નડિયાદમાં પત્નીના હત્યા કેસમાં પતિને આજીવન કેદ, જાણો વધુ | Nadiad

Nadiad wife murder case:  નડિયાદ જીલ્લા કોર્ટે દેશી તમંચાથી ફાયરિંગ કરી પત્નીનો જીવ લેનાર પતિને આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે. આ હત્યાની ઘટના નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં બે વર્ષ ઉગાઉ બની હતી.

માહિતી અનુસાર નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી નવરંગ ટાઉનશિપ બહાર 15/03/2023ના રોજ પતિ રસિક જેઠા પરમારે બપોરે પોતાની પત્નીને એના ઘરની સોસાયટીની બહાર દેશી તમંચાથી ફાયર કરીને છાતીમાં ગોળી મારીને મોતના  મુખમાં ધકેલી દીધી હતી. આરોપીએ એક રાઉંડ ફાયરિંગ કરી પત્ની નિમિષાની હત્યા કરી હતી. એટલું જ નહીં, જમીન પર ઢળી પડેલી પત્ની પર પોતાનું એક્ટિવા પણ ફેરવી દીધું હતું. જે બાદ પોલીસે તેની ધરપડડ કરી લીધી હતી. ત્યારે બે વર્ષ બાદ નડિયાદ જીલ્લા કોર્ટે તેને સજા આપી છે.

આરોપીને આ કલમ હેઠળ સજા અને દંડ

આ કામના આરોપી રસિકને ઈપીકો કલમ 302 માં આજીવન કેદની સજા, રૂ.10 હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા, ઈપીકો કલમ 323 માં ત્રણ માસની સજા અને આર્મ્સ એક્ટમાં ત્રણ વર્ષની સજા અને રૂ.5 હજારનો દંડ અને દંડ ન ભરે તો ત્રણ મહિનાની કેદનો હુકમ કોર્ટે કર્યો છે.

કેમ કરી હત્યા?

રસિક પરમારના નિમિષાબહેન સાથે બીજા લગ્ન હતા. પહેલી પત્નીના ઘરે જઈ તેઓ પૈસા આપતા જેને લઈ નિમિષાબહેન સાથે ઘરમાં ઝઘડા થતાં હતા. સાથે સાથે નિમિષાબેન પરમારે તેમના પતિ રસિક પરમાર સામે ભરણપોષણનો કેસ કર્યો હતો. આ કેસની કોર્ટમાં તારીખ હતી. આ કેસમાં સમાધાન ન કરતાં ઉશ્કેરાઈને રસિક પરમારે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી નવરંગ ટાઉનશિપ પાસે જાહેરમાં જ નિમિષા પર ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી.

આ પણ વાંચોઃ

‘ઉત્તરાખંડમાં મારું મંદિર…’ કહેતા જ ભક્તો ઉર્વશી રૌતેલા પર રોષે ભરાયા, વાંચો વધુ | Urvashi Rautela

Delhi માં ‘લેડી ડોન’ ઝિકારાનો ‘આતંક’, 17 વર્ષિય કિશોરની હત્યામાં હાથ!, હિંદુઓએ માંગી મદદ!

Rajkot: બાળકીના ગુપ્તાંગમાં પેન નાખ્યાના આક્ષેપ, કર્ણાવતી સ્કૂલની શિક્ષિકાએ આક્ષેપોને નકાર્યા

Valsad: મેલડી માતા આવ્યા!, 22 યુવતીના શરીર પર દીવડા પ્રગટાવ્યા, દાઝી જતાં મોત

Andhra Pradesh: પતિએ ગર્ભવતી પત્નીની કરી હત્યા, 3 વર્ષ પહેલા કર્યા હતા પ્રેમલગ્ન

Related Posts

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees
  • October 28, 2025

Kutch  Mangrove Trees: કચ્છ નજીક આવેલ પાકિસ્તાનના બોર્ડરના જંગલ વિસ્તારમાં મોટાપાયે મેન્ગ્રોવના વૃક્ષોનો નાશ થયો છે. સ્થાનિક લોકો અને વન વિભાગ કબૂલે છે અહીં વૃક્ષો ઓછા થયા છે. જો કે…

Continue reading
Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો
  • October 28, 2025

Ahmedabad: અમદાવાદમાંથી એક અજૂગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સી.એજી રોડ પર આવેલી ડિઝાઈર શોપના દરજીએ ગ્રાહને લગ્ન પ્રસંગ પહેલા બ્લાઉઝ ના સીવી આપવા બદલ ગ્રાહક કમિશને 7 હજાર દંડ ફટકાર્યો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

  • October 28, 2025
  • 6 views
કચ્છમાં મોટા પ્રમાણમાં મેન્ગ્રોવ ઉછેરવાનો દાવો PM મોદીનો ખોટો? | Mangrove Trees

BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

  • October 28, 2025
  • 5 views
BOTAD:કપાસના કળદા વિવાદમાં મોદીની બેઇમાની, 2010 માં મનમોહનને જવાબદાર ઠેરવતા આજે તો પોતાની જ સરકારની નીતિઓએ ખેડૂતોને બરબાદ કર્યા!

8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

  • October 28, 2025
  • 13 views
8th Pay Commission: 8મા પગાર પંચની રચનાને કેન્દ્ર સરકારે આપી મંજૂરી, 18 મહિનામાં ભલામણો આપશે, જાણો વધુ

Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

  • October 28, 2025
  • 16 views
Ahmedabad: લગ્ન પહેલા બ્લાઉઝ ના સીવી આપવો દરજીને ભારે પડ્યુ, 7 હજારનો ફટાકર્યો દંડ, જાણો સમગ્ર મામલો

Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

  • October 28, 2025
  • 10 views
Jaipur Bus Fire accident: જયપુરમાં મોટો અકસ્માત! બસ હાઇટેન્શન વાયર સાથે અથડાઈ, 2 લોકોના મોત, અનેક ઘાયલ

રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર

  • October 28, 2025
  • 24 views
રાજ્યની APMC ના ગોડાઉનો પર રાજકીય વગ ધરાવતાં લોકોનો કબ્જો!, ખેડૂતો વાહનોમાં માલ રાખવા મજબૂર