
Maharashtra: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ લદાખમાં સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની ટીકા કરતા જણાવ્યું હતું કે “દેશમાં અધિકારો અને ન્યાય માટે લડવું હવે રાજદ્રોહ ગણાય છે!”
ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું કે, વાંગચુક પાકિસ્તાનમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા એટલે તેમની પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો છે ત્યારે સવાલ એ થાય કે જો વાંગચુકની આ માટે ધરપકડ થઈ શકતી હોયતો પાકિસ્તાનમાં નવાઝ શરીફને મળવા માટે મોદીની મુલાકાત વિશે તમારો શું કહેશો ?”
ગતરોજ ગુરુવારે દાદર પશ્ચિમના શિવાજી પાર્કમાં દશેરા મેળાને સંબોધિત કરતી વખતે ઠાકરેએ આ મુજબ જણાવ્યું હતું.
ઠાકરેએ કહ્યું કે વાંગચુકે કોઈ દેશદ્રોહી નથી તેઓનું દેશ માટે મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમણે લદ્દાખમાં ભારતીય સૈન્ય માટે સૌર-ગરમ તંબુ બનાવ્યા અને પાણી માટે બરફ સ્તૂપ ટેકનોલોજી વિકસાવી છે તે ભૂલી શકાય નહીં પણ હવે,જ્યારે તેમણે લદ્દાખ માટે આંદોલન શરૂ કર્યું છે, ત્યારે સરકાર તેમની માગણીઓ સ્વીકારવામાં ખચકાટ થયો અને તેઓ દેશદ્રોહી બની ગયા.
અત્રે ઉલ્લેખનીય છે કે લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માગણી સાથે અહીં 24 સપ્ટેમ્બરના રોજ થયેલા વિરોધ પ્રદર્શનમાં ચાર લોકો માર્યા ગયા હતા અને આ વિરોધ પ્રદર્શન બાદ ગત 26 સપ્ટેમ્બરના રોજ સોનમ વાંગચુકની ધરપકડ થઈ હતી. તેઓ સામે કડક રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ આરોપ લગાવવામાં આવ્યો અને તેમને જોધપુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા છે.
આમ,આ મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
બીજી તરફ વાંગચુકના ધર્મપત્ની ગીતાંજલી અંગ્મોએ તેમના વકીલ સર્વમ રીતમ ખરે દ્વારા વાંગચુકની અટકાયતને સુપ્રીમમાં પડકારી છે અને તેમની તાત્કાલિક મુક્તિની માંગ કરી છે.
અરજીમાં NSA હેઠળ તેમની ધરપકડ કરવાના નિર્ણય પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અંગ્મોએ આરોપ લગાવ્યો છે કે તેમને હજુ સુધી ધરપકડના આદેશની નકલ મળી નથી, જે નિયમોનું ઉલ્લંઘન છે.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓએ લગાવ્યા ઠુમકા, વીડિયો વાયરલ થતા વિવાદ
Bhavnagar: સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસકર્મીના પુત્રને રહેંસી નાંખ્યો, હત્યારા ફરાર
UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….








