Mumbai Election: મહારાષ્ટ્રની ચૂંટણીઓમાં શુ રંધાયું? ‘વાસ્તવિકતા’ મુદ્દે વિશ્લેષક સોહિત મિશ્રાએ શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

Mumbai Election: મહારાષ્ટ્રમાં થયેલી ચૂંટણીઓના આખરે પરિણામો જાહેર થઈ ચૂક્યા છે જેમાં રાજ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા મુજબ,મહારાષ્ટ્રમાં કુલ 29 નગરપાલિકાઓની તમામ 2,869 બેઠકોના પરિણામો આવી ગયા છે જેમાં ભાજપે કુલ 1425 બેઠકો જીતી લીધી છે જ્યારે એકનાથ શિંદેની શિવસેનાને 399 મળી છે અને અજિત પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીને (NCP)નો 167 બેઠકો પર વિજય થયો છે.

દેશ આખાની જેની ઉપર નજર હતી તેવા મુંબઈની બૃહમુંબઈ નગરપાલિકા (BMC)માં 227 વોર્ડના પરિણામો શુક્રવારે જ મોડી રાત્રે જાહેર થઈ ચૂક્યા હતા જેમાં ભાજપે 89, શિવસેનાએ 29, કોંગ્રેસે 24, શિવસેના (UBT)એ 65 અને MNSએ 6 બેઠકો જીતી છે જ્યારે AIMIMને 8, NCPને 3, સમાજવાદી પાર્ટીને 2 અને NCP (SP)ને માત્ર એકજ બેઠક મળી હતી આ ઉપરાંત નાગપુર, પુણે, થાણે, નવી મુંબઈ, પિંપરી ચિંચવડ અને નાસિકમાં પણ ભાજપ ગઠબંધનને જ જીત મળી હોવાનું જાહેર કરાયુ છે.

બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપ ગઠબંધને 227 બેઠકોમાંથી 118 બેઠકો ઉપર જીત હાંસલ કરી છે જે પૈકી ભાજપે એકલા હાથે 89 બેઠકો જીતી હતી, જ્યારે શિવસેના (શિંદે) એ 29 બેઠકો ઉપર કબ્જો જમાવ્યો છે આમ,બન્નેના ગઠબંધનમાં 118 બેઠક મળી છે.

આ બધા વચ્ચે એક ખાસ નોંધપાત્ર બાબત એ રહેશે કે મુંબઈને ચાર વર્ષ બાદ મેયર મળશે મહત્વનું છે કે છેલ્લે મેયર પદ સંભાળનાર શિવસેનાના કિશોરી પેડણેકર હતા જેઓ તા. 22 નવેમ્બર, 2019 થી 8 માર્ચ, 2022 સુધી મેયર રહયા હતા. બાદમાં શિવસેનામાં ભંગાણ પડ્યું હતું.

સાથેજ એ વાત પણ નોંધનીય છે કે નગર નિગમ ચૂંટણી છેલ્લે ફેબ્રુઆરી 2017 માં થઈ હતી જેમાં કાઉન્સિલરોનો પાંચ વર્ષનો કાર્યકાળ 7 માર્ચ, 2022 ના રોજ પૂરો થઈ ગયો હતો હવે 2026ના પરિણામો આવતા નવા મેયરની નિમણૂક સાથે આખું માળખું નક્કી થશે.
દરમિયાન મહારાષ્ટ્રની આ ચૂંટણી ઓ અંગે The Gujarat Reportના MD મયુર જાની સાથે મહારાષ્ટ્રના વિશ્લેષક સોહિત મિશ્રાએ પોતાનું મંતવ્ય રજૂ કરી સ્થાનિક રાજકારણ અંગે પ્રકાશ પાડ્યો હતો જે જોવાનું ચૂકશો નહિ ખૂબજ રસપ્રદ વિશ્લેષણ જોવા માટે નીચે આપેલો વિડીયો જુઓ પ્રસ્તુત છે વિડીયો

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!
  • March 26, 2026

BJP Learder: ભાજપના નેતાઓ સામે ગંભીર આક્ષેપ કરતો BOBBY GATE કાંડ અચાનક કેમ પ્રકાશમાં આવ્યો છે? અને જેઓને ખબર નહોતી તેવા ન્યુ જનરેશનમાં આ વીડિયો ઉત્સુકતા જન્માવી રહ્યો છે. ભાજપ…

Continue reading
Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!
  • March 26, 2026

Narendramodi: ભારતમાં ધીરેધીરે ગેસ કટોકટી બાદ હવે ડીઝલ-પેટ્રોલ શોર્ટજની અછત દેખાવા લાગી છે. દેશભરમાં ‘નયારા એનર્જી’દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો છે જેમાં પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લિટર અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

  • March 27, 2026
  • 4 views
Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

  • March 26, 2026
  • 6 views
BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!

  • March 26, 2026
  • 12 views
Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!

Gujarat Politics: બોગસ આદિવાસી પ્રમાણ પત્રથી મંત્રી પણ બની શકાય છે!આદિવાસી સમાજને ન્યાય ક્યારે મળશે?

  • March 26, 2026
  • 7 views
Gujarat Politics: બોગસ આદિવાસી પ્રમાણ પત્રથી મંત્રી પણ બની શકાય છે!આદિવાસી સમાજને ન્યાય ક્યારે મળશે?

PM Modi: મોદી સાહેબનો ‘ગટરનો ગેસ’ ખરા સમયે જ કામ ન લાગ્યો! તો શું એ વાત માત્ર મિમિક્રી હતી??

  • March 26, 2026
  • 10 views
PM Modi: મોદી સાહેબનો ‘ગટરનો ગેસ’ ખરા સમયે જ કામ ન લાગ્યો! તો શું એ વાત માત્ર મિમિક્રી હતી??

PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!

  • March 26, 2026
  • 9 views
PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!