
ગુજરાતના મોરબી જિલ્લામાં વર્ષ 2024ની દિવાળી પૂર્વે ચર્ચાસ્પદ બનેલા જુગાર તોડકાંડમાં મોટી કાર્યવાહી સામે આવી છે. ટંકારા પોલીસ સ્ટેશનના તત્કાલિન પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વાય.કે. ગોહિલને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ કચ્છના આદિપુર ખાતેથી ઝડપી લીધા છે. આ કેસમાં 51 લાખ રૂપિયાની ઉચાપતનો આરોપ છે, જેમાં ગોહિલે જુગારના કેસમાં 10 આરોપીઓના નામ મિડિયાને ન આપવા અને મોબાઇલ ફોનની ફેરબદલી માટે રૂ. 63 લાખની રોકડ માંગી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
જુગારના દરોડામાંથી શરૂ થયેલો વિવાદ
ગત વર્ષે 26 ઓક્ટોબર, 2024ના રોજ રાજકોટ-મોરબી હાઇવે પર આવેલી કમ્ફર્ટ હોટેલમાં ટંકારા પોલીસે PI વાય.કે. ગોહિલની આગેવાની હેઠળ દરોડો પાડ્યો હતો. આ દરોડામાં રાજકોટ અને મોરબીના 10 શખ્સોને પ્લાસ્ટિકના ટોકનથી જુગાર રમતા ઝડપી લેવાયા હતા. પોલીસે ઘટનાસ્થળેથી 12 લાખ રૂપિયા રોકડ, 8 મોબાઇલ ફોન, બે ફોર્ચ્યુનર કાર અને જુગારના સાધનો જપ્ત કર્યા હતા. આ ઘટનાનો ગુનો ટંકારા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.
તપાસમાં ખુલ્યો તોડકાંડનો પર્દાફાશ
દરોડાના થોડા દિવસો બાદ રાજ્યના ડીજીપી વિકાસ સહાયને ફરિયાદ મળી હતી કે, ટંકારા પોલીસે આ જુગાર કેસમાં 51 લાખ રૂપિયાની ઉચાપત કરી છે. ડીજીપીએ તપાસનો હવાલો સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપ્યો હતો. તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો સામે આવી. પોલીસે જુગારના આરોપીઓના નામ મીડિયામાં ન આપવા અને મોબાઇલ ફોન તેમજ આરોપીઓની ફેરબદલી માટે 63 લાખ રૂપિયા વસૂલ્યા હોવાનું બહાર આવ્યું. આમાંથી 12 લાખ રૂપિયા જુગારની રકમ તરીકે દર્શાવી બાકીના 51 લાખની ઉચાપત કરાઈ હોવાનું તપાસમાં ખુલ્યું.
સીસીટીવી ફૂટેજે ખોલી પોલ
સ્ટેટ મોનિટરિંગ સેલની તપાસમાં એવું સામે આવ્યું કે, રાજકોટથી લાવવામાં આવેલી 63 લાખ રૂપિયાની રોકડ રાખવામાં આવેલી થેલી અને જુગારમાંથી જપ્ત કરાયેલી 12 લાખની રકમની થેલી એક જ હતી. આ થેલીના સીસીટીવી ફૂટેજ મેળવીને સ્ટેટ સેલે મહત્વના પુરાવા મેળવ્યા, જેનાથી તોડકાંડની પુષ્ટિ થઈ.
છ મહિના ફરાર રહ્યા બાદ ધરપકડ
તપાસના પગલે ડિસેમ્બર 2024માં PI વાય.કે. ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હતો. ગોહિલને આરવલ્લી અને સોલંકીને દાહોદ બદલી કરીને બંનેને સસ્પેન્ડ કરાયા હતા. જોકે, ગોહિલ પાંચ મહિનાથી ફરાર હતા. તેઓ એક પૂર્વ મંત્રીના દૂરના સંબંધી હોવાથી સેટિંગની આશાએ નાસી રહ્યા હતા. આખરે, સ્ટેટ મોનિટરિંગ સેલે કચ્છના આદિપુરમાં ગોહિલના ઘરે વોચ ગોઠવી અને તેમની ધરપકડ કરી.
કેસની તપાસ અને આગળની કાર્યવાહી
આ કેસની તપાસ સુરેન્દ્રનગરના ડીવાયએસપી વિશાલ રબારી હાથ ધરી રહ્યા છે. હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહે પખવાડિયા પહેલાં આત્મસમર્પણ કરીને દાવો કર્યો હતો કે, ગોહિલની સેટિંગની વાતથી તેઓ પણ નાસી રહ્યા હતા. હવે ગોહિલની ધરપકડ બાદ આ કેસમાં વધુ ચોંકાવનારા તથ્યો બહાર આવે તેવી શક્યતા છે. આ ઘટનાએ ગુજરાત પોલીસના ઇતિહાસમાં ચર્ચાસ્પદ કેસ તરીકે સ્થાન મેળવ્યું છે.
આ પણ વાંચો:
Dwarka: TATA ના કેમિકલથી તળાવોનો નાશ, એક સમયે લોકો પાણી પીતા, આજે શું હાલત? |Part-2
Dwarka: TATA ના સોલ્ડ, સિમેન્ટ, સોડા ખેડૂતો માટે પ્રાણઘાતક, અહીં ઉજવો પર્યાવરણ દિવસ! | Part-1
UP: 3 વર્ષની બાળકી પર બળાત્કાર કરનાર દીપક વર્માને પોલીસે પતાવી દીધો, બાળકીની હાલત ગંભીર, જાણો
Bhavnagar: પ્રેમલગ્નનો કરુણ અંજામ, પતિએ પત્નીને છરીના 14 ઘા માર્યા
Rajsthan: આરોગ્ય મંત્રીની પત્ની રાત્રે ઊંઘ્યા પછી જગ્યા નહીં, જાણો શું થયું?
રાહુલે પોતાના જ નેતાઓને લંગડા ઘોડા કહ્યા!, હકીકતમાં Congress ને નબળી કોણ પાડી રહ્યું છે?
Sabarkantha: પ્રાંતિજમાં ડ્રાઇવરને ચાલુ બસે હાર્ટ એટેક આવ્યો, બસ ડિવાઈડર પર ચઢી
Dwarka: TATA ના સોલ્ડ, સિમેન્ટ, સોડા ખેડૂતો માટે પ્રાણઘાતક, અહીં ઉજવો પર્યાવરણ દિવસ! | Part-1
TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?
TATA કંપનીએ દ્વારકાના ગામોને બરબાદ કર્યા, ખેડૂતો પાયમાલ, સરકાર શું કરે છે?