैसे झाड़ रही है🤡मामला… pic.twitter.com/sZDyV3dNmH
— 𝕃𝕕𝕦𝕥𝕧𝕒 𝕂𝕟𝕚𝕘𝕙𝕥 𝕔𝕠𝕞𝕞𝕖𝕟𝕥𝕠𝕣𝕪 (@Ldphobiawatch) October 6, 2025
વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે લોકો સવાલ કરી રહ્યા છે કે, ટિકિટ ખરીદવાની તો ઔકાત નથી અને અંગ્રેજીમાં વાત કરી રહી છે. આજ કાલ ભણેલા ગણેલા લોકો પણ આમ કરતા પકડાઈ રહ્યા છે.
રેલવે વિભાગની કાર્યવાહી
મહિલાને RPF ઓફિસમાં લઈ જવામાં આવી, જ્યાં તેણીએ ટિકિટ વિના મુસાફરી કરવાની કબૂલાત કરી, પોતાના વર્તન માટે માફી માંગી, અને દંડ ભર્યા પછી તેને છોડી દેવામાં આવી. ઓગસ્ટ 2025 માં બનેલી આ ઘટના હવે વાયરલ થઈ રહી છે. રેલવે વિભાગે કહ્યું કે આવા કેસોમાં કડક કાર્યવાહી થશે, પણ આ ‘ડ્રામા’થી એક વાત સ્પષ્ટ છે, ભણેલા ગણેલા લોકો આવું વર્તન કરે છે તો બીજા લોકો જ આવું કરતા હોય તો બીજાનું તો શું કહેવું…
આ પણ વાંચો:
Gujarat Politics: મોદીના ગઢ ગુજરાતની કમાન શું ફરી આનંદીબેન પટેલ સંભાળશે?, જુઓ વીડિયો
UP: પુત્રએ દરવાજો ખોલતાં જ માતાને લોહીના ખાબોચીયામાં જોઈ, 20 વર્ષનો ભાઈ ગુમ, આખરે લખનૌમાં શું થયું?
UP: મુસ્લિમ છોકરીઓની સેના બનાવીને મોહમ્મદ રઝા શું કરવા માંગતો હતો?






