સાઉથ સુપરસ્ટાર Mahesh Babu મની લોન્ડરિંગમાં ફસાયો, EDનું સમન્સ, શું છે મામલો?

  • Famous
  • April 22, 2025
  • 3 Comments

Mahesh Babu money laundering case: સાઉથ ફિલ્મનો સુપરસ્ટાર અને બોલિવૂડ અભિનેત્રી નમ્રતા શિરોડકરના પતિ મહેશ બાબુને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ સમન્સ મોકલ્યું છે. તેને 27 એપ્રિલે હૈદરાબાદ સ્થિત ED ઓફિસમાં હાજર થવા આદેશ કરાયો છે. હૈદરાબાદ સ્થિત રિયલ એસ્ટેટ ફર્મ સાંઈ સૂર્યા ડેવલપર્સ અને સુરાણા ગ્રુપ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મહેશ બાબુને આ સમન્સ મોકલાયું છે. આ બંને કંપની પ્રોજકેટના મહેશ બાબુ બ્રાન્ડ અમ્બેસેડર હોવાનું કહેવાય છે. જોકે, હજુ સુધી તેમની સામે કોઈ આરોપ નથી.

 

કયા કેસમાં મળ્યું સમન્સ?

સિકંદરાબાદ, જ્યુબિલી હિલ્સ અને બોવેનપલ્લી જેવા પોશ વિસ્તારોમાં સ્થિત બંને કંપનીઓના સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાંઈ સૂર્યાના માલિક સતીશ ચંદ્ર ગુપ્તા પર છેતરપિંડીનો આરોપ છે. ED માને છે કે તે સોદાઓમાં રોકડ ચુકવણી કરીને છેતરપિંડી અને મની લોન્ડરિંગ કરવામાં આવ્યું છે. તેલંગાણા પોલીસે ભાગ્યનગર પ્રોપર્ટીઝ લિમિટેડના ડિરેક્ટર નરેન્દ્ર સુરાણા અને સાંઈ સૂર્યા ડેવલપર્સના માલિક સતીશ ચંદ્ર ગુપ્તા સહિત મુખ્ય વ્યક્તિઓ સામે FIR નોંધ્યા બાદ તપાસ શરૂ થઈ હતી. જે કેસ સંદર્ભમાં મહેશ બાબુને પૂછપરછ માટે બોલાવ્યો છે.

મહેશ તેલુગુ ફિલ્મ ઉદ્યોગનો સુપરસ્ટાર છે. તેનો ભારતમાં મોટો ચાહક વર્ગ છે. મહેશ બાબુએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે બોલિવૂડ તેમને પોસાય તેમ નથી. એટલા માટે તે બોલિવૂડમાં કામ કરી રહ્યો નથી.

મહેશ બાબુની આગામી ફિલ્મ?

મહેશ બાબુ હાલમાં તેમની આગામી ફિલ્મ SSMB29 ના શૂટિંગમાં વ્યસ્ત છે, જેમાં પ્રિયંકા ચોપરા પણ છે. આ ફિલ્મ માટે પ્રિયંકા ચોપરાને 30 કરોડ રૂપિયા મળ્યા હોવાનું કહેવાય છે, જે કોઈપણ બોલિવૂડ અભિનેત્રી માટે સૌથી વધુ ફી છે. રાજામૌલી અને મહેશ બાબુ પહેલી વાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન પણ મુખ્ય ભૂમિકામાં છે.

 

 

આ પણ વાંચોઃ

Surat: અસલી કંપનીના નામે નકલી સેમ્પૂનો વેપાર, કેવી રીતે બહાર આવ્યું કૌભાંડ?

અકસ્માતમાં મૃત્યુ પામેલી મહિલાની સોનાની બુટ્ટી ચોરનાર વોર્ડ બોયની ધરપકડ

Ahmedabad: ઓઢવમાં ખ્રિસ્તી ધર્મ દ્વારા હિંદુઓનું ધર્માંતરણ થતું હોવાના આક્ષેપ, VHPના લોકો દંડા લઈ ઘૂસતાં કાર્યવાહી

Gold-silver price:  સોનું પહોંચ્યુ સર્વોચ્ચ સપાટીએ, 1 લાખને સ્પર્શ કરવાથી આટલું દૂર?

 Bengaluru: વિંગ કમાન્ડર અને પત્ની પર હુમલો, લોહીથી લથપથ થઈ ગયા, કમાન્ડરે શું કહ્યું?

Ahmedabad: સરકાર આસારામના 3 આશ્રમ કેમ ખાલી કરાવી રહી છે?, શું છે આયોજન!

 

 

Related Posts

મોદીના ફોટાવાળો હાર પહેરનાર રુચિ ગુજ્જર સામે FIR, આમંત્રણ વિના ઘૂસવું મોંઘુ પડ્યું! જાણો સમગ્ર મામલો | Ruchi Gujjar
  • July 27, 2025

Ruchi Gujjar: મે મહિનામાં રૂચિ ગુજ્જરે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં PM મોદીના ફોટાવાળો નેકલેસ પહેરી લોકોનું ધ્યાન ખેંચ્યું હતુ. આ હાર પહેર્યાની પોસ્ટ વડાપ્રધાન મોદીને પણ ટેગ કરી હતી. જોકે તે…

Continue reading
Saiyaara: સૈયારાનું એ દ્રશ્ય, જે દર્શકોના રુવાડા ઉભા કરી દે છે અને થિયેટરમાં ખેંચી જાય છે
  • July 20, 2025

Saiyaara: લાંબા સમય પછી બોલિવૂડમાં એક એવી ફિલ્મ આવી છે જેણે ચાહકોને સિનેમાઘરોમાં જવા માટે મજબૂર કરી દીધા છે. મોહિત સુરી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ સૈયારાને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

  • August 6, 2025
  • 10 views
Ram Rahim: બળાત્કારી રામ રહીમને જન્મદિન ઉજવવા પેરોલ પર છડ્યો!

Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

  • August 6, 2025
  • 5 views
Bhavnagar: ટેમ્પલ બેલ વાહનની બાસ્કેટ નીચે કચડાઈ જવાથી યુવાનનું મોત

Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

  • August 6, 2025
  • 10 views
Karnataka: ડે. સીએમએ રૂ. 18,500 બાકી ટ્રાફિક દંડવાળા ટુવ્હિલર પર રોલો પાડ્યો, જુઓ

Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

  • August 6, 2025
  • 18 views
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો,  પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?

Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

  • August 6, 2025
  • 31 views
Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો

Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના

  • August 6, 2025
  • 10 views
Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના