
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વવાળી જેડીયુએ આજે 22 જાન્યુઆરીએ મણિપુરની ભાજપ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો છે. મણિપુરમાં મુખ્યમંત્રી એન. બીરેન સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર છે.
જેડીયુએ ઔપચારિક રૂપે મણિપુરથી પોતાનું સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી છે. જેનાથી મણિપુરમાં ભાજપ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. મણિપુરમાં JDUના કુલ છ ધારાસભ્યો છે. જોકે, આમાંથી પાંચ ધારાસભ્યો પહેલાથી જ ભાજપમાં જોડાઈ ગયા હતા. હવે JDU પાસે ફક્ત એક જ ધારાસભ્ય છે, પણ તેમણે પોતાનો ટેકો પાછો ખેંચી લીધો છે. હવે, તેના એકમાત્ર ધારાસભ્ય વિપક્ષી બેન્ચ પર બેસશે. જોકે આ ઘટનાક્રમ સરકારની સ્થિરતા પર કોઈ અસર કરશે નહીં, તે એક મજબૂત સંદેશ છે કારણ કે JDU કેન્દ્ર અને બિહારમાં ભાજપનો મુખ્ય સાથી છે.
મણિપુરમાં જેડીયુ 2022થી ભાજપ સાથે ગઠબંધનમાં હતું, પરંતુ હવે તેણે સત્તાધારી પાર્ટી ભાજપ સાથે છેડો ફાડી દીધો છે. 2022માં જેડીયુના છ માંથી પાંચ ધારાસભ્યોએ ભાજપનું સમર્થન કર્યું હતું, જેનાથી ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની હતી. જોકે, હવે જેડીયુએ ભાજપ સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચતો ઔપચારિક પત્ર રાજ્યપાલને સોંપી દીધો છે.
ભાજપની બહુમતીને અસર?
60 સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે હાલમાં 37 ધારાસભ્યો છે. તેને નાગા પીપલ્સ ફ્રન્ટના 5 ધારાસભ્યો અને ત્રણ અપક્ષ ધારાસભ્યોનો ટેકો છે, જે જેથી ભાજપની બહુમતી જળવાઈ રહે છે.
આ પણ વાંચોઃ Release of Fishermen: પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોની મુક્તિ માટે વડાપ્રધાનને રજૂઆત