
Mumbai: લોકમાન્ય તિલક ટર્મિનસથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. ગોરખપુરથી મુંબઈ આવી રહેલી કુશીનગર એક્સપ્રેસ ટ્રેનના શૌચાલયમાં કચરાપેટીમાંથી 5 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો, માહિતી મળતાં જ RPF અને GRP ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોતાના કબજામાં લઈ રાજાવાડી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.
મુસાફરોએ રેલવે સ્ટાફને જાણ કરી
એક્સપ્રેસના એસી કોચ B2 ના બાથરૂમમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. લાશ ત્યાં રાખેલા કચરાપેટીમાં છુપાવેલી હતી. જ્યારે મુસાફરોએ આ શંકાસ્પદ સ્થિતિ જોઈ ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા અને તાત્કાલિક રેલવે સ્ટાફને જાણ કરી.સ્ટાફે પોલીસને કોલ કર્યો ત્યારે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો.
રેલ્વે અધિકારીઓ તાત્કાલિક પહોંચ્યા
માસૂમ બાળકનો મૃતદેહ મળતાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસ અને રેલ્વે અધિકારીઓ તાત્કાલિક પહોંચ્યા અને કેસની તપાસ હાથ ધરી. મુસાફરોને પૂછપરછ માટે રોકવામાં આવ્યા હતા અને કેસ વિશે સંપૂર્ણ માહિતી એકઠી કરવામાં આવી હતી. તેમને કહ્યું આ ઘટના ખૂબ જ ગંભીર છે કોઈપણ ખૂણાને અવગણવામાં આવશે નહીં
પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી
પોલીસની શરૂઆતની તપાસમાં એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાળકનું અપહરણ કોઈ બહારના વ્યક્તિ દ્વારા નહીં પરંતુ તેના પોતાના સંબંધીએ કર્યું હતું. આ કેસમાં તેના પિતરાઈ ભાઈની સંડોવણીની શંકા છે. હાલમાં, પોલીસે તેની સાથે સંકળાયેલા ઘણા લોકોની પૂછપરછ શરૂ કરી છે અને સંભવિત પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:
Ahmedabad: સેવન્થ ડે સ્કૂલ પર ફરી સ્થિતિ બેકાબૂ, પોલીસનો લોકો પર લાઠીચાર્જ, ભારે વિરોધ
Lipulekh Dispute: લિપુલેખ વિવાદ શું છે?, જેના પર ભારત-નેપાળ ફરી આમને સામને આવી ગયા?
Ahmedabad: ભ્રષ્ટાચારના પ્રતિકનું પતન, ખોખરા બ્રિજ તોડવાનું શરું, જુઓ