Election: ખડગેના નિવેદનને રાજકીય મુદ્દો બનાવીને ભાજપે ગુજરાત અને આસામમાં ફાયદો લેવાનો ખેલ ખેલ્યો!

■ચૂંટણીઓમાં કેવી હીટ સ્પીચ અપાય છે? વાંચો

દિલીપ પટેલ અમદાવાદ, 9 એપ્રિલ 2026

Election: કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગેએ ગુજરાતના લોકોને ગરીબ અને અભણ કહ્યા તેનો રાજકીય મુદ્દો બનાવીને ભાજપે ગુજરાત અને આસામમાં ફાયદો લેવાનો ખેલ ખેલ્યો છે.કોંગ્રેસના નેતાઓના વાણી વિલાસને નજર અંદાજ ન કરી શકાય પણ ભાજપના નેતાઓના વાણી વિલાસ પણ સૌથી વધારે છે તે પણ નોંધવું રહ્યુ.ગુજરાત ભાજપના નેતાઓ ચૂંટણી અને ચૂંટાયા પછી પણ વિવાદી નિવેદનો કરતાં રહ્યાં છે. તેનાથી આગળ વધીને ધમકી પણ આપતાં હોવાના અનેક કિસ્સા નોંધાયા છે.

પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ પ્રજાને જ ભાંડી રહ્યાં છે. તેઓ ટપોરી ભાષા બોલી રહ્યા છે. તેમની વાણી સ્વીકારવા યોગ્ય નથી. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ શેરીના ગુંડાની ભાષામાં વાત કરી રહ્યાં છે. ચૂંટાયેલા પ્રતિનિધિ ક્યારેય લોકશાહીનું સાચું ઉદાહરણ બની ન શકે.જાહેરજીવનમાં ભાષાકીય વિવેક ઓળંગવો એ ભાજપ માટે સામાન્ય થઈ ગયું છે. પહેલા નેતાઓ આવા નિવેદન કરે કે ભાષાને લઈને કોઈ છૂટ લે તો પ્રજા તેને માફ કરતી ન હતી. પરંતુ હવે મોટા નેતાઓ માટે પણ આ વાત સામાન્ય થઈ ગઈ છે.લોકશાહીના મુલ્યો ભુલી જાય છે.

નાગરિકોને ધમકી મળતી હોય, મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણી થઈ શકે તેમ ના હોય ત્યાં તે બેઠકની ચૂંટણી રદ કરવાનો અધિકાર પણ પંચને છે. પણ તેમ હવે થતું નથી.નફરતનું ભાષણ હેટ સ્પીચ એટલે કે નફરત ભરી ભાષા વાપરનારા લોકોને રાજકીય પક્ષો, ધારાસભ્ય, સાંસદ, કોર્પોરેટર બનાવી રહ્યા છે.2024 પહેલાની સંસદમાં 33 સાંસદ વિરુદ્ધ નફરત ભર્યા ભાષણના કેસ નોંધાયેલા હતા. 7 સાંસદો યુપીના, 4 સાંસદ તમિલનાડુના, 3 સાંસદ બિહાર, 3 કર્ણાટક અને 3 તેલંગાણાના, 2 આસામ, 2 ગુજરાત, 2 મહારાષ્ટ્ર અને 2 પશ્ચિમ બંગાળ, 1 ઝારખંડ, 1 મધ્યપ્રદેશ, 1 કેરળ, 1 ઓડિશા અને 1 પંજાબનના સાંસદ હતા.

સૌથી વધુ 22 કેસ ભાજપના સાંસદો સામે નોંધાયેલા છે. 22 સાંસદ વિરુદ્ધ નફરત ભર્યા ભાષણના કેસ નોંધાયેલા છે. કોંગ્રેસના બે સાંસદ, આમ આદમી પાર્ટી, AIMIM, DMK, AIUDF, DMK, PMK, શિવસેના U, VCK અને એક સ્વતંત્ર સાંસદ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા છે.દેશમાં 74 ધારાસભ્યો વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષણના કેસ છે. જેમાં ગુજરાતના 5 ધારાસભ્યો છે. દેશમાં સૌથી વધારે ભાજપના 20 ધારાસભ્યો સામે દ્વેષપૂર્ણ ભાષણના સૌથી વધુ કેસ નોંધાયા છે. 13 ધારાસભ્યો કોંગ્રેસના છે.

■લો કમિશન

માર્ચ 2017માં લો કમિશનએ પોતાના રિપોર્ટમાં નફરત ભર્યા ભાષણ અંગે ગંભીર ટિપ્પણી કરી હતી. કમિશને કહ્યું હતું કે, અત્યાર સુધી કોઈ કાયદામાં નફરતના ભાષણની વ્યાખ્યા કરવામાં આવી નથી. અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. કેટલીક જોગવાઈ છે જેના આધારે તાર્કિક નિયંત્રણ લાદવામાં આવ્યા છે. કોર્ટના ઘણા નિર્ણય છે.જાતિ, ધર્મ, રહેઠાણ અથવા જન્મસ્થળ વિરુદ્ધ અપમાનજનક, ધમકી આપતી, ઉત્પીડન કરતી અથવા કરવામાં આવેલી ટિપ્પણીઓને અપ્રિય ભાષણ ગણવામાં આવે છે.

■સર્વોચ્ચ અદાલત

અપ્રિય ભાષણના કોઈપણ કિસ્સામાં કેસ નોંધાવો જોઈએ. કોઈએ ફરિયાદ કરી હોય કે ન કરી હોય. પ્રશાસને કેસ નોંધાવા પડશે. IPCની કલમ 153A, 153B, 295A અને 505 હેઠળ નોંધવામાં આવે છે. અપ્રિય ભાષણના કિસ્સામાં પોલીસ ધરપકડ કરી શકે છે.

ગુજરાત વડી અદાલતધારાસભ્ય ધમકી આપે તો કલમ 307 મુજબ જેલમાં રાખવાનું ગુજરાતની હાઈકોર્ટ ભાજપના નેતા પૂર્વ ધારાસભ્ય સી કે રાઉલના કેસમાં કહ્યું છે.ગુજરાતમાં આવી ધમકી આપનારા સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટર સામે પોલીસ કે સરકાર કેમ કેસ કરતી નથી. પણ સામાન્ય માણસ આવી જ ધમકી કોઈને આપે ત્યારે તેની સામે પોલીસ અને સરકાર ગુના દાખલ કરે છે.ભાજપના નેતાઓની ધમકીઓ અને વિવાદી નિવેદન અહીં આપ્યા છે.

■રાજેશ ચુડાસમા

જૂનાગઢના પ્રાચી ખાતે અભિવાદન કાર્યક્રમમાં ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ આક્રમક અને ગુસ્સે થઈને ભાજપના જ નેતાઓ અને કાર્યકરોને જાહેર મંચ પરથી જોઈ લેવાની ધમકી આપી દીધી.વિરોધી પ્રવૃત્તિ કરનારને ભાજપ છોડી શકે છે, પણ હું કોઈને નહીં છોડું. 5 વર્ષ નડ્યા છે તેમને મુકવાનો નથી. ભારતીય જનતા પાર્ટી ભલે હિસાબ કરે કે ના કરે પણ હું જે 5 વર્ષ નડ્યા છે તેમને મુકવાનો નથી.તાલાલા વિધાનસભામાં ભાજપને માત્ર 35 મતોની સરસાઈ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મળી હતી. સરસાઈ ન મળી એટલે ધમકી આપવા પર ઉતરી આવ્યા.

■રમેશ કટારા

2024માં ગુજરાતના ફતેહપુરાના ભાજપ ધારાસભ્ય રમેશ કટારાનો એક વીડિયોમાં કહે છે, ”ઈવીએમમાં ભાભોર અને કમળનાં ચિહ્ન વાળા બટન દબાવશો. આ વખતે મોદી સાહેબ (મતદાન કેન્દ્રમાં) કૅમેરા મૂક્યા છે. ત્યાં બેઠા-બેઠા તેમને ખબર પડી જશે કે કોણે ભાજપને વોટ આપ્યો, કોણે કૉંગ્રેસને. તમારા ફોટો ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ અને રૅશનકાર્ડ પર પણ છે.”

■ગેનીબેન ઠાકોર

2024માં ભાજપની ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતી ગયા, પરંતુ 50 હજાર મત ખોટા કરાવવા અને ધમર આપવાનો આરોપ હતો. ભાજપે પૈસા આપીને ગેનીબેન ઠાકોરના ખૂદના ગામમાં પણ મતદાનમાં ગોલમાલ કરાવી તેવો આરોપ પણ લગાવ્યો છે.

■રમેશ મિસ્ત્રી

વિડિયો 2024માં ભાજપના ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી મિડિયાને ધાક ધમકી આપી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો.

■જીતુ વાઘાણી

સુરત કોંગ્રેસ તરફથી કોર્ટમાં કરેલી અરજી પ્રમાણે ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ 4 એપ્રિલે એક જાહેર સભામાં કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને ‘હરામજાદા’ કહ્યા હતા અને સુરતમાંથી હાંકી કાઢવાની ધમકી આપી હતી.

■વિજય શાહ

વડોદરા ભાજપના શહેર પ્રમુખ ડો.વિજય શાહે પણ આવી જ ખુલ્લી ધમકી આપી હતી અને જેણે મત આપ્યા નથી ત્યાં કામ નહી થાય તેમ કહ્યું હતું.

■મધુ શ્રીવાસ્તવ

ભાજપના વડોદરાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ એક એકા નેતા રહ્યાં છે કે તેમણે ગુજરાતમાં સૌથી વધારે વખત લોકોને, મતદારોને, ભાજપના નેતાઓને અને પત્રકારોને ધમકીઓ આપી હતી.અધિકારીઓને ધારાસભ્ય  આપી ધમકી કહ્યું કે, ચૌદમું રતન બતાવીશ.અહીંથી બધા કમલ જ નીકળવા જોઈએ, નહિ તો જોઈ લઈશ.ભાજપના કાર્યકર દિપ્તીના પતિ દિલિપ જયસ્વાલને મધુ શ્રીવાસ્તવે સમજવી દેવા ધમકી આપી હતી.જાન્યુઆરી 2020માં પત્રકારોને માર માર્યો હતો. કેમેરા આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરા શહેરના ટીવીના વાયર કાપી નાંખવા માટે ટીવીને ધમકી આપી હતી.મધુ શ્રીવાસ્તવ અધિકારઓની સાથે મારામારી કરવા માટે પંકાયેલા છે.  પ્રધાન કે અધિકારીઓને તેઓ વિનંતી કરતાં નથી પણ માર મારવાની વાત કરે છે. ઘણા અધિકારીઓને માર્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને બે લાફા માર્યા હતા. પછી, વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે તેની સામે 14 ગુના દાખલ કર્યા હતા એમ અલગ અલગ આવી ધમકી તેઓ આપતાં રહ્યાં હતા.

■ગજેન્દ્ર પરમાર

2023માં ભાજપના ધારાસભ્ય અને સરકારમાં પ્રધાન ગજેન્દ્ર પરમાર સામે સગીરાની છેડતી અને ધમકીનો ગુનો નોંધાયો હતો.

■સૌરભ પટેલ

2023માં બોટાદથી ભાજપ ધારાસભ્ય સૌરભ પટેલએ ધમકી આપી હતી. ભાજપના જ આગેવાનો આરોપ લગાવ્યો હતો.

■શામજી ચૌહાણ

2024માં ચોટીલાના ભાજપના ધારાસભ્ય શામજી ચૌહાણે અધિકારીઓને ભાજપના કાર્યકરોને હેરાન ન કરવા ચીમકી આપી હતી. 7 તારીખ પછી નુકસાન કરે તેના માટે અમારી તૈયારી છે.

■ચૈતર વસાવા

2024માં તાલુકા વિકાસ અધિકારીને ધારાસભ્ય ચૈતર વસાવાએ બંધ ઓફીસમાં ધાક ધમકી આપી હોવાનો સાંસદ માનસુખ વસાવાનો આક્ષેપ

■શશીકાંત પંડ્યા

2022માં ડીસાના ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ કહ્યું- ‘ભાજપની સરકાર કે ભાજપના કાર્યકરો સામે કોઈ આંખ ઊંચી કરીને જોશે તો તેની આંખ ચીરી નાખવામા આવશે’

■મોહન કુંડારીયા

2024, માર્ચ – વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ સાંસદ મોહન કુંડારીયા પર કટાક્ષ કરતા કહ્યું કે, રૂપાલાને ટિકિટ આપી છે તેઓ સાંસદ બનશે પણ કોઈને ધમકાવશે નહીં, કોઈને ગાળો નહીં આપે.

■રામ મોકરિયા

2024માં ‘હું તમારી પર કેસ કરીશ’, ગુજરાતના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની વીટીવીના પત્રકારને રાજકોટના અગ્નિકાંડમાં પ્રશ્ન પૂછતાં ખુલ્લી ધમકી આપી હતી.

■કેતન ઇનામદાર

2022 – સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ગૌરવ યાત્રા વખતે ખુલ્લેઆમ ધમકી આપી હતી. રાજ્યમાં કોઈની પણ બાઈક ચાલકને પોલીસ રોકશે નહીં, લાયસન્સ પણ બતાવવાની જરૂર નથી. વિપક્ષે પ્રેમથી ચૂંટણી લડવી નહીં, તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. હવે વધુ એક વખત બીજેપી નેતાનો વાણી વિલાસનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

■ડો.મહેન્દ્ર મુંજપરા

સુરેન્દ્રનગરમાં ભાજપના સાંસદ ડો.મહેન્દ્ર મુંજપરા વી ટીવી અને ગુજરાત સમાચારના પત્રકારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અગાઉ તેઓ 3 પત્રકારોને અલગ અલગ સમયે પત્રકારો સાથે ખરાબ વર્તન કરી ચૂક્યા છે.

■ભાજપ સરકાર

વલસાડ અને સુરત અને અમદાવાદમાં આવી 4 પત્રકારોને દેશદ્રોહી ભાજપ સરકારે જાહેર કર્યા હતા. તેમને ધમકીઓ આપવામાં આવી હતી. 2021 – કુતિયાણાના ધારાસભ્યએ ધમકી આપી પણ નિર્દોષ જાહેર.

■સી. કે. રાઉલ

2021 – ભાજપના ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલ જન પ્રતિનિધિ હોવા છતાંય પ્રજાના કામ કેમ કરતા નથી તેવો પ્રશ્ન કરીને તેમના પુત્ર સાથે ઉગ્ર બોલાચાલી કરનારી વ્યક્તિને તડી પાર કરવાનો આદેશ કરતા સમગ્ર મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો. જેને લઈ હાઈકોર્ટે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીનો હાઇકોર્ટએ લીધો ઉધડો છે. MLA  રાઉલ અને ગોધરા SDM સામે હાઇકોર્ટએ નારાજગી વ્યક્ત કરી હતી.

■બલરામ થવાણી

2020માં અમદાવાદમાં નરોડામાં સામાજિક કાર્યકર દીપા સંતવાણીના ઘરે જઈને ભાજપના ધારાસભ્ય બલરામ થવાણીના બે માણસોએ ઘમકી આપી હતી કે ધારાસભ્ય વિરુદ્ધ સોશિયલ મિડિયામાં લખવાનું બંધ કરે.

■રમેશ કટારા

2019માં મતદારોને ધમકી આપતો વીડિયો વાયરલ થવા મુદ્દે ભાજપના ધારાસભ્ય રમેશ કટારાએ શું કહ્યું? જુઓ વીડિયો
મતદારોને ધમકી આપતો વીડિયો વાયરલ થવા મુદ્દે ભાજપના ધારાસભ્ય રમેશ કટારાએ શું કહ્યું? જુઓ વીડિયો

■મોહન કુંડારિયા

2019માં રાજકોટના ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાએ ચોખ્ખી ધમકી આપી કે તમારા ગામમાંથી 70 ટકા મતો મળે એવું કંઈક ગોઠવી આપો છો કે કેમ. મને સાંભળી લો, મતો અપાવવા પડશે. નહિ તો પછી આ બધી સહકારી મંડળીબંડળી જતી રહેશે.

■પબુ માણેક

2019 જૂલાઈમાં ભાજપના ધારાસભ્ય પબુ માણેકે ધણકી આપી હતી કે, થોડા ઘણા સુવર (આરટીઆઈ એક્ટવિસ્ટ) પેદા થઇ ગયા છે.હવે સુધરી જાઓ નહીં તો મરી ગયા. નહીં તો તીસરી આંખ ખુલશે અને શિવ શિવ થશે, એમાં બે મત નથી.

■નારણ કાછડીયા

2019માં ભાજપના અમરેલીના સાંસદ નારણ કાછડીયાના પુત્ર પિયુષે ઠેકેદારોને ધમકી આપી હતી.

■લક્ષ્મણ બારડ

ઓક્ટોબર 2019માં બનાસકાંઠાના રિપોર્ટર કુલદીપ પરમાર અને કૅમેરામૅન આકાશ પરમાર હુમલો કરાયો હતો. કુવારશી ગામમાં ભાજપના સ્થાનિક નેતા લક્ષ્મણ બારડની આશ્રમશાળાનો અહેવાલ આપ્યા બાદ તેના ભાઈ વદનસિંહે પત્રકારોનું અપહરણ કરીને નજીકમાં આવેલા ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા. જ્યાં માર માર્યો હતો.પોલીસ દમન બાબતે બનાસકાંઠામાં પત્રકારોએ કલેક્ટરને આવેદન આપ્યું હતું.

■છબીલ પટેલ

પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ આ પહેલા વિવાદમાં રહ્યા છે. નડિયાદની વિધવા પર બળાત્કાર ગુજારીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની છબીલ પટેલ સામે દિલ્હીમાં ફરિયાદ નોંધાઈ હતી.2018માં ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલના પુત્ર પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. છબીલ પટેલે ધમકીઓ આપી અને બળાત્કાર અને ખૂન કેસમાં તેમની સામે ગુના નોંધાયા હતા.

■ કેસરી સોલંકી

2018માં ભાજપના માતરના ધારાસભ્ય કેસરી સોલંકી લવાલ ગામના સરપંચની ફેંટ પકડીને ઝપાઝપી કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને ભાજપના સાંસદ દેવુસિંહ ચૌહાણ ટેકો આપતા હતા. આ અગાઉ ધારાસભ્ય મહિલા DySP સાથે માથાકૂટ કરી હતી.

■ હીરા સોલંકી

2018 – પીપાવાવમાં જમીન મુક્તિ માટે આંદોલન ચલાવી રહેલા ખેડુતોને આંદોલન બંધ કરવા ભાજપના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ ખેડૂતોને મારી નાખવાની અને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી.

■અનીરૂધ્ધ સિંહ જાડેજા

રિબડાના અનીરૂધ્ધ મહિપત જાડેજાની સાથે ભાજપના અનેક નેતાઓની દોસ્તી છે. તેથી તેની સામે કંઈ થઈ શક્યું નથી. સી આર પાટીલ પ્રમુખ બનતા જે તેને ત્યાં રીબડામાં દરોડો પાડ્યો હતો.

■કાંધલ જાડેજા

2018માં લીલાભાઈ ટપુભાઈ ઓડેદરાએ ધારાસભ્ય કાંધલ જાડેજા સામે ધમકી આપવાની ફરિયાદ નોંધાવી હતી, તેમાં ધારાસભ્ય નિર્દોષ છૂટી ગયા હતા.

■પુનમ મકવાણા

10 વર્ષ પહેલાં પાટડીનાં ધારાસભ્ય પુનમ મકવાણાએ યુવતીના પરિવારને ગાંધીનગરમાં ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરી હતી.ડિસેમ્બર 2018માં રાજકોટમાં ભાજપના હોદ્દેદારે એક પત્રકાર પર હુમલો કર્યો હતો.કે.સી.પટેલ2017માં વલસાડના સાંસદ ડો કે.સી.પટેલએ અધિકારીને ધમકી આપી હતી કે, કોઈ પણ અધિકારી અમારા કાર્યકર્તાઓને હેરાન કરશે એની ખેર નથી.એને જિલ્લામાં નહીં રહેવા દઈએ “

મનસુખ વસાવા ભરૂચના ભાજપના ધારાસભ્ય મનસુખ વસાવાએ અનેક વખત જાહેરમાં ધમકી આપી હતી. મલ ચૌહાણે જણાવ્યું કે, એક સાંસદે ન શોભે તેવું કૃત્ય કર્યું છે અમે તેમની સામે ફોજદારી કાર્યવાહી કરીશુ.2021માં ભાજપના સાંસદ મનસુધ વસાવાએ ધમકી- ‘ભાજપ કાર્યકર્તાને રેલી કરતા રોક્યા તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દઈશ.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

  • Related Posts

    Dahod Sagdapada Road Problem: દાહોદના સાગડાપાડામાં રસ્તાના અભાવે માસૂમ બાળકીનું મોત, મૃતદેહ ખભા પર લઈ જવા મજબૂર થયો પિતા
    • September 4, 2026

    Dahod Sagdapada Road Problem: ગુજરાતના દાહોદ જિલ્લાના અંતરિયાળ સાગડાપાડા ગામમાંથી સામે આવેલી એક કરુણ ઘટનાએ ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં પાયાની સુવિધાઓ અંગે ફરી ગંભીર સવાલો ઊભા કર્યા છે. ગામમાં પાકો…

    Continue reading
    Patan Kirit Patel: પાટણમાં ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન, ધારાસભ્ય કિરીટ પટેલે અધિકારીને સ્થળ પર જ પાણીમાં બેસવા કહ્યું
    • September 4, 2026

    Patan Kirit Patel: પાટણ શહેરના પદ્મનાભ વિસ્તારના વોર્ડ નંબર 11માં છેલ્લા ઘણા મહિનાઓથી ગટરના ગંદા પાણીની સમસ્યાથી સ્થાનિક લોકો પરેશાન હોવાનું સામે આવ્યું છે. સમસ્યાના ઉકેલ માટે વારંવાર રજૂઆતો કરવામાં…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    Dahod Sagdapada Road Problem: દાહોદના સાગડાપાડામાં રસ્તાના અભાવે માસૂમ બાળકીનું મોત, મૃતદેહ ખભા પર લઈ જવા મજબૂર થયો પિતા

    • September 4, 2026
    • 3 views
    Dahod Sagdapada Road Problem: દાહોદના સાગડાપાડામાં રસ્તાના અભાવે માસૂમ બાળકીનું મોત, મૃતદેહ ખભા પર લઈ જવા મજબૂર થયો પિતા

    Patan Kirit Patel: પાટણમાં ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન, ધારાસભ્ય કિરીટ પટેલે અધિકારીને સ્થળ પર જ પાણીમાં બેસવા કહ્યું

    • September 4, 2026
    • 6 views
    Patan Kirit Patel: પાટણમાં ગટરના ગંદા પાણીથી લોકો પરેશાન, ધારાસભ્ય કિરીટ પટેલે અધિકારીને સ્થળ પર જ પાણીમાં બેસવા કહ્યું

    Swatantra Bhardwaj Arrest: દલિતની મારપીટના મામલે દિલ્હી પોલીસનું વચન, 72 કલાકમાં સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ થશે

    • September 4, 2026
    • 6 views
    Swatantra Bhardwaj Arrest: દલિતની મારપીટના મામલે દિલ્હી પોલીસનું વચન, 72 કલાકમાં સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ થશે

    Rajasthan Gvt demolishes School: CJPના ‘શાળા ઠીક કરો’ અભિયાન વચ્ચે મોટી કાર્યવાહી, જયપુરની જર્જરિત સરકારી શાળા તોડી પાડવામાં આવી

    • September 4, 2026
    • 9 views
    Rajasthan Gvt demolishes School: CJPના ‘શાળા ઠીક કરો’ અભિયાન વચ્ચે મોટી કાર્યવાહી, જયપુરની જર્જરિત સરકારી શાળા તોડી પાડવામાં આવી

    Abhishek Banerjee TMC Office Attack: કોલકાતામાં અભિષેક બેનર્જીની TMC કચેરીમાં તોડફોડ, BJP પર હુમલાનો આરોપ

    • September 4, 2026
    • 9 views
    Abhishek Banerjee TMC Office Attack: કોલકાતામાં અભિષેક બેનર્જીની TMC કચેરીમાં તોડફોડ, BJP પર હુમલાનો આરોપ

    SC YouTubers School Ban: સરકારી શાળાઓમાં પત્રકારો અને યુટ્યુબર્સના પ્રવેશ પર પ્રતિબંધને પડકારતી અરજી, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર

    • September 4, 2026
    • 12 views
    SC YouTubers School Ban: સરકારી શાળાઓમાં પત્રકારો અને યુટ્યુબર્સના પ્રવેશ પર પ્રતિબંધને પડકારતી અરજી, સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો કર્યો ઇનકાર