PM Modi: નરેન્દ્ર મોદીએ જેનું જોર શોરથી ઉદઘાટન કર્યુ હતું તે વડોદરા બસ સ્ટેશનનું માળખું ‘ધડામ’ થઈ ગયું! એકનું મોત

PM Modi: આજકાલ તકલાદી બાંધકામો એક પછી એક તૂટી રહયા છે, વિકાસના રૂપાળા નામ હેઠળ ઊતાવળમાં બની ગયેલા રૂપકડા બાંધકામો માત્ર 10-12 વર્ષમાં જ ખખડીને તૂટવા લાગે છે ત્યારે ચૂંટણીઓ ટાંકણે જ વડોદરાનું એરપોર્ટ જેવું બાંધકામ અને પીઓપી સ્ટ્રક્ચર ધરાવતું વડોદરાના બસ સ્ટેશનનું સ્ટ્રક્ચર તૂટી પડતા ભારે ચકચાર મચી ગઇ છે આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત થઈ ગયું છે જ્યારે એકને ઇજા પહોંચી છે.
મૃતક અમદાવાદના ચાંદખેડાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

રૂપિયા 114 કરોડના ખર્ચે બનેલા વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પર આજે ઉપરના ભાગનું સ્ટ્રક્ચર ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી અને બસ વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો આ ઘટના બની ત્યારે સદનસીબે તે જગ્યા ઉપર ભીડ નહિ હોવાથી મોટી જાનહાની ટળી છે અન્યથા મોટી દુર્ઘટના થવાની સંભાવના હતી બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે વડોદરામાં જ્યારે આ પ્રકારનું બસ સ્ટેશન બન્યું ત્યારે રાજ્યભરમાં ચર્ચા હતી અને લોકોમાં એરપોર્ટ જેવા બસ સ્ટેશનનું આકર્ષણ હતું જેનું વર્ષ 2014ના ફેબ્રુઆરી માસમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું હાલ વડોદરા મનપાની ચૂંટણી ટાંકણે જ આ દુર્ઘટના બનતા રાજકારણ ગરમાયુ છે અને ભાજપના રાજમાં તૂટી પડતા પુલ,પાણીની ટાંકીઓ અને હવે બસ સ્ટેશનનું માળખું ચર્ચાનો મુદ્દો બની ગયો છે.
જો,આ જગ્યા ઉપર મુસાફરોની વધુ અવર જવર હોત તો મોટી જાનહાની થઈ જાત ત્યારે નબળા બાંધકામની પોલ ખુલી ગઈ છે અને માત્ર થોડા વર્ષોમાંજ બાંધકામ તૂટી પડ્યું છે આવા બાંધકામ જાહેર જગ્યાએ ભયજનક બની રહયા છે ત્યારે આ પ્રકરણમાં પણ તપાસ જરૂરી બની છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

 

Related Posts

Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી
  • July 24, 2026

Modi Gujarat protests: પૂર્વ મુખ્ય પ્રધાન મોદીના સમયમાં ગુજરાતમાં અનેક વખત લાઠીચાર્જ, 4 વખત જનતાના આંદોલન પર ક્રૂરતાથી પોલીસ તૂટી પડી હતી દિલીપ પટેલ અમદાવાદ, 23 જૂલાઈ 2026 Modi Gujarat…

Continue reading
Ahmedabad Waterlogging: અમદાવાદના પોશ વિસ્તારમાં પાણીનો કહેર! મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના વિસ્તારમાં લોકોનો તંત્ર સામે રોષ
  • July 24, 2026

Ahmedabad Waterlogging: રાજ્યના સૌથી વિકસિત શહેર તરીકે ઓળખાતા અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને ફરી ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. શહેરના ઘુમા વિસ્તારમાં આવેલી હરિઓમ વિલા સોસાયટીમાં વરસાદ બાદ સર્જાયેલી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

  • July 25, 2026
  • 3 views
Dharmendra Pradhan: ધર્મેન્દ્ર પ્રધાનના ઉદયથી પતન સુધીની રાજકીય સફર, વિદ્યાર્થી નેતાથી શિક્ષણ મંત્રી અને અંતે રાજીનામું

Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ

  • July 25, 2026
  • 6 views
Gen Z Protest Uttar Pradesh: યુપીમાં Gen Z આંદોલનનો ડર? યોગી સરકાર હાઈ એલર્ટ પર, 2027ની ચૂંટણી પહેલાં પોલીસને ખાસ સૂચનાઓ

Dharmendra Pradhan Resignation: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJP, કોંગ્રેસ અને AAPની તીખી પ્રતિક્રિયા

  • July 25, 2026
  • 7 views
Dharmendra Pradhan Resignation: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર CJP, કોંગ્રેસ અને AAPની તીખી પ્રતિક્રિયા

Dharmendra Pradhan Resignation: જંતર-મંતર આંદોલન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, મોદી સરકારમાં પહેલીવાર આંદોલન બાદ મંત્રીનું રાજીનામું!

  • July 25, 2026
  • 6 views
Dharmendra Pradhan Resignation: જંતર-મંતર આંદોલન વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, મોદી સરકારમાં પહેલીવાર આંદોલન બાદ મંત્રીનું રાજીનામું!

Nirmala Sitharaman Paper Leak: પેપર લીક વિવાદ પર નિર્મલા સીતારમણનું નિવેદન ચર્ચામાં, વિરોધ પક્ષો અને વિદ્યાર્થી સંગઠનોનો ભડક્યા

  • July 25, 2026
  • 10 views
Nirmala Sitharaman Paper Leak: પેપર લીક વિવાદ પર નિર્મલા સીતારમણનું નિવેદન ચર્ચામાં, વિરોધ પક્ષો અને વિદ્યાર્થી સંગઠનોનો ભડક્યા

Lalit Modi Case: લલિત મોદી ક્લીનચીટ? આખો FEMA કેસ સરળ ભાષામાં સમજો

  • July 25, 2026
  • 8 views
Lalit Modi Case: લલિત મોદી ક્લીનચીટ? આખો FEMA કેસ સરળ ભાષામાં સમજો