
Dwarka TATA Chemical Company Pollution: દેશની પહેલી પસંદ ભલે TATA નમક હોય પણ તેનું પ્રદૂષણ દેવભૂમી દ્વારકાવાસીઓ માટે ઝેર સમાન છે. ટાટા કેમિકલે ખેતી,તળાવો, કૂવાઓ અને સ્થાનિક લોકોનું સ્વાસ્થ્ય બગાડ્યું છે.
દ્વારકા જીલ્લાના મીઠાપુરમાં TATA કેમિકલ્સ લિમિટેડ કંપનીના પ્રદૂષિત પાણીથી ખેડૂતોની જમીનો બરબાદ થઈ ગઈ છે. જમીનો ઉપજલાયક રહી નથી. કંપનીના ખારા પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે. ખેતર નજીક કંપનની માલિકીની જમીન પર પ્રદૂષિત પાણી છોડવામાં આવે છે. જેના કારણે ખેડૂતો કશું બોલી શકતા નથી. આ ગંદા પાણીની ખારાશ તેમના ખેતરો અને કુદરતી ખડકો પર લાગી છે. ખારા પાણીના કારણે ખડકો નાશ પામી રહ્યા છે પછી તો ખેતીલાયક જમીનોની વાત જ શું કરવી!.
અહીંના પાણીના કુદરતી સ્ત્રોતો પણ મૃતઃપાય અવસ્થામાં ફેરવાઈ ગયા છે. તળાવો સહિત કૂવાઓમાં ખારા પાણી થઈ ગયા છે. જેથી તે ખેતીમાં પણ ઉપગોયમાં લઈ શકે તેવી સ્થતિમાં રહ્યા નથી.
સ્થાનિક ખેડૂતો કહે છે તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ સાંભળતું નથી. વારંવાર લેખિતમાં રજૂઆતો કરાઈ હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે. ખેડૂત કહે છે કે ડુંગર દૂરથી રળિયામણા હોય છે. જેની નજીક TATA કેમિકલ કંપની હોય એમને ખબર પડે. TATAનું મીઠું ભલે ઘરે ઘરે વપરાઈ અને સ્વાસ્થય માટે સારુ હોય. પણ તેનું પ્રદૂષણ દ્વારકાના ખેડૂતો માટે ઝેર સમાન છે. જમીન ઝેરી બનાવી છે. કૂવાના પાણી મીઠા રહેવા દીધા નથી. ખેતીલાયક પણ પાણી રહ્યા નથી.
ખેડૂતોનો આક્ષેપ છે કે કંપની સરકારને કરોડનું દાન એમ એમ નથી આપતી, ખેડૂતોને બરબાદ કરીને આપે છે. ખેડૂતોની ખેતી હવે પુરી થઈ ગઈ છે.
ત્યારે આ જ મુદ્દે જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
આ પણ વાંચો:
India Census: ભારતમાં વસ્તીગણતરીની તારીખ જાહેર, આ તારીખથી થશે ગણતરી ચાલુ!
Accident: મલયાલમ હિરોને નડ્યો અકસ્માત, પિતાનું ઘટનાસ્થળે જ મોત, અભિનેતા ગંભીર
Idar: શાહી પરિવારે રાજકુંવરીને સોંપી રાજગાદી, પિતાનો વારસો આગળ ધપાવશે!
Bhavnagar: પ્રેમલગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીને છરીના 14 ઘા માર્યા
Rajsthan: આરોગ્ય મંત્રીની પત્ની રાત્રે ઊંઘ્યા પછી જગ્યા નહીં, જાણો શું થયું?
રાહુલે પોતાના જ નેતાઓને લંગડા ઘોડા કહ્યા!, હકીકતમાં Congress ને નબળી કોણ પાડી રહ્યું છે?
Sabarkantha: પ્રાંતિજમાં ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો, બસ ડિવાઈડર પર ચઢી
Dwarka: TATA ના સોલ્ડ, સિમેન્ટ, સોડા ખેડૂતો માટે પ્રાણઘાતક, અહીં ઉજવો પર્યાવરણ દિવસ! | Part-1
TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?