MODI: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત વૈશ્વિક એઆઈ શિખર સંમેલન દરમિયાન કોંગ્રેસ નેતાઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરી કહ્યુ હતું કે વિદેશી મહેમાનોની હાજરીમાં કોંગ્રેસના નેતાઓ કપડા ઉતારી ત્યાં પહોંચ્યા તે તેમની માનસિકતા દર્શાવે છે.મોદીજીએ કટાક્ષ કરતા કહ્યુ- ‘દેશ જાણે છે કે કોંગ્રેસ વૈચારિક રૂપથી પહેલાથીજ નગ્ન છે, પછી તેને દુનિયાની સામે કપડા ઉતારવાની જરૂર કેમ પડી? તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ જે કર્યું, તે દર્શાવે છે કે દેશની સૌથી જૂની પાર્ટી વૈચારિક રૂપથી સંપૂર્ણ રીતે દરિદ્ર બની ગઈ છે.’
નરેન્દ્ર ભાઈ મોદીએ મેરઠમાં આપેલા આ પ્રકારના નિવેદન બાદ ભારે હંગામો થયો છે અને કોણ નગ્ન છે? ભાજપ કે કોંગ્રેસ? તે મુદ્દો હવે ચર્ચાનો મુદ્દો બન્યો છે તેવે સમયે સિનિયર પત્રકાર મયુર ભાઈ જાની અને રાજેશ ભાઈ ઠાકરે પોતના વિચારો રજૂ કર્યા હતા જે અત્રે પસ્તુત છે.The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર








