Social media: મોદી સરકારની ટીકા થતાં ગુજરાતમાં બે મહિનામાં જ 6 હજાર એકાઉન્ટ બંધ!!?

                                                                                               Social media

■સ્વતંત્ર ન્યૂઝ ક્રિએટર્સના એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા ;

(દિલીપ પટેલ દ્વારા)

અમદાવાદ, 9 એપ્રિલ 2026 કર્ણાટકમાં અપાયેલી હીટ સ્પીચનો ઉપયોગ ગુજરાતની ચૂંટણીમાં ભાજપ કરી રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગેએ કહ્યું કે ગુજરાતના ગરીબ અને અભણ લોકો મૂર્ખ છે, પણ કર્ણાયકના ભણેલા લોકો મૂર્ખ નથી,તેમનો કહેવાનો મતલબ એ પણ હોય શકે કે ગુજરાતમાં ગરીબી વધારે છે અને શિક્ષણનું પ્રમાણ ઓછું થયું છે. ગુજરાતને અભણ બનાવવામાં આવી રહ્યું છે. પણ અહીં તેમના મતલબનો કોઈ મતલબ નથી પણ ગુજરાત અને દેશમાં સોશિયલ મીડિયા પર રાજકીય ટોળીઓ સરકારની કે તેનાઓની ટીકા કરે તો તેને રીતસર ગા-ળો ભાંડવામાં આવે છે. લોકોને અને નેતાઓને અપમાનીત કરવામાં આવે છે. જાતી, ધર્મ, રીતિ અંગે અપમાનજનક શબ્દો પોસ્ટ અને તેની ટીપ્પણીમાં લખવામાં આવે છે, આવું જ ખડગેના કેસમાં થઈ રહ્યું છે. ખડગે ગુજરાતીઓની માફી માંગી ચુક્યા છે.આઈટી એક્ટ (IT Act) ની કલમ 69A હેઠળ કરવામાં આવે છે, જેમાં ખોટી માહિતી (Fake News), નકલી વીડિયો (Deepfakes), અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા કારણો આપવામાં આવે છે.

■સ્વતંત્ર ન્યૂઝ ક્રિએટર્સના એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા છે.

બે મહિનામાં 1 લાખ 35 હજાર સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરાયા હતા.જેમાં એકાઉન્ટ અને વસતી પ્રમાણે ગુજરાતના 5 ટકા ગણવામાં આવે તો 6 હજાર અને 10 ટકા ગણવામાં આવે તો 13 હજાર એકાઉન્ટસ હોવાની પૂરી સંભાવના ગણી શકાય. જો બંખ કરવાની ઝૂંબેશ સતત ચાલુ રહે તો એક મહિનાના 6 હજાર ગણવામાં આવે તો 12 મહિનાના 72 હજાર ગણી શકાય

■જાન્યુઆરી 2026માં 81 લાખ બ્લોક કરાયા હતા.

ફેબ્રુઆરી 2026માં યુઝર સેફ્ટી રિપોર્ટમાં, WhatsAppએ ભારતમાં 54 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.આ કાર્યવાહી મુખ્યત્વે પ્લેટફોર્મના નિયમોના ઉલ્લંઘન અને ઓનલાઇન સુરક્ષા જાળવવા માટે કરવામાં આવી છે.પ્રોએક્ટિવ બ્લોકિંગ (સ્વયંભૂ કાર્યવાહી): મોટો હિસ્સો યુઝરની કોઈપણ ફરિયાદ આવે તે પહેલાં જ ઓટોમેટેડ સિસ્ટમ દ્વારા શોધી કાઢવામાં આવ્યો હતો અને બ્લોક કરી દેવામાં આવ્યો હતો.પરવાનગી વગર મોટી સંખ્યામાં મેસેજ મોકલવા અથવા બોટ્સ (Bots) નો ઉપયોગ કરવો.યુઝર રિપોર્ટ્સ: અન્ય યુઝર્સ દ્વારા બ્લોક કે રિપોર્ટ કરવામાં આવતા એકાઉન્ટ્સ પર તપાસ બાદ લેવાયેલા પગલાં.

નિયમનકારી અનુ પાલન: આ રિપોર્ટ આઈટી નિયમો, 2021 (IT Rules, 2021) હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જે મુજબ 50 લાખથી વધુ યુઝર્સ ધરાવતા પ્લેટફોર્મ્સે દર મહિને આવી વિગતો આપવી ફરજિયાત છે.સામાન્ય નાગરિકોને અપમાનીત કરાય છે. તેની દરકાર સરકાર કરતી નથી. કારણ કે તેમાં સરકારની ટીકા કરનારાઓ વધારે ભોગ બની રહ્યાં છે.

દેશ અને ગુજરાતમાં સોશિયલ મીડિયાની કેવી હાલત છે તે અંગે જાણવા જેવું છે.એપ્રિલ 2026માં ભારતમાં અનેક ઓનલાઈન એકાઉન્ટ સસ્પેન્ડ કરી દઈને સરકારે ઓનલાઈન સેન્સરશીપ લાદી છે.ન્યૂઝ પ્લેટફોર્મ ‘મોલિટિક્સ’ , 4PM ની યુટ્યુબ ચેનલ બંધ કરી દેવામાં આવી. ફેસબુકે નેશનલ દસ્તક, મોલિટીક્સ અને રાજીવ નિગમના એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા. મેટાએ કાશ્મીરમાં ગ્રેટર કાશ્મીર અને રાઇઝિંગ કાશ્મીર સહિત અનેક એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા છે. કાર્યકર્તાઓ સંદીપ અને ડૉ. નેમો યાદવના ટ્વિટર એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

■પોસ્ટમેન

સોશિયલ મીડિયા સરકારની વિરુદ્ધ થઈ રહ્યું છે, અને સરકાર ડરી ગઈ છે. ફેસબુક પર નેશનલ દસ્તકને આશરે 14 લાખ લોકો ફોલો કરતા હતા.મુંબઈમાં એક કેસ (ખરાત કેસ) હેઠળ, SIT એ આશરે 450 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને 4,650 લિંક્સને હટાવી દીધી છે.2025માં ભારતમાં 8,000 X એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકતા સરકારે એક્ઝિક્યુટિવ ઓર્ડર આપ્યો હતો.2022માં સરકારે 150થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો.

2025માં મેસેજિંગ એપ વોટ્સએપને દેશમાં સાચા સમાચારો, નકલી કે ખોટા સમાચારો ફેલાવનારા સોર્સ શોધી તેનું યોગ્ય સમાધાન શોધવા કેન્દ્રના ઈન્ફર્મેશન ટિકનોલોજી અને પ્રસારણ પ્રધાન રવિ શંકર પ્રસાદ સાથે વોટ્સએપના સીઈઓ ક્રિસ ડૈનિયલે મુલાકાત કરી હતી. વોટ્સએપ પર ખોટા સમાચારો ફેલાય છે, તેનાથી મૉબ લિન્ચિંગ, રિવેન્જ કે રિવેન્જ પોર્ન અંગે કેટલીક સૂચનાઓ આપી હતી. ભારતમાં વોટ્સએપની કોર્પોરેટ ઓફિસ બનાવવા માટે પણ મોદી સરકારે દબાણ કર્યું હતું. પગલાં ભરવા દબાણ કર્યું હતું.

ત્યાર બાદ વોટ્સએપ દ્વારા પગલાં લેવાઈ રહ્યાં છે.વોટ્સએપ અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ફેલાતી અફવાઓ, રાજકીય ખોટા સમાચારો, ખોટા સમાચારોના કારણે ગુજરાતમાં ગંભીર સ્થિતી બની છે.ફેસબુકના 5 કરોડ યૂઝર્સના ડેટાનો દુરુપયોગ કરવાનો આરોપ કેબ્રિજ એનાલિટિકા કંપની પર લાગ્યો હતો. રવિશંકર પ્રસાદે ફેસબુકને ચેતવણી આપી હતી. ભારતમાં જો ડેટાચોરીની ફરિયાદ મળી કે ચૂંટણીને અસર પહોંચાડવાના પ્રયાસની ફરિયાદ સામે આવે તો તેના પર કાર્યવાહી થશે.

કાયદામંત્રીએ કહ્યું જરૂર પડે તો ફેસબુકના માલિક માર્ક ઝૂકરબર્ગને ભારત બોલાવવામાં આવશે.કોંગ્રેસ પાર્ટીએ 2019ના ચૂંટણી પ્રચાર માટે બ્રિટિશ એજન્સી કેમ્બ્રિજ એનાલિટિકાને જવાબદારી સોંપી હતી.IT મામલાની સંસદીય સમિતિએ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપને સમન્સ મોકલી ટ્વિટરના વાઇસ પ્રેસિડેન્ટ અને ગ્લોબલ પોલિસીના હેડ કોલિન ક્રોવેલ અને બીજા અધિકારીયો સંસદની IT કમિટિની સામે હાજર થયા હતા.

■રાજકીય એકાઉન્ટ

ગુજરાતમાં 30 લાખ રાજકીય કાર્યકરો ફેસબુક વાપરે છે. ગુજરાતમાં કોંગ્રેસના 10 લાખ કર્યકરોના ફેસ બુક ખાતા, જ્યારે ભાજપના 20 લાખ જેટલા ફેસબુક હોઈ શકે. જે ફેસબુક એકાઉન્ટ ફેસ બુકે દૂર નથી કર્યા પણ કોંગ્રેસના બનાવટી ફેસબુક એકાઉન્ટ દૂર કર્યા. ફેસબુકે દાવો કર્યો હતો કે તેમણે કોંગ્રેસના 687 પેજ, ગ્રૂપ અને એકાઉન્ટ અપ્રમાણિત અને બિનજરૂરી માહિતી આપતા પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. કોંગ્રેસે ફેસબુક પાસેથી હટાવાયેલા તમામ પેજની યાદી માગી . જેમાં ગુજરાતી ભાષાના પણ કેટલાંક છે. ભાજપના સૌથી વધું ફેક ફેસબુક હોવા છતાં તેના માત્ર 15 ફેસ એકાઉન્ટ રદ કરાયા છે.

ફેસબુકે કોઈ રાજકીય પક્ષ વિરુદ્ધ આવડું મોટું પગલું ભર્યું હોય. ફેસબુકના દુનિયામાં 250 કરોડ ગ્રાહકો છે જેમાં સૌથી વધારે 35 કરોડ યૂઝર્સ ભારતમાં છે. ગુજરાતમાં સૌથી વધું મોબાઈલ ફોન હોવાથી ગુજપાતમાં 3 કરોડથી વધું ફેસબુક એકાઉન્ટ છે. કુલ ફેસબુક એકાફન્ટમાં 4 ટકા એકાઉન્ટ ફેક બનાવવામાં આવે છે. જેમાં ભાજપ સાથે જોડાયેલા સૌથી વધું આગળ છે.ફેસબુકે કહ્યું હતું કે યૂઝર્સ ડુપ્લિકેટ એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને પોતાના કન્ટેન્ટનો પ્રચાર કરવા માટે અને લોકોને આકર્ષવા માટે વિવિધ ગ્રૂપમાં સામેલ થયેલા હતા. તેમના પોસ્ટમાં સ્થાનિક સમાચાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતીય જનતા પાર્ટી જેવા રાજકીય પક્ષની અવગણનાઓનો પણ સમાવેશ થાય છે.

ભાજપના નકલી એકાઉન્ટ 2012થી 15 સુધી રહેલા ભાજપ આઈટી સેલના પૂર્વ કર્મચારી મહાવીરએ દાવો કર્યો છે કે ભાજપના સુપર 150 લોકોની ટીમ ફેક ન્યૂઝનું પુરુ કારખાનું ચલાવે છે. આ ટીમ રોજ ટ્વીટરથી લઈને ફેસબુક સહિતના સોશ્યલ પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ તૈયાર કરે છે, 50 લોકો બીજા હોય છે જે કન્ટેન્ટને નીચે સુધી ફોરવર્ડ કરે છે. પછી તેને રિયલ ટાઈમ પર ટ્રેન્ડીંગમાં લાવવા માટે 20 હજારથી વધુ સદસ્ય કામ પર લાગી જાય છે. બાકી મેમ્બર્સને ખાલી તેને કોપી-પેસ્ટ કરી ફેસબુકથી લઈને ટ્વીટર પર વાયરલ કરવાનું હોય છે. પાર્ટી મુખ્યાલયથી લઈને જિલ્લા અને તાલુકા સ્તર પર ભાજપ આઈટી સેલની ટીમની પહોંચ છે. દરરોજ કામના બદલામાં 1 હજાર રૂપિયા મળે છે.મહાવીરએ કહ્યું કે, બાકી જે સુપર 150માં કામ કરતા હતા તેમને તો સારાએવા સરકારી નોકરી જેવા પગાર મળતો. તેમનું કામ ફેસબુક પર વધુને વધુ ટ્રોલિંગ કરવાનું હતું. જે લોકો ભાજપ વિરુદ્ધ લખતા મળે, તેમની ફેસબુકને રિપોર્ટિંગ કરી પેજ કે અકાઉન્ટ બંધ કરાવી દેવું.

મહાવીરએ કહ્યું કે, દરેક મેમ્બરને 10-10 મોબાઈલ ભાજપના આઈટી સેલમાં કામ કરતા દરેક સદસ્યને લેપટોપ સાથે સાથે 10-10 મોબાઈલ હતા. કોઈ પણ મુદ્દા પર ઓછામાં ઓછા 50 ટ્વીટ કરવાના થતાં. એક જ સાથે દરેક મોબાઈલથી પાંચ-પાંચ ટ્વીટ મેંબર કરે છે. એક સાથે 2 હજાર લોકો પણ જ્યારે કોઈ મેસેજ ટ્વીટ કરે છે તો તે આપો આપ ટ્રેન્ડીંગમાં આવી જાય છે. તેમ મહાવીરએ કહ્યું કે, સેનાથી માંડી મહાપુરુષોના નકલી એકાઉન્ટ પેજ બનાવ્યા. જેના પર 20થી ત્રીસ લાખ ફોલોઅર્સ રહ્યાં. આ પેજ દ્વારા લોકોની ભાવનાઓને ભડકાવનારી પોસ્ટ કરવામાં આવે. દરેક ચીજમાં હિન્દુ-મુસ્લિમ એંગલ શોધીને પોસ્ટ કરવામાં આવે. જેનાથી સામાન્ય જનની પણ ભાવના ભડકે. 1200 જેટલી પ્રોપોગેંડા વેબસાઈટ્સ પણ ભાજપ આઈટી સેલની તરફથી સંચાલીત હોય છે. તેમના સમાચારો દરેક પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવતા રેન્કીંગ પણ સારુ એવું આવે છે એમ મહાવીરએ કહ્યુ હતું,વળી, ભાજપ દ્વારા ઈતિહાસને મરોડીને કે વિકૃત્ત માહિતી આપીને લોકસભાની ચૂંટણી પહેલાં અને ચૂંટણી સમયે ગેરઉપયોગ થાય છે. ગુજરાતમાં એક કરોડ મોબાઈલ ફોનના મીસ કોલ ડેટા ભાજપ પાસે છે તેનો આ રીતે મેસેજ મોકલવમાં થઈ રહ્યો છે.

■મોદી સરકારની ટીકા કરનારાનું ફેસબુક એકાઉન્ટ બંધ કરાયા છે.

દુનિયાભરના કરોડો ફેસબુક યૂઝર્સના વ્યક્તિગત ડેટાનો ઉપયોગ કરીને લોકોની મત આપવાની પ્રક્રિયાને પ્રભાવિત કરવાના આરોપોનો સામનો કરી રહેલી બ્રિટીશ કંપની કેમ્બ્રિજ ઍનાલિટિકા ભારતમાં પણ તેની હાજરી ધરાવે છે. ભારતમાં કેમ્બ્રિજ ઍનાલિટિકા SCL ઇન્ડિયાનો ભાગ છે. તેની વેબસાઇટ અનુસાર આ લંડન સ્થિત SCL ગ્રૂપ અને ઓવ્લેનો બિઝનેસ ઇન્ટેલિજન્સ(OBI) પ્રાઇવેટ લી. નું સંયુક્ત સાહસ છે. કંપનીની વેબસાઇટ મુજબ 10 રાજ્યોમાં તેના 300 કાયમી કર્મચારીઓ અને 1400થી વધારેનો કન્સલ્ટિંગ સ્ટાફ રહ્યો. રાજકીય પક્ષ જેડી(યુ)ના કે.સી. ત્યાગીના પુત્ર અમરિશ ત્યાગી આ કંપનીના વડા છે. જેઓએ ભૂતકાળમાં જાહેરમાં કહ્યું છે કે તેઓ ટ્રમ્પના કૅમ્પેઇનમાં જોડાયેલા હતા. ‘પોલિટિકલ કૅમ્પેન મેનેજમેન્ટ’ની સેવા આપે છે. 2014 અને રાજ્યોની ચૂંટણી ભાજપને જીતવા માટે કેટલીક કંપનીઓએ મદદ કરી હતી.ભાજપ અને કોંગ્રેસ પણ તેના ક્લાયન્ટ્સ રહ્યા.

કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ શર્મા જાહેર કર્યું હતું કે, “ભાજપ માટે ચાર ચૂંટણી કૅમ્પેન સફળતાપૂર્વક મેનેજ કર્યા છે.” આ ચૂંટણીઓમાં વર્ષ 2014ની લોકસભા ચૂંટણીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશની સત્તા મળી હતી. આ એ જ કંપની છે જેણે 2016માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચારમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

 

Related Posts

Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી
  • July 24, 2026

Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી દિલીપ પટેલ અમદાવાદ, 23 જૂલાઈ 2026 Modi Gujarat…

Continue reading
Ahmedabad Waterlogging: અમદાવાદના પોશ વિસ્તારમાં પાણીનો કહેર! મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના વિસ્તારમાં લોકોનો તંત્ર સામે રોષ
  • July 24, 2026

Ahmedabad Waterlogging: રાજ્યના સૌથી વિકસિત શહેર તરીકે ઓળખાતા અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને ફરી ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. શહેરના ઘુમા વિસ્તારમાં આવેલી હરિઓમ વિલા સોસાયટીમાં વરસાદ બાદ સર્જાયેલી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

  • July 25, 2026
  • 3 views
Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ

  • July 25, 2026
  • 6 views
Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ

Dharmendra Pradhan Resignation: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJP, કોંગ્રેસ અને AAPની તીખી પ્રતિક્રિયા

  • July 25, 2026
  • 7 views
Dharmendra Pradhan Resignation: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJP, કોંગ્રેસ અને AAPની તીખી પ્રતિક્રિયા

Dharmendra Pradhan Resignation: જંતર-મંતર આંદોલન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, મોદી સરકારમાં પહેલીવાર આંદોલન બાદ મંત્રીનું રાજીનામું!

  • July 25, 2026
  • 6 views
Dharmendra Pradhan Resignation: જંતર-મંતર આંદોલન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, મોદી સરકારમાં પહેલીવાર આંદોલન બાદ મંત્રીનું રાજીનામું!

Nirmala Sitharaman Paper Leak: પેપર લીક વિવાદ પર નિર્મલા સીતારમણનું નિવેદન ચર્ચામાં, વિરોધ પક્ષો અને વિદ્યાર્થી સંગઠનોનો ભડક્યા

  • July 25, 2026
  • 10 views
Nirmala Sitharaman Paper Leak: પેપર લીક વિવાદ પર નિર્મલા સીતારમણનું નિવેદન ચર્ચામાં, વિરોધ પક્ષો અને વિદ્યાર્થી સંગઠનોનો ભડક્યા

Lalit Modi Case: લલિત મોદી ક્લીનચીટ? આખો FEMA કેસ સરળ ભાષામાં સમજો

  • July 25, 2026
  • 8 views
Lalit Modi Case: લલિત મોદી ક્લીનચીટ? આખો FEMA કેસ સરળ ભાષામાં સમજો