MP: ‘વીડિયો મારો નથી, કાર પણ વેચી દીધી…’, હાઇવે પર મહિલા સાથે સેક્સ માણનારા નેતાનું નિવેદન

  • India
  • May 27, 2025
  • 3 Comments

Mohanlal Dhakad viral video MP: મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર વાયરલ થયેલા અશ્લીલ વીડિયોના કેસમાં નેતા મનોહરલાલ ધાકડને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. જામીન બાદ, મનોહરલાલે દાવો કર્યો કે નકલી વીડિયો દ્વારા તેમને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આ મામલે વીડિયો વાયરલ કરનારાઓ સામે તેઓ કાયદેસરની કાર્યવાહી કરશે.

વીડિયો વાયરલ થયા બાદ પોલીસે રવિવારે મનોહર લાલ ધાકડની ધરપકડ કરી હતી. તેમના પર ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 296 (જાહેર અશ્લીલતા), 286 (બેદરકારીપૂર્વક જોખમમાં મૂકવું) અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તેમના વકીલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન મંજૂર કર્યા.

મનોહર લાલે ફોન પર વાતચીતમાં કહ્યું, “વાયરલ વીડિયો ખોટો છે. હું તેમાં નહોતો અને કાર પણ મારી નહોતી. મેં કાર વેચી દીધી હતી. વીડિયોની સત્યતાની તપાસ કર્યા પછી સત્ય બહાર આવશે. હું કોર્ટમાં મારો પક્ષ મજબૂતીથી રજૂ કરીશ અને વીડિયો વાયરલ કરનારાઓ સામે માનહાનિનો કેસ દાખલ કરીશ.”

ભાજપાએ શું કહ્યું?

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મંદસૌરમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં મનોહર લાલ ધાકડ એક મહિલા સાથે વાંધાજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા. વીડિયો વાયરલ થયા પછી, ભાજપા પાર્ટીએ સ્પષ્ટતા કરી કે મનોહર લાલ પાર્ટીના પ્રાથમિક સભ્ય નથી, પરંતુ તેમની પત્ની ભાજપા સમર્થિત જિલ્લા પંચાયત સભ્ય છે. આ બાબતને સોશિયલ મીડિયા અને રાષ્ટ્રીય સ્તરે ઘણું ધ્યાન મળ્યું, જેના કારણે ભાજપા પણ શરમ મૂકાઈ હશે. ચોક્કસ ન કરીહ શકાય. કારણ કે ભાજપાના વારંવાર નેતાઓ મહિલાઓ સાથે રંગરેલિયા કરતાં ઝડપાઈ રહ્યા છે.

મનોહરલાલ ધાકડને હાઇવે કર્મચારીઓએ મનોહર લાલ ધાકડને બ્લેકમેઇલ?

પોલીસે એક ચોંકાવનારો ખુલાસો કર્યો કે મનોહર લાલ ધાકડને 3 હાઇવે કર્મચારીઓ બ્લેકમેઇલ કરી રહ્યા હતા. આ કર્મચારીઓ પાસે સીસીટીવી ફૂટેજ હતા અને જ્યારે તેમની માંગણીઓ પૂર્ણ ન થઈ ત્યારે વીડિયો વાયરલ કરવામાં આવ્યો. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે અને બ્લેકમેલિંગના પાસાની પણ તપાસ કરી રહી છે. હાલ ત્રણ હાઈવે કર્મચારીઓને હટાવી દેવામાં આવ્યા છે.

મનોહર લાલે વીડિયોમાં દેખાતી મહિલા અને કાર સાથે કોઈ સંબંધ હોવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું, “હું તે વીડિયોમાં નહોતો અને કાર પણ મારી નહોતી.” આ કિસ્સામાં વીડિઓની સત્યતાની તપાસ હજુ બાકી છે, અને પોલીસ અન્ય પુરાવા શોધી રહી છે.

આ પણ વાંચો:

ભાજપા નેતાએ હાઈવે પર જ નગ્ન મહિલા સાથે શારીરિક સંબંધ બાધ્યા, પોલીસે શું કહ્યું? | Manohar Lal Dhakad

Rajkot: ધોરાજીમાં રોડ ઓળંગતી 21 વર્ષિય યુવતીને બોલેરોચાલકે કચડી નાખી

Amul દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો, દાણના ભાવમાં પણ ઘટાડો

Gujarat: જામનગરમાં સાત લોકોને થયો કોરોના, સુરત અને બનાસકાંઠામાં પણ નોંધાયા કેસ

UP: રસ્તે જતી મહિલાને ચુંબન કરનાર બાઈકચાલક ઝડપાયો

Hera Pheri 3: પરેશ રાવલે મૌન તોડ્યુ, અક્ષયને આપ્યો જવાબ, પરેશ રાવલ પર શું છે આરોપ?

જે પોતાની કાર જાતે ના ચલાવતાં હોય, એણે ટ્રેન ચલાવતાં શિખવાની શું જરૂર? | Dahod

Bihar: તેજ પ્રતાપને પાર્ટી અને પરિવારમાંથી હાંકી કાઢવાની વાત ઢોંગ: લાલુ પરિવારની વહુનો આરોપ

ખોટા જાતિના દાખલાથી POLICE બનેલા બી.એમ. ચૌધરી ફરાર, નિવૃત થાય તે પૂર્વે પાપનો ઘડો ફૂટ્યો!

Sabarkantha: 9 થી વધુ ઘરો, 29 વીજપોલ ધરાશાયી, પ્રાંતિજ સહિત તાલુકામાં વાવાઝોડાનો કહેર

TATA અને ખેડૂતોની લડાઈમાં દ્વારકાના RFO કેમ ખીજવાયા? શું મિલીભગત છે?

BJP નેતા અમર કિશોર કશ્યપનો જે મહિલા સાથે વીડિયો વાયરલ થયો તેણે શું કહ્યું?

 

 

Related Posts

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?
  • December 13, 2025

H3N2 Virus: બ્રિટનમાં દેખાયેલો H3N2 વાયરસ પાકિસ્તાન સુધી પ્રસરી ગયો છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર, આ વાયરસ ઈન્ફલ્યુએન્ઝા A નો એક પ્રકાર છે,જેને સબક્લેડ K તરીકે ઓળખવામાં આવે છે,તેમાં…

Continue reading
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!
  • December 13, 2025

Tariff-News: અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (યુએસ કોંગ્રેસનું નીચલું ગૃહ) માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર ૫૦ ટકા ટેરિફને પડકારતો ઠરાવ રજૂ કર્યો છે. તેમનો દલીલ છે કે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

  • December 13, 2025
  • 3 views
Messi Event: કોલકાતાના સ્ટેડિયમમાં તોડફોડ,પોલીસે ઇવેન્ટના મુખ્ય આયોજકની ધરપકડ કરી

H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

  • December 13, 2025
  • 4 views
H3N2 Virus: બ્રિટનથી પાકિસ્તાન પહોંચ્યો H3N2 ‘સુપર ફ્લૂ’નો ખતરનાક સ્ટ્રેન, ભારત માટે કેટલો ખતરો?

Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

  • December 13, 2025
  • 4 views
Farmers Protest: સરકારનો નવો કાયદો ખેડૂતોને નુકશાન અને  મોટા કૃષિ વ્યવસાયો અને બિયારણ કંપનીઓને ફાયદો કરાવશે!

Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

  • December 13, 2025
  • 5 views
Tariff-News: ભારત પરનો 50% ટેરિફ નાબૂદ કરો! US સંસદમાં પ્રસ્તાવ રજૂ!

PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

  • December 13, 2025
  • 10 views
PM Modi: મોદી સરકારના રાજમાં બેટીઓ શાળા છોડી રહી છે! મોદીનું  ‘બેટી પઢાવો’ સૂત્રનું ‘સુરસુરીયુ’ થઈ ગયું!

Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ

  • December 13, 2025
  • 8 views
Cricket Match Fixing: મેચ ફિક્સિંગના આરોપમાં ચાર ભારતીય ક્રિકેટર ખેલાડીઓ સસ્પેન્ડ,FIR દાખલ