
Mahesana Duplicate Ghee: ગુજરાત સહિત દેશમાં વારંવાર નકલી ખાદ્ય પદાર્થો ઝડપાતાં હોય છે. જો કે તંત્રની પમરી કામગીરીને કારણે ભેસેળિયાઓ બેફામ બને છે. ત્યારે આવી જ ભેળસેળિયું ઘી વેચતી ડીરીનો પર્દાફાશ થયો છે. આ ડેરી મહેસાણામાંથી નજીકથી ઝડપાઈ છે. જ્યાં અમૂલ નામે નકલી શંકાસ્પદ ઘી ઝડપાયું છે. સેન્ટ્રલ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ નેશનલ ક્રાઇમ બ્યુરો તરફથી મળેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.
મહેસાણાના કમલી ખાતે મેસર્સ રજવાડી ડેરી પ્રોડક્ટસ ખાતેથી અમૂલના જેવું જ લેબલીંગ અને પેકીંગ કરી અમૃત ઘી નામે વેચાતા શંકાસ્પદ ઘીનો પાંચ હજાર કિલો જેટલો સીઝ કરાયો છે. જેથી ભેળસેળિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સેન્ટ્રલ ફુડ સેફ્ટી ઓફિસરોએ ઘટનાસ્થળેથી આશરે રૂ.35 લાખની કિંમતનો શંકાસ્પદ ઘીનો બહુ મોટો જથ્થો પણ જપ્ત કરી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અને રૂલ્સની જોગવાઇ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શંકાસ્પદ ઘી(અમૃત ઘી)ના નમૂનાઓ લઇને સેન્ટ્રલ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ઓથોરાઇઝ્ડ સેન્ટ્રલ લેબોરેટરીમાં આ નમૂનાઓ પરીક્ષણ અર્થે મોકલી આપ્યા છે.
મે.રજવાડી ડેરી પ્રોડક્ટસ પાસે લાઈસન્સ ન હોવા છતાં અમૂલના નામે ઘીનું ઉત્પાદન કરવમાં આવ્યું હતુ. જેથી નમૂના ફેઈલ જશે અથવા અન્ય બેદરકારી સામે આવશે તો કાર્યવાહી કરાશે.
આ પણ વાંચોઃ Rajkot માં જૈન બંધુઓની હત્યા કરનાર સાળા-બનેવીની ધરપકડ, આડેધડ ઝીંક્યા હતા છરીના ઘા
આ પણ વાંચોઃ KHEDA: દારુમાં ઝેર કે સોડામાં? ખેડા પોલીસની કામગીરી પર કેમ ઉઠ્યા સવાલ!
આ પણ જુઓઃ