Morbi: મોબરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલામાં CBI તપાસની માંગ, સુપ્રિમ કોર્ટમાં અરજી

Morbi: વર્ષ 2022માં મોરબી પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. ત્યારે આ દુર્ઘટની તપાસ માટે CBI તપાસની માંગ કરવામાં આવી છે. પિડિતો દ્વારા સુપ્રિમ કોર્ટમાં પીટિશન દાખલ કરી છે. પીટિશનને સુપ્રિમ  કોર્ટે સ્વીકારી છે.  કોર્ટે ગુજરાત સરકાર, કલેક્ટરને નોટિસ આપી જવાબ માંગ્યો છે. મૃતકોના પરિવારને હવે પોલીસ પર વિશ્વાસ રહ્યો નથી. અન્ય તપાસ એજન્સીઓ પર વિશ્વાસ ઉઠ્યો છે. ત્યારે હવે મૃતકોના પરિવારે CBI તપાસની માગ કરી છે.

વર્ષ 2022માં મોરબી ઝુલતો પુલ 135 લોકોના મોત થયા હતા.  મોત મામલે 112 પીડિતોની પીટિશન કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે પુલ દુર્ઘટનામાં CBI તપાસની માગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે ગુજરાત સરકાર, કલેક્ટરને નોટિસ જાહેર કરી તપાસનો જવાબ માંગ્યો છે. દોઢ વર્ષ વિતવા છતાં હજુ ચાર્જ ફ્રેમ નહીં કરતા સુપ્રિમ લાલઘૂમ થઈ હતી. કેસમાં વધુ તપાસની માંગ કરતી અરજી હાઈકોર્ટમાં પેન્ડિંગ પડી છે, ત્યારે સુપ્રિમે અરજી દાખલ કરી હતી.

શું હતી ઘટના સમગ્ર વાંચો?

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના, જે 30 ઓક્ટોબર 2022ના રોજ ગુજરાતના મોરબી શહેરમાં બની, તે ભારતની સૌથી ગંભીર નાગરિક દુર્ઘટનાઓમાંની એક હતી. આ ઘટનામાં મચ્છુ નદી પર આવેલો બ્રિટિશ યુગનો 140 વર્ષ જૂનો ઝૂલતો પુલ (કેબલ-સસ્પેન્ડેડ બ્રિજ) તૂટી પડ્યો, જેના પરિણામે 135 લોકોના મોત થયા હતા, જેમાં 56 બાળકો (40 બાળકો 12 વર્ષથી નીચેના) અને 32 મહિલાઓનો સમાવેશ હતો. તેમજ 180થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ પુલ ઓરેવા ગ્રૂપ દ્વારા સંચાલિત હતો, જેણે તેનું નવીનીકરણ કર્યું હતું. આરોપ છે કે માત્ર રંગરોગાન કરી જૂનો જ બ્રિજ ચાલુ કરી દેવામાં આવ્યો હતો.

દુર્ઘટનાનું મુખ્ય કારણ પુલનું અયોગ્ય નવીનીકરણ, નબળી જાળવણી, અને ક્ષમતા કરતાં વધુ ભીડ હોવાનું મનાય છે. તપાસમાં જાણવા મળ્યું કે ઓરેવા ગ્રૂપે નવીનીકરણ દરમિયાન યોગ્ય ટેકનિકલ નિષ્ણાતોની સલાહ લીધી ન હતી, ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યું ન હતું, અને પુલના માળખામાં નબળા ફેરફારો કર્યા હતા, જેમ કે લાકડાના ફ્લોરને એલ્યુમિનિયમના શીટ્સથી બદલવું. ઉપરાંત, પુલ પર એકસાથે 300થી 500 લોકો હાજર હતા, જે તેની ક્ષમતા કરતાં ઘણું વધારે હતું, અને કોઈ ભીડ નિયંત્રણના પગલાં લેવાયા ન હતા.

ઘટના સાંજે લગભગ 6:30 વાગ્યે બની, જ્યારે દિવાળી અને ગુજરાતી નવા વર્ષની રજાઓને કારણે મોટી સંખ્યામાં લોકો પુલ પર ફરવા આવ્યા હતા. પુલના તૂટવાથી લોકો નદીમાં ખાબક્યા હતા, અને ઘણા લોકો ડૂબી ગયા કે માળખાના ભાગો નીચે દબાઈ ગયા હતા. બચાવ કામગીરી તુરંત શરૂ થઈ, જેમાં રાષ્ટ્રીય અને રાજ્ય આપદા પ્રતિસાદ દળ (NDRF અને SDRF), સ્થાનિક પોલીસ, અને નૌકાદળની ટીમોએ રેસ્ક્યૂ હાથ ધર્યું હતુ.

આ ઘટનાએ વ્યાપક આક્રોશ ઉભો કર્યો અને સરકારી તંત્ર, સ્થાનિક વહીવટ, અને ખાનગી કંપનીની બેદરકારી પર સવાલો ઉભા થયા હતા. ગુજરાત સરકારે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપતાં ઓરેવા ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે દોઢ વર્ષ વિતવા છતાં મૃતકોના પરિવારનો ન્યાય ન મળતાં CBI તપાસની માંગ કરી છે.

 

આ પણ વાંચોઃ

Mumbai માં જૈન મંદિર તોડી પડતાં ભારે વિરોધ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની બદલી, ભાજપ સામે રોષ

Earthquake: અફઘાનિસ્તાન આવેલા ભૂકંપની ભારત અને પાકિસ્તાન અસર?

મોદી મિત્ર ટ્રમ્પના શાસનમાં 50 ટકા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા રદ્દ!, શું છે કારણ? | Visa Cancellation

નડિયાદમાં પત્નીના હત્યા કેસમાં પતિને આજીવન કેદ, જાણો વધુ | Nadiad

‘ઉત્તરાખંડમાં મારું મંદિર…’ કહેતા જ ભક્તો ઉર્વશી રૌતેલા પર રોષે ભરાયા, વાંચો વધુ | Urvashi Rautela

 

Related Posts

Surat Workers Protest: સુરતમાં 400થી 500 શ્રમિકો રસ્તા પર ઉતર્યા, શ્રમ કાયદાના અમલ અને સાપ્તાહિક રજાની માંગ સાથે કલેક્ટરને આવેદન
  • September 13, 2026

Surat Workers Protest: સુરતમાં 400થી 500 જેટલા શ્રમિકો એકસાથે ભેગા થઈ વિરોધ પ્રદર્શન કરતાં શ્રમિકોના હકો અને શ્રમ કાયદાના અમલનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. એમ્બ્રોઇડરી સહિત અલગ અલગ ક્ષેત્રોમાં…

Continue reading
Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પરિવર્તન પેનલની જીત બાદ રાજકીય સમીકરણોમાં મોટો વળાંક
  • September 13, 2026

Bardoli Sugar Factory Election: બારડોલી સુગર ફેક્ટરીની બહુચર્ચિત ચૂંટણી બાદ આજે આખરે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે મુકેશચંદ્ર નગીનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલભાઈ હરિભાઈ પટેલની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

  • September 16, 2026
  • 3 views
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા

Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

  • September 16, 2026
  • 4 views
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા

UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

  • September 16, 2026
  • 5 views
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં

Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

  • September 16, 2026
  • 9 views
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા

‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

  • September 16, 2026
  • 9 views
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani

Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત

  • September 16, 2026
  • 12 views
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત