Modi Government Challenges: રૂપિયો, મોંઘવારી અને બેરોજગારી પર મોટું વિશ્લેષણ, મોદી સરકાર સામે 5 આર્થિક પડકારો

  • India
  • July 28, 2026
  • 0 Comments

Modi Government Challenges: તાજેતરમાં યુવાનોના આંદોલન, અર્થવ્યવસ્થાની સ્થિતિ અને કેન્દ્ર સરકારની નીતિઓને લઈને કરવામાં આવેલા એક વિસ્તૃત રાજકીય-આર્થિક વિશ્લેષણમાં દેશ સામે ઉભા રહેલા પાંચ મોટા આર્થિક પડકારોને આગામી સમયમાં રાજકીય સંકટમાં પરિવર્તિત થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. સતત નબળો પડતો રૂપિયો, વધતું વિદેશી દેવું, પ્રતિ વ્યક્તિ ઓછી આવક, શિક્ષિત યુવાનોમાં વધતી બેરોજગારી અને ખેડૂતો પર વધતો ખર્ચ દેશની આર્થિક અને રાજકીય સ્થિતિને અસર કરી શકે છે.

CJP આંદોલન અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું

પેપર લીક મુદ્દે દેશવ્યાપી યુવા આંદોલન બાદ બનેલી પરિસ્થિતિએ કેન્દ્ર સરકાર પર દબાણ વધાર્યું હતું.  CJPના નેતૃત્વમાં થયેલા આંદોલન બાદ વડાપ્રધાનને સોશિયલ મીડિયા પર લાઇવ આવવું પડ્યું અને ત્યારબાદ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું. જોકે, આંદોલન મુખ્ય મુદ્દો નહીં પરંતુ તેના પાછળ રહેલી આર્થિક સમસ્યાઓ વધુ મહત્વની છે.

પાંચ મોટા આર્થિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત

દેશ સામે ઉભા રહેલા પાંચ મુખ્ય પડકારો છે. તેમાં સતત નબળો પડતો ભારતીય રૂપિયો અને વધતી મોંઘવારી, લગભગ ₹9 લાખ કરોડનું વધારાનું વિદેશી દેવું, GDPની સરખામણીએ સામાન્ય નાગરિકની ઓછી આવક, ડિગ્રીધારી યુવાનોમાં વધતી બેરોજગારી અને મોંઘવારી તથા ઇંધણના ખર્ચ વચ્ચે સંઘર્ષ કરતા ખેડૂતોની સ્થિતિનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રૂપિયાના અવમૂલ્યન પર સરકારની દલીલ સામે સવાલ

કેન્દ્ર સરકારના અગાઉના નિવેદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં નાણાં પ્રધાન દ્વારા કરવામાં આવેલી “રૂપિયો નબળો નથી પડતો, ડૉલર મજબૂત થઈ રહ્યો છે” જેવી ટિપ્પણી અને નીતિ આયોગના પૂર્વ સીઈઓ દ્વારા કરવામાં આવેલા “100 Is Just A Number” નિવેદનનો સંદર્ભ આપવામાં આવ્યો છે.

દાવો કરવામાં આવ્યો છે કે ભારતીય રૂપિયો પોતાના ઇતિહાસના સૌથી નીચા સ્તરે એટલે કે એક અમેરિકી ડૉલર સામે ₹96.86 સુધી પહોંચી ગયો છે. જો આ વલણ યથાવત રહેશે તો દિવાળી સુધીમાં એક ડૉલરની કિંમત ₹100 સુધી પહોંચી શકે છે.

Imported Inflation કેવી રીતે સામાન્ય નાગરિકને અસર કરે છે

રૂપિયો નબળો પડતાં આયાતી વસ્તુઓ મોંઘી બને છે. તેના કારણે ડીઝલના ભાવ વધે છે, પરિવહન ખર્ચ વધી જાય છે અને અંતે શાકભાજી, અનાજ સહિતની રોજિંદી જરૂરિયાતોની તમામ વસ્તુઓના ભાવ વધી જાય છે.

તે ઉપરાંત ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થાય છે. ઉદ્યોગો પોતાનો વધારાનો ખર્ચ ગ્રાહકો પર નાખે છે, જેના કારણે સામાન્ય લોકોની ખરીદ શક્તિ ઘટે છે. પગાર સ્થિર રહે છે પરંતુ જીવન જરૂરી વસ્તુઓ સતત મોંઘી થતી જાય છે. પરિણામે લોકો નવા કપડાં, વાહનો અથવા અન્ય બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરે છે, જેનો સીધો પ્રભાવ વપરાશ અને GST વસૂલાત પર પણ પડી શકે છે.

વિદેશી દેવું અને વધારાનો આર્થિક બોજ

ભારત પર હાલમાં લગભગ 762 અબજ ડૉલરનું વિદેશી દેવું છે. તેમાં અંદાજે 55 ટકા એટલે કે લગભગ 425 અબજ ડૉલરનું દેવું અમેરિકી ડૉલરમાં લેવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.

જ્યારે એક ડૉલર સામે રૂપિયો ₹80 હતો ત્યારે આ દેવાની કિંમત લગભગ ₹33 લાખ કરોડ જેટલી હતી. પરંતુ હાલના વિનિમય દરે તે વધીને લગભગ ₹41 લાખ કરોડ થઈ ગઈ છે. એટલે કે માત્ર રૂપિયાના અવમૂલ્યનને કારણે દેશ પર આશરે ₹9 લાખ કરોડનો વધારાનો બોજ આવ્યો હોવાનું જણાવાયું છે.

આ વધેલા દેવાના વ્યાજની ચુકવણી માટે સરકારને પોતાના કરવેરા આવકનો મોટો હિસ્સો ખર્ચવો પડી શકે છે, જેના કારણે સરકારી શાળાઓ, હોસ્પિટલો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોના બજેટ પર અસર થઈ શકે છે.

GDP સામે પ્રતિ વ્યક્તિ આવકનો મુદ્દો

GDPના વધતા આંકડાઓને વિકાસનું એકમાત્ર માપદંડ ન ગણવાની સલાહ આપવામાં આવી છે. પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે જો દેશ એટલો સમૃદ્ધ બની રહ્યો હોય તો હજુ પણ કરોડો લોકો સરકારી મફત અનાજ યોજનાઓ પર કેમ નિર્ભર છે.

દેશના મોટા ઉદ્યોગપતિઓની આવક વધવાથી GDPનો આંકડો ઊંચો દેખાઈ શકે છે, પરંતુ સામાન્ય નાગરિકની વાર્ષિક આવક હજુ પણ લગભગ ₹2 લાખથી ઓછી  છે. સરકારે GDP કરતાં Per Capita Income પર વધુ ધ્યાન આપવું જોઈએ.

શિક્ષિત યુવાનોની બેરોજગારીને રાજકીય પડકાર 

જંતર-મંતર સહિત દેશભરમાં પ્રદર્શન કરનારા યુવાનોનો આધુનિક અને શિક્ષિત ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. ડિગ્રી મેળવનારા યુવાનો માત્ર સ્વરોજગારના પ્રતીકાત્મક સૂચનો નહીં પરંતુ ગુણવત્તાયુક્ત અને સન્માનજનક રોજગારની અપેક્ષા રાખે છે.

જો મોંઘવારી, નબળો રૂપિયો અને ઊંચા ઇંધણના ભાવ યથાવત રહેશે તો ઉચ્ચ શિક્ષણ, આરોગ્ય અને ઘર ખરીદવા જેવા મધ્યમ વર્ગના સપનાઓ વધુ મુશ્કેલ બનશે. તેમાં ડિગ્રીધારી બેરોજગાર યુવાનોને માત્ર આર્થિક નહીં પરંતુ રાજકીય સ્થિરતા માટે પણ મોટો પડકાર છે.

આર્થિક સુધારાઓ માટે ચાર મુખ્ય સૂચનો

વર્તમાન સ્થિતિમાંથી બહાર આવવા માટે ચાર મુખ્ય ક્ષેત્રોમાં કામ કરવાની ભલામણ કરવામાં આવી છે.

સૌપ્રથમ MSME ક્ષેત્રને સીધી સહાય આપીને નાના ઉદ્યોગોને વૈશ્વિક નિકાસ બજારમાં સ્પર્ધાત્મક બનાવવાની વાત કરવામાં આવી છે.

બીજું, ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની ભલામણ કરવામાં આવી છે.

ત્રીજું, Construction અને Logistics ક્ષેત્રમાં વધુ રોકાણ કરીને સ્ટીલ, સિમેન્ટ અને ભારે ઉદ્યોગોને ગતિ આપવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.

ચોથું, ભવિષ્યની નોકરીઓને ધ્યાનમાં રાખીને AI અને Digital Ecosystem પર વધુ ભાર મૂકવાની સલાહ આપવામાં આવી છે.

Service Sector પૂરતો નથી, Manufacturing મજબૂત કરવાની જરૂર

ભારતે કૃષિ ક્ષેત્રમાંથી સીધા Service Sector તરફ આગળ વધવાની ઐતિહાસિક ભૂલ કરી છે. માત્ર સેવા ક્ષેત્ર 140 કરોડની વસ્તીને પૂરતો રોજગાર આપી શકશે નહીં. રોજગારીનું સંકટ દૂર કરવા માટે ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવું અનિવાર્ય હોવાનું જણાવાયું છે.

આર્થિક અસંતોષ રાજકીય પરિવર્તન લાવી શકે 

ભલે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે મજબૂત રાજકીય વિકલ્પ ન દેખાતો હોય, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે આર્થિક વિકાસનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચતો નથી ત્યારે આર્થિક અસંતોષ રાજકીય પરિવર્તનમાં ફેરવાઈ શકે છે.

દેશની સફળતા માત્ર GDPના આંકડાથી નક્કી થઈ શકતી નથી. વાસ્તવિક પ્રતિ વ્યક્તિ આવક, રૂપિયાની મજબૂતી અને ગુણવત્તાયુક્ત રોજગારને વિકાસના મુખ્ય માપદંડ તરીકે જોવાની જરૂર છે.

આગામી ત્રણ વર્ષ દરમિયાન સરકાર આર્થિક સુધારાઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે કે પછી ફરી ચૂંટણી અને રાજકીય મુદ્દાઓને વધુ પ્રાથમિકતા આપવામાં આવશે?  શું આર્થિક પડકારો આગામી ચૂંટણીમાં રાજકીય પરિણામોને અસર કરી શકે છે?

આ પણ વાંચો:

Related Posts

India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર
  • September 12, 2026

India JCR Credit Rating: જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સી એટલે કે JCRએ ગયા અઠવાડિયે ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું છે. એજન્સીએ ભારતીય અર્થવ્યવસ્થા માટે સ્થિર આઉટલુક પણ જાળવી…

Continue reading
Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા
  • September 12, 2026

Dera Sacha Sauda Advertisement: ડેરા સચ્ચા સૌદા અને તેના વિવાદિત પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. આ વખતે કારણ ડેરા તરફથી બે અખબારોમાં પ્રકાશિત કરાયેલી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

  • September 12, 2026
  • 4 views
India JCR Credit Rating: JCRએ ભારતનું સૉવરીન ક્રેડિટ રેટિંગ BBB(+)થી વધારીને A(-) કર્યું, 35 વર્ષ બાદ મોટો ફેરફાર

Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

  • September 12, 2026
  • 4 views
Dera Sacha Sauda Advertisement: રામ રહીમના બચાવમાં અખબારોમાં આખા પાનાની જાહેરાત, પડતર કેસો વચ્ચે ફરી ચર્ચામાં ડેરા સચ્ચા સૌદા

Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

  • September 12, 2026
  • 7 views
Tibet Protest Delhi: બ્રિક્સ શિખર સંમેલન પહેલાં દિલ્હીમાં તિબેટીયન સમુદાયનું વિરોધ પ્રદર્શન, શી જિનપિંગની મુલાકાતનો વિરોધ

CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

  • September 12, 2026
  • 9 views
CJP School Audit Punjab: પંજાબમાં CJPના સ્કૂલ ઑડિટ પર સચિન પાયલટના સવાલ, AAP સાથેના કથિત જોડાણની ચર્ચા

Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

  • September 12, 2026
  • 8 views
Isudan Gadhvi: દ્વારકા-કચ્છમાં દુષ્કાળ જેવી સ્થિતિનો દાવો, ઈશુદાન ગઢવીએ ઘાસ ડેપોની વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા

  • September 12, 2026
  • 9 views
JDU Name Change: JDUનું નામ ‘જનતા દળ નીતિશ’ કરવાની દરખાસ્ત, સંજય ઝાના નિર્ણયથી બિહારના રાજકારણમાં ચર્ચા