Mehsana પોલીસ વિભાગમાં કૌભાંડ!, 54 લાખમાં જે કામ થતું તે 2.85 કરોડમાં કરાવવા મથામણ, કોના ઈશારે?

  • પોલીસ વિભાગમાં પણ સફાઈને લઈને મોટું કૌભાંડ
  • મહેસાણા પોલીસના સફાઈના પોણા ત્રણ કરોડના ટેન્ડરમાં પોલમ પોલ
  •  ટેન્ડરમાં પોલીસ સ્ટેશન વિસ્તારોનું કદ વધારી દીધુ

Mehsana Police Station Tender: કંપનીઓ, બેન્કોમાં કૌભાંડો સતત થતાં આવ્યા છે. આ વચ્ચે હવે ગુજરાતના પોલીસ વિભાગમાંથી પણ મોટું કૌભાંડ બહાર આવ્યું છે. મહેસાણા(Mehsana) જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનો એરિયા વધારી ટેન્ડર વધારી દેવાયું છે. જેથી જે કામ 54 લાખમાં થતું હતુ તે હવે  2.85 કરોડમાં કરાવવા ટેન્ડર ખુલ્લુ મૂકાયું છે. મહેસાણામાં પોલીસ મથકોની સફાઈ કરવાના નવા ટેન્ડરમાં જૂના ટેન્ડરની તુલનામાં 183.3 વિઘા વિસ્તારમાં પોલીસ મથકો વધી ગયા છે.

પોલીસ વડાએ કોઈના કહેવાથી આ ટેન્ડર રદ કર્યુંઃ આક્ષેપ

સામાજિક આગેવાન ભૌતિક ભટ્ટે પોલીસ વડા દ્વારા જાહેર કરેલી ટેન્ડર પ્રક્રિયા સામે અનેક સવાલો ઉઠાવ્યા છે અને મલાઇદાર ટેન્ડર કોના ઇશારે ખુલ્લુ મૂકાયું તે પણ એક સવાલ છે.  તેમને આક્ષેપ કર્યો છે કે, મહેસાણા જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર તેમજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી અંદાજિત 54  લાખના ટેન્ડરથી સફાઈ કામગીરી થતી હતી પરંતુ મહેસાણા પોલીસવડાએ 57 લાખનું ટેન્ડર જાન્યુઆરી મહિનામાં રદ કરીને 10 જ દિવસમાં 71 લાખથી વધુનું ટેન્ડર મૂક્યું હતું અને આ ટેન્ડર અનુસંધાને ટેન્ડરિંગ પ્રક્રિયા થાય તે પહેલા જ પોલીસ વડાએ કોઈના કહેવાથી આ ટેન્ડર રદ કરીને અઢીગણું એટલે કે પોણા ત્રણ કરોડનું સફાઈ ટેન્ડર મૂકીને તમામને ચોંકાવી મૂક્યા હતા.

પોલીસવડાએ ટેન્ડરના ભાવની સાથે સાથે પોલીસ સ્ટેશનના માપોમાં પણ વધારો કર્યો હોવાનું ટેન્ડરમાં સ્પષ્ટપણે જણાઈ આવે છે. જેમાં 54 લાખ તેમજ 70 લાખથી વધુના ટેન્ડરમાં પોલીસ સ્ટેશનના જે માપ ટેન્ડરમાં દર્શાવવામાં આવ્યા હતા તેની સામે પોણા ત્રણ કરોડની ટેન્ડર પ્રક્રિયામાં પોલીસ સ્ટેશનના માપ વધારી દીધા.  એટલે કે પોણા ત્રણ કરોડના ટેન્ડરને પાસ કરવા પોલીસ સ્ટેશન વિસ્તારનું  માપ પણ વધુ દર્શાવવું જરૂરી હોય છે. તેવા  ભૌતિક ભટ્ટે આક્ષેપ કર્યા હતા.  ત્યારે સામાજિક આગેવાન ભૌતિક ભટ્ટે તેમના ઉપર કોઈપણ સમયે હુમલો થવાની તેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની પણ સંભાવના વ્યક્ત કરી છે.

રાતોરાત પોલીસ સ્ટેશન વિસ્તાર વધી ગયા

સફાઈના ટેન્ડરમાં 54 લાખમાં જે કામ થતું હતું તે 2.85 કરોડમાં કરાવવા નીકળેલું પોલીસ વિભાગ હવે ગુંચવણમાં મૂકાયું  છે. કહેવાય છે કે 80થી વધારે કોન્ટ્રાક્ટરોએ ભરેલા ટેન્ડર રદ થયા છે અને ગાંધીનગર ગૃહ વિભાગમાં બેઠેલા બે અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ચાલતા કોન્ટ્રાક્ટરનુ ટેન્ડર પોલીસવડાના આર્શીવાદથી તેની તરફેણમાં ખુલ્યું છે અને વર્ક ઓર્ડરની મંજૂરી માટે ખુલેલુ ટેન્ડર ગૃહ વિભાગમાં અને ડીજી કચેરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે ત્યારે ટેન્ડરમાં દર્શાવવામાં આવેલા પોલીસ સ્ટેશનોના માપમાં થયેલી પોલમપોલ અનેક વાઈટ કોલર અધિકારીઓ માટે લાંછન રૂપ બનશે તેવુ ચર્ચાઈ રહ્યું છે.

 સમગ્ર મામલે ઠંડુ પાણી રેડાશે કે પગલા લેવાશે

મહેસાણા પોલીસવાળા અને ટેન્ડર પ્રક્રિયા સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટર વિવાદમાં આવ્યા છે ત્યારે એવું કહેવાય રહ્યું છે કે, વિવાદાસ્પદ ટેન્ડર બનાવનાર, પોલીસ સ્ટેશનના પ્રમાણથી વધુ માપ આપનાર પોલીસ અધિકારીઓ, ટેન્ડર ખોલનાર સહિતના જવાબદારો સામે પગલા ભરાશે કે પછી સમગ્ર કૌભાંડ ઉપર ઠંડુ પાણી રેડી દેવાશે. જુઓ વધુ ચર્ચા આ વીડિયોમાં

 

 

આ પણ વાંચો:

વારંવાર UPI સેવા ઠપ, ATM અને BANKમાં કેશની કમી, સરકાર શું ઈચ્છે છે?

મહેશ વસાવાનું રાજીનામુ ભાજપ માટે ખોટ, ચૂંટણીમાં કરશે અસર! | Mahesh Vasava

Ahmedabad: અસમાજિક તત્વોનો આતંક યથાવત, તલવાર-ધોકાથી પરિવાર પર હુમલો, જુઓ વીડિયો

Gir Somnath: અકસ્માત સ્થળે એકઠાં થયેલા ટોળા પર ડમ્પર ફરી વળ્યું, 2ના ઘટનાસ્થળે જ મોત

 

Related Posts

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!
  • October 28, 2025

BOTAD: બોટાદ જિલ્લાના એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) યાર્ડમાં કપાસ અને અન્ય પાકની ખરીદી દરમિયાન ચાલતી ‘કડદા‘ (અથવા ‘કળદા‘) પ્રથા અંગે હાલમાં તીવ્ર વિવાદ ચાલી રહ્યો છે. આ પ્રથા એવી…

Continue reading
RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
  • October 21, 2025

તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

  • October 28, 2025
  • 3 views
UP Crime: કાકી-કાકાએ 12 વર્ષના ભત્રીજાને પતાવી દીધો, પ્રાઈવેટ પાર્ટ પર….

Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

  • October 28, 2025
  • 1 views
Mumbai:લગ્નના 11 મહિના પછી મહિલાનું મોત, સાસરિયાઓ પર ધીમા ઝેરથી હત્યાનો આરોપ; 6 લોકોની ધરપકડ

Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”, આતંકી ઝહીર સપના જુએ છે!!

  • October 28, 2025
  • 4 views
Bangladesh: “ઇન્શાલ્લાહ!, વો દિન ભી આયેગા જબ કશ્મીર પાકિસ્તાનકા હોગા!”,  આતંકી ઝહીર સપના જુએ છે!!

રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

  • October 28, 2025
  • 7 views
રશિયાને મોટો ફટકો, ટ્રમ્પના પ્રેશરથી લુકોઈલે પોતાની વિદેશી કંપનીઓ વેચવા કાઢી! | Russia | US

Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

  • October 28, 2025
  • 21 views
Gujarat ST: પોરબંદર-વેરાવળ લોકલ બસને એક્સપ્રેસ બનાવી દીધી, ગુજરાત ST ની તહેવારી લૂંટ! 

Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!

  • October 28, 2025
  • 9 views
Col Rohit Chaudhary: સરકારનો દેશના યુવાનો સાથે વિશ્વાસઘાત!, સરકારી નોકરીના વચનથી ફરી ગઈ!