Idar: શાહી પરિવારે રાજકુંવરીને સોંપી રાજગાદી, પિતાનો વારસો આગળ ધપાવશે!

Idar News: ઈડર, ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં આવેલું ઐતિહાસિક નગર, તેના રાજવી પરિવાર અને ઈડરગઢ માટે પ્રસિદ્ધ છે. ત્યારે ઈડર શાહી પરિવારની રાજગાદીના વારસદાર તરીકે રાજકુમારી વિવેકાકુમારીજીના નામની જાહેરાત શાહી પરિવાર તરફથી કરાઈ છે.  મહારાજા રાજેન્દ્રસિંહજીએ આ જહેરાત કરી છે. આ ઘટના ઈડર રજવાડાના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ પગલું છે, કારણ કે પહેલીવાર એક દીકરીને રાજગાદી સોંપવામાં આવી છે.

મહારાજા રાજેન્દ્રસિંહે હયાતીમાં રાજકુમારીને રાજગાદી સોંપવાનો પ્રેરણારૂપ નિર્યય લીધો છે. રાજકુમારી વિવેકાકુમારી((Princess Viveka Kumari)) પ્રતાપ પેલેસ સહિતના ઈડર શાહી પરિવારના વારસાને સંભાળશે. રાજકુમારી વિવેકાકુમારીજી ઈડર સ્ટેટના વારસા અને સામાજિક જવાબદારીઓ નિભાવશે. રાજેન્દ્રસિંહજીએ ભારપૂર્વક જણાવ્યું કે આ નિર્ણય દીકરા અને દીકરી વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ એવા સમાજના આધુનિક વિચારને પ્રતિબિંબિત કરે છે.

 રાજગાદી મળતાં શું કહ્યું?

“આજે મારા પિતાના હિંમતવાન અને દૂરંદેશી વિચારસરણીથી મારા ઘરના મહાન વારસાને આગળ ધપાવવા માટે મને પુત્રી તરીકે નિયુક્ત કરવાના નિર્ણયને લોકો દ્વારા મળેલા ભારે હકારાત્મક પ્રતિભાવથી હું ખૂબ જ પ્રભાવિત છું. જ્યારે હું તેમના નિર્ણયથી ખૂબ જ સન્માનિત છું, ત્યારે મને તેની સાથે જોડાયેલી જવાબદારીઓ અને ફરજની ભાવનાનો અહેસાસ છે.

રાજકુમારી વિવેકાકુમારી ઈડરના  પૂર્વ મહારાજા રાજેન્દ્રસિંહજી અને ગોંડલના રાજવી કુળના મહારાણી પ્રકાશકુમારીના એકમાત્ર સંતાન હવે ઇડરના રાજ્ય વારસાના ઉત્તરાધિકારી બન્યા છે. ભારતીય હિંદુ રાજાઓમાં આ  પહેલીવાર મહિલાને ગાદી સોંપવાની પરંપરા શરૂ કરીને એક ઐતિહાસિક નિર્ણય છે.

રાજકુમારીનો અભ્યાસ

વિવેકાકુમારીનું શૈક્ષણિક અને સામાજિક પ્રોફાઇલ પણ એટલું જ પ્રભાવક છે. તેમણે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રમાં શિક્ષણ લીધું છે અને યૂનાઇટેડ કિંગડમ સ્થિત એક્સેટર યુનિવર્સિટીમાં ફાઇનાન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. સાથે તેઓ કલા પ્રત્યે પણ ઊંડો લગાવ ધરાવે છે – મુંબઈની જગપ્રસિદ્ધ જે.જે. સ્કૂલ ઓફ આર્ટમાંથી પોટ્રેટ પેઇન્ટિંગનો અભ્યાસ કર્યો છે.

આ પણ વાંચો:

Dwarka: TATA ના કેમિકલથી તળાવોનો નાશ, એક સમયે લોકો પાણી પીતા, આજે શું હાલત? |Part-2

Dwarka: TATA ના સોલ્ડ, સિમેન્ટ, સોડા ખેડૂતો માટે પ્રાણઘાતક, અહીં ઉજવો પર્યાવરણ દિવસ! | Part-1

UP: 3 વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર દીપક વર્માને પોલીસે પતાવી દીધો, બાળકીની હાલત ગંભીર, જાણો

Bhavnagar: પ્રેમલગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીને છરીના 14 ઘા માર્યા

Rajsthan: આરોગ્ય મંત્રીની પત્ની રાત્રે ઊંઘ્યા પછી જગ્યા નહીં, જાણો શું થયું?

રાહુલે પોતાના જ નેતાઓને લંગડા ઘોડા કહ્યા!, હકીકતમાં Congress ને નબળી કોણ પાડી રહ્યું છે?

Sabarkantha: પ્રાંતિજમાં ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો, બસ ડિવાઈડર પર ચઢી

Dwarka: TATA ના સોલ્ડ, સિમેન્ટ, સોડા ખેડૂતો માટે પ્રાણઘાતક, અહીં ઉજવો પર્યાવરણ દિવસ! | Part-1

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

Dwarkaમાં TATA સિમેન્ટના રજકણોથી મોટો ખતરો, લોકોનો અવાજ ના ટાટાએ સાંભળ્યો કે નરેન્દ્ર મોદીએ!, આ વેદના હવે કોણ સાંભળશે?

TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

  • September 17, 2026
  • 1 views
Maharashtra FDA Survey: હોસ્પિટલના બિલિંગમાં નફાખોરીનો સવાલ, મેડિકલ કન્ઝ્યુમેબલ્સ પર 2841% સુધીના માર્જિનનો દાવો

Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

  • September 17, 2026
  • 3 views
Pakistan China Boundary Joint Commission ને ભારતનો સખત વિરોધ, કહ્યું- ભારતીય વિસ્તાર અંગે સમજૂતી કરવાનો પાકિસ્તાનને અધિકાર નથી

Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

  • September 17, 2026
  • 3 views
Congress UPI MDR: UPI પર નવા MDRને લઈને કોંગ્રેસનો મોટો આરોપ, ‘અમેરિકી દબાણ સામે ઝૂકી મોદી સરકાર’

Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

  • September 17, 2026
  • 7 views
Modi Birthday Programs: મોદીના જન્મદિવસે સરકારી કાર્યક્રમોની ભરમાર, જાહેર નાણાંના ઉપયોગને લઈને ઉઠ્યા સવાલ

Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

  • September 17, 2026
  • 5 views
Reporter TV Police Raid: Reporter TVની ઓફિસમાં પોલીસ કાર્યવાહી સામે પિનરાઈ વિજયનનો વિરોધ, પ્રેસની સ્વતંત્રતા પર સવાલ

Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી

  • September 17, 2026
  • 10 views
Delhi ECC Fund: દિલ્હીમાં પર્યાવરણ વળતરની 1,935 કરોડની રકમમાંથી 60 ટકા રકમ હજુ સુધી ખર્ચાઈ નથી