
Mumbai: આપણો દેશ વિવિધ પ્રાદેશિક ભાષાઓ,પહેરવેશ અને ભિન્ન ભિન્ન સંસ્કૃતિથી ભરેલો છે પણ ક્યાંય સાંભળવામાં આવ્યુ નથી કે જે તે પ્રદેશની ભાષા બોલવા ફરજ પાડી શકાય,પણ મહારાષ્ટ્ર માં આ વાત અપવાદ છે અહીં સ્થાનિક મરાઠી ભાષા બોલવા ફરજ પડાય છે વિરોધ કરો તો મારપીટ કરાય છે ખાસ કરીને મુંબઈમાં મરાઠી ભાષા બોલવા ફરજ પાડવામાં આવે છે,હવે રાજ્ય સરકારે મહારાષ્ટ્રના મીરા-ભાયંદરમાં ઓટો અને ટેક્સી ચલાવનારા ડ્રાઈવરો માટે મરાઠી બોલવું ફરજિયાત કરાયું છે,પછી ભલેને અન્ય રાજ્યોના પ્રવાસીઓને સમજ પડે કે ન પડે તે કસ્ટમરનો પ્રોબ્લેમ છે.
મહારાષ્ટ્રમાં ઓટો રીક્ષા અને ટેક્સી ડ્રાઈવરોને મરાઠી ભાષા વાંચતા, લખતા અને બોલતા આવડે તે માટે સરકારે આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે અને તમામ મરાઠી જ બોલવું પડશે જેની તૈયારીઓ શરૂ થઈ છે મહારાષ્ટ્ર મોટર વ્હીકલ નિયમના નિયમ 24 હેઠળ મરાઠી ભાષાનું જ્ઞાન જરૂરી છે. 2019માં તેને વધુ અસરકારક બનાવવામાં આવ્યું હતું, જેથી ડ્રાઇવરો સ્થાનિક ભાષામાં મુસાફરો અને અધિકારીઓ સાથે યોગ્ય રીતે મરાઠી ભાષામાં વાત કરી શકે. જે ડ્રાઇવરો આ પરીક્ષામાં અસફળ થશે અથવા માપદંડો પૂર્ણ નહીં કરે, તેમની પરમિટ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. આ આખું અભિયાન 1 મે સુધી ચાલશે. ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને જો તે સફળ રહેશે, તો સમગ્ર રાજ્યમાં આવો નિયમ લાગુ થઈ શકે છે.
આમ,મરાઠી ભાષા બોલતા-લખતા-વાંચતા ન આવડે તેવા લોકો અહીં કેબનો ધંધો નહિ કરી શકે જો,આવું જ આખા દેશમાં લાગુ થયું તો ફરી પાછા પ્રાંતવાદનો વિવાદ વકરશે તેવુ નિષ્ણાતો જણાવી રહયા છે,દેશમાં વિકાસ,રોજગારી, શિક્ષણ,જેવા મુદ્દા છોડીને જાતિવાદ,પ્રાંતવાદ,કોમવાદ જેવા મુદ્દાઓના આધારે રાજકારણ રમાઈ રહ્યુ છે જે આવનારી પેઢી માટે નુકસાનકારક સાબિત થવાનું છે.
આ પણ વાંચો:
OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!








