પ્રેમિકાની હત્યા કરી 10 મહિના સુધી લાશને ફ્રીજમાં રાખી, લિવ-ઇન રિલેશનશિપનો કરુણ અંત, ક્યાની છે ઘટના?

  • Gujarat
  • January 11, 2025
  • 1 Comments

મધ્યપ્રદેશના દેવાસમાં એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં ફ્રીઝમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. આ મહિલાની હત્યા લગભગ 10 મહિના પહેલા થઈ હતી. કેસનો ખુલાસો થતાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટના દેવાસ બાયપાસ પર સ્થિત વૃંદાવન ધામ કોલોનીમાં બની હતી.

મકાનનું તાળું ખોલાવતાં ભાંડો ફૂટ્યો

મળતી માહિતી મુજબ એક યુવતી અને યુવક છેલ્લા 5 વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. મહિલા લગ્ન માટે દબાણ કરી રહી હતી, જેના કારણે આરોપી ગુસ્સે થઈ ગયો અને તેના મિત્ર સાથે મળીને મહિલાની હત્યા કરી દીધી. પછી તેણે લાશને ફ્રીઝમાં બંધ કરી ત્યાંથી ભાગી ગયો હતો. મહિલાની ઓળખ પિંકી ઉર્ફે પ્રતિભા પ્રજાપતિ તરીકે થઈ છે. બંન્ને જૂન 2023થી ઇન્દોરમાં ધીરેન્દ્ર શ્રીવાસ્તવના ઘરમાં ભાડા પર રહેતાં હતા. ગયા વર્ષે જૂનમાં, આરોપી સંજયે ઘર ખાલી કરી દીધું હતું, પરંતુ માસ્ટર બેડરૂમ અને સ્ટડી રૂમનું તાળું ખોલ્યું ન હતું. તેણે પોતાનો સામાન આ રૂમમાં છોડી દીધો હતો. આ પછી, મકાનમાલિકે ઘર બીજા કોઈને ભાડે આપી દીધું, પરંતુ સંજય લાંબા સમય સુધી વસ્તુઓ લેવા આવ્યો નહીં. પછી મકાનમાલિકે ભાડૂઆત બલવીર સિંહને તાળું તોડીને સામાન બહાર કાઢવા કહ્યું હતુ.

દુર્ગંધ આવતાં પોલીસને જાણ કરવામાં આવી

ગુરુવારે, જ્યારે બલવીરે રૂમનું તાળું તોડ્યું, ત્યારે તેણે ફ્રીઝ જોયું. તેની સ્વીચ ચાલુ હતી, જેને બલવીરે બંધ કરી દીધી. શુક્રવારે સવારે ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગી, જેના પગલે બલવીરે પોલીસ અને મકાનમાલિકને જાણ કરી. જ્યારે પોલીસે ફ્રીઝ ખોલ્યું ત્યારે અંદરથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી પોલીસને સંજય પાટીદારે હત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી.

પોલીસે આરોપીની ધરપકડ કરી

એસપી પુનીત ગેહલોતે જણાવ્યું હતું કે હત્યા કર્યા પછી, આરોપી સંજયે મૃતદેહને ફ્રીઝમાં રાખ્યો હતો અને શરીરને દુર્ગંધ ન આવે તે માટે તાપમાન ઓછામાં ઓછું રાખ્યું હતું. આ પછી, તેણે ફ્રિજ ઉપર કપડું બાંધ્યું અને તેના પર અન્ય વસ્તુઓ રાખી હતી. શરીર થીજી ગયું હતું. જો કે લાશ એવીને એવી હતી. તે સડી ન હતી. જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી સંજયની ધરપકડ કરી છે. આરોપી ઉજ્જૈન જિલ્લાના મોલાના ગામનો રહેવાસી છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં સંબંધો અને ગુનાની ગંભીરતા પર પ્રકાશ પાડ્યો છે.

આ સમાચાર પણ વાંચોઃ યાત્રાધામ દ્વારકામાં ગેરકાયદેસરના બાંધકામો પર બૂલડોઝર ફર્યું, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત

Related Posts

Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ
  • July 31, 2026

Jamnagar Farmers Protest: ગુજરાતમાં હાઈ ટેન્શન વીજલાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકા બાદ હવે જામનગર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા…

Continue reading
AAP Gujarat local body election: ચૈતર વસાવાની ગેરહાજરી છતાં આદિવાસી વિસ્તારમાં AAP નો દબદબો, પેટાચૂંટણીમાં મોટી જીત
  • July 30, 2026

AAP Gujarat local body election: ગુજરાતમાં યોજાયેલી વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓના પરિણામો જાહેર થતાં આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP)એ નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ચૈતર વસાવાની ગેરહાજરી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

  • August 1, 2026
  • 3 views
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ

CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

  • August 1, 2026
  • 7 views
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો

Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

  • August 1, 2026
  • 4 views
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ

Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

  • August 1, 2026
  • 4 views
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા

Waste Colonialism Madras HC: ભારત વિકસિત દેશો માટે બન્યું કચરો ઠાલવવાનું કેન્દ્ર, વેસ્ટ કોલોનિયલિઝમ પર હાઈકોર્ટની કડક ટિપ્પણી

  • July 31, 2026
  • 11 views

  • 15 views
Jamnagar Farmers Protest: જામનગરમાં વીજલાઈન વિવાદ, હજારો ખેડૂતોનો કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ