
MP: મધ્ય પ્રદેશના સતનામાં એક છોકરી ટ્રેનમાં ટિકિટ વિના મુસાફરી કરી રહી હતી. જ્યારે મહિલા TCએ તેને પકડી લીધી, ત્યારે તેણે દંડ ભર્યો. ત્યારબાદ વિદ્યાર્થીનીને TC ઓફિસમાં લઈ જવામાં આવી. જ્યા વિદ્યાર્થીનીએ આરોપ લગાવ્યો કે મહિલા ટીકીટ ચેકરે તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેને માર માર્યો. જેથી વિદ્યાર્થીના માથામાંથી લોહી વહેવા લાગ્યું હતુ. આ ઘટના બુધવારે બપોરે બની હતી.
बधाई हो ये नया भारत है…!!
पेपर देने जा रही छात्रा जल्दबाजी में टिकट लेना भूल थी जिसके लिए वो जुर्माना भरने के लिए भी तैयार थी।
इसके बावजूद TC ने लड़की को लात से मारा और भद्दी भद्दी गालियां दी लड़की का कहना है RPF के जवानों ने भी TC का ही साथ दिया।
इस TC और RPF जवान दोनों को… pic.twitter.com/bz0885OIqk
— Dr. Sheetal yadav (@Sheetal2242) August 22, 2025
સતના રેલવે સ્ટેશન પર એક વિદ્યાર્થી અને મહિલા ટિકિટ ચેકર વચ્ચે ઝઘડો થયો. ચુંડ ગામની વિદ્યાર્થીની શાલિની તિવારી પરીક્ષા આપવા માટે જૈતવાડાથી સતના આવી હતી. તે પટના-મુંબઈ એક્સપ્રેસમાં મુસાફરી કરી રહી હતી.
TCને થપ્પડ મારવાનો આરોપ
પ્લેટફોર્મ નંબર એક પર ઉતર્યા પછી એક્ઝિટ ગેટ પર મહિલા TC(Ticket Checker) રેણુ સિંહે વિદ્યાર્થીની પાસે ટિકિટ માંગી. ટિકિટ ન હોવાથી TCએ વિદ્યાર્થીનીને 330 રૂપિયા દંડ ભરવા કહ્યું હતુ. વિદ્યાર્થીનો આરોપ છે કે આ દરમિયાન TCએ અપશબ્દોનો ઉપયોગ કર્યો. જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે TCનએ વિદ્યાર્થીનીને થપ્પડ મારી, જેના કારણે તેનું માથું દરવાજા સાથે અથડાયું હતુ. જેથી વિદ્યાર્થીને માથામાં લોહી પણ વહેવા લાગ્યું હતુ.
અન્ય TC પર લાત મારવાની ધમકી આપવાનો આરોપ
વિદ્યાર્થીનીએ બીજા એક TC પર લાત મારવાની ધમકી આપવાનો આરોપ પણ લગાવ્યો. તે લગભગ અડધા કલાક સુધી TC ઓફિસમાં હોબાળો કરતી રહી. RPFના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા અને બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ ગયા. પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીનીએ મહિલા TC પર હુમલો કરવાનો આરોપ ફરીથી લગાવ્યો.
વિદ્યાર્થીનીએ કહ્યું કે દંડ વસૂલવો એ અલગ વાત છે, પરંતુ TC દ્વારા કોઈની સાથે દુર્વ્યવહાર અને હુમલો કરવો ખોટું છે. અન્ય કર્મચારીઓ અને મુસાફરો દ્વારા સમજાવટ બાદ મામલો થાળે પાડવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ મામલો ઘણો ગંભીર છે. કારણે આવી રોજે રોજ ઘટનાઓ બનતી હોય છે. ઘણા લોકો ટીટીના ડરથી ચાલુ ટ્રેને કૂદી જતા હોય છે. જેથી રેલવેકર્મીએ દંડ ભરાવી મુસાફરને જવા દેવો જોઈએ. કારણ ટ્રેનમાં જો કોઈ મુસાફર ટીકીટ વગર પકડાઈ તો ખૂબ ખરાબ વ્યવહાર કરે છે.
આ પણ વાંચો:
Bihar: મતદાર અધિકાર યાત્રાનો ત્રીજો દિવસ, રાહુલ ગાંધીએ નવાદામાં ચૂંટણી પંચ પર પ્રહાર કર્યા
Rampur: મૌલવીએ મસ્જિદમાં મહિલા સાથે જબરજસ્તી સંબંધ બાંધ્યા!, મસ્જિદમાં શું થતાં હતા મોટા કાંડ?