
Mehsana News: ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કડીના ડરણ ગામના કેળવણી મંડળના કાર્યક્રમ જમીન દલાલો અને રાજકારણમાં દલાલ અંગે નિવેદન આપ્યું હતુ. જેથી રાજકીય ક્ષેત્રે ઉહાપોહ મચી ગયો હતો. અંતે આ નિવેદન અંગે પૂર્વ મુખ્યમંત્રીને સ્પષ્ટા કરવી પડી છે. જમીનનો વ્યવસાય કરતાં લોકો પણ નિતિન પટેલ પર રોષે ભરાયા હોય તેવું લાગી રહ્યું છે. કારણે નિતિન પટેલે તરત જ નિવેદન અંગે સ્પષ્ટતાં કરી લેવા પડી છે.
તેમણે પોતાના પોતાના X એકાઉન્ટ પર સ્પષ્ટતાં કરતાં લખ્યું કે ‘એ બધા જ જમીન દલાલોને લાગુ પડતી નથી. પરંતુ પક્ષના હોદ્દા ઉપર રહી પક્ષનું નામ વટાવી પોતાના અંગત સ્વાર્થ ખાતર કામો કરાવી લે છે. એવા કેટલાક લોકો માટે કહ્યું છે. કોંગ્રેસની સરકારોમાં પણ આવા લોકો હતાજ તે પણ બધા જાણે જ છે.’
જમીન દલાલો મોટરસાયકલ લઈને પાનના ગલ્લે, ,લારીએ બેસે
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિરોધીઓ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતુ કે હું જમીનોના દલાલોને ઓળખું છું, માત્ર મોટરસાયકલ લઈને પાનના ગલ્લે ફરે. ચાની લારીએ બેસે. જમીન દલાલોની જેમ રાજકરણમાં પણ દલાલો થઈ ગયા છે. ભાજપના હોદ્દેદાર, કાર્યકર અને નેતા છું, એમ કહી અધિકારીઓ જોડે સંબંધ બનાવે છે. દલાલો ભાજપના નામ ઉપર અધિકારીઓ પાસે ફટાફટ કામ કરાવી લે છે.
આ પણ વાંચોઃ નીતિન પટેલના નિવેદનથી રાજકારણમાં ધમાસાણ, કહ્યું ભાજપના નામે અધિકારીઓ જોડે સંબંધ બનાવે છે!