Ahmedabad: અસમાજિક તત્વોનો આતંક યથાવત, તલવાર-ધોકાથી પરિવાર પર હુમલો, જુઓ વીડિયો

Ahmedabad: અમદાવાદમાં સતત પોલીસની કાર્યવાહી હોવા છતાં અસમાજિક તત્વો બેફામ બની રહ્યા છે. પોલીસની પમરી કામગીરીને કારણે લોકો અપરાધિક પ્રવૃતિઓ કરવાનું છોડતાં જ નથી. ત્યારે હવે ફરી અમદાવાદમાં અસમાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. અજીત મિલ પાસે સોસાયટીમાં તલવાર-ધોકા અને પથ્થરો સાથે અસામાજીક ટોળાંનો પરિવાર ઉપર હુમલો છે. આ ઘટનાએ ફરીએકવાર પોલીસની કામાગરી પર સવાલો ઉભા કર્યા છે.

સરકારે પોલીસ પાસે 100 તત્વોની યાદી તો તૈયાર કરાવી પણ નક્કર કાર્યવાહી ન કરી હોવાની ભીતી સેવાઈ રહી છે. જેથી અસમાજિક તત્વો ફરી બેફાબ બન્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર અજીત મિલ વિસ્તારમાં અસાજિક તત્વોની આતંકની ઘટનાએ ફરી પોલીસની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. કેટલાંક લોકોના ટોળા તલવાર, ડંડા, ધોકા લઈને પરિવાર પર હુમલો કર્યો છે.

આ ગુજરાતને શાંતિનું પ્રતિક કહેવાય?

ગુજરાતને વિકાસ અને શાંતિનું પ્રતીક ગણવામાં આવે છે. ત્યાં અસામાજિક તત્વોનું વધતું જતું પ્રભુત્વ ચિંતાનો વિષય છે. શહેરો જેવા કે અમદાવાદ, સુરત, અને વડોદરામાં ખંડણી, જમીન હડપ, હિંસા અને ગેરકાયદે બાંધકામો જેવી ગુનાખોરીની ઘટનાઓએ સામાન્ય નાગરિકોના જીવનને અસુરક્ષિત બનાવ્યું છે. આ અસામાજિક તત્વો માત્ર કાયદો અને વ્યવસ્થાને જ પડકારે છે, પરંતુ સમાજની નૈતિક રચનાને પણ ખોખરી કરે છે.

આવા તત્વોની સક્રિયતા પાછળ ઘણાં કારણો જવાબદાર છે. રાજકીય આશ્રય, નબળી કાયદાકીય અમલદારી, અને સ્થાનિક સ્તરે ભ્રષ્ટાચાર આવા ગુનેગારોને બેફામ બનાવે છે. સુરતમાં 1200-1300 ગુનેગારોની યાદી અને તેમાં 350 હાર્ડકોર ગુનેગારોનો સમાવેશ એ દર્શાવે છે કે સમસ્યા કેટલી ગંભીર છે. આ ગુનેગારો નિર્દોષ નાગરિકોને ડરાવીને, ધંધા-રોજગાર પર અંકુશ મૂકીને, અને સ્થાનિક અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા છે.

પોલીસ નિકાલ નહીં શોધે ત્યા સુધી બધુ નક્કામુ

પોલીસે આ દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યું છે, જેમ કે ગુનેગારોની યાદી તૈયાર કરવી અને પાસા જેવા કડક કાયદાઓનો ઉપયોગ. પરંતુ, આ પ્રયાસો ત્યાં સુધી અધૂરા રહેશે જ્યાં સુધી નિવારણના મૂળમાં ન જવાય. ગેરકાયદે બાંધકામો તોડવા અને ખંડણીખોરો સામે કાર્યવાહી એ પ્રશંસનીય છે, પરંતુ આવા પગલાં નિયમિત અને પક્ષપાતરહિત હોવા જોઈએ. નાગરિકોનો વિશ્વાસ જીતવા માટે પોલીસ અને સરકારે પારદર્શક અને ઝડપી ન્યાય પ્રક્રિયા સુનિશ્ચિત કરવી પડશે.

સમાજ તરીકે આપણે પણ જાગૃત થવું જરૂરી છે. ગુનાખોરીને પ્રોત્સાહન આપતી માનસિકતા, ડર કે ઉદાસીનતા પર કાબૂ મેળવી, આપણે સામૂહિક રીતે આવા તત્વોનો વિરોધ કરવો જોઈએ. સરકાર, પોલીસ અને નાગરિકોના સંયુક્ત પ્રયાસોથી જ ગુજરાત ફરી એકવાર શાંતિ અને સમૃદ્ધિનું ઉદાહરણ બની શકે છે. આ માટે સમયસર અને નિર્ણાયક પગલાં લેવા અનિવાર્ય છે, જેથી ગુજરાતનું નામ ફરી ગૌરવથી ઝળકે.

આ પણ વાંચો:

Gir Somnath: અકસ્માત સ્થળે એકઠાં થયેલા ટોળા પર ડમ્પર ફરી વળ્યું, 2ના ઘટનાસ્થળે જ મોત

Surat: દારુડિયાએ સગીર પાસે દારુ પીવા પૈસા માગ્યા, ન આપતાં હત્યા, આ છે દારુબંધીવાળુ ગુજરાત!

PM MODI એ ભક્તોને જૂતા પહેરાતાં કહ્યું હવે પછી આવુ ન કરતો!, કોને મોદીભક્તિ ફળી?

ગુજરાતમાં માનવભક્ષી દીપડાઓથી ખાતરો, વન વિભાગની દાદાગીરી!, શું સરકાર લાવશે ઉકેલ? | Leopard attacks

કોંગ્રેસના મહિલા MLAએ ભાજપ નેતાને ફટકાર્યો, શું છે વિવાદ? | Rajasthan

 

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

  • September 18, 2026
  • 2 views
Punjab Yamuna Water Dispute: અમિત શાહે ગણાવ્યા 10 જળ વિવાદ, તો યમુના બેસિનમાં પંજાબનો દાવો કેમ બહાર રહ્યો?

Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

  • September 18, 2026
  • 3 views
Gallantry Award Railway Concession: 37 વર્ષ બાદ સેનાના વીરતા પુરસ્કાર વિજેતાઓને મોટી રાહત, હવે AC ટ્રેનમાં મળશે મફત મુસાફરી

Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

  • September 18, 2026
  • 4 views
Tamil Nadu Electricity Crisis: તમિલનાડુમાં વીજકાપથી લોકો પરેશાન, વધતી માંગ વચ્ચે વિજય સરકાર સામે સવાલો

Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

  • September 18, 2026
  • 6 views
Saudi Arabia Houthi Conflict: હૂતી હુમલાઓ વચ્ચે સાઉદી અરેબિયાની મુશ્કેલી વધી, દાયકાઓ જૂની સુરક્ષા વ્યૂહરચના સામે ઊભા થયા સવાલ

Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

  • September 18, 2026
  • 8 views
Public Trust In Judiciary: ભારતમાં શું ખરેખર બેટમેનની જરૂરિયાત ઊભી થઈ છે? પોલીસ, ન્યાયતંત્ર અને વ્યવસ્થા સામે વધતો અવિશ્વાસ

TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે

  • September 18, 2026
  • 5 views
TMC Name Symbol Freeze: ECIએ TMCનું નામ અને ચૂંટણી ચિહ્ન ફ્રીઝ કર્યું, બંને જૂથો હવે નવા નામ-ચિહ્ન સાથે પેટાચૂંટણી લડશે