Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં PM મોદીનું નામ કેમ આવ્યું? અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપસ્ટિનને કેમ મળ્યા? જુઓ વિશેષ અહેવાલ

Narendramodi: ‘એપસ્ટિન ફાઈલ્સ’માં ભારતના વડાપ્રધાન મોદીનું નામ ઉછળતા ભારે ચર્ચા ઉઠી છે, સાથે સાથે ભારતના ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરીના નામ પણ સામે આવ્યા છે જેની અગાઉ ખૂબ ચર્ચા ચાલી હતી કે ભારતના કેટલાક નામો ખુલી શકે છે અને હવે બીજા રાઉન્ડમાં ખુલ્યા પણ છે,જોકે તેનો હેતુ શુ હતો તે પણ જણાવાયું છે,અંબાણી અને હરદીપ સિંહ પુરીના નામોએ પણ સબંધિત વર્તુળોમાં ચર્ચા જગાવી છે,એપ્સટાઈને લખેલા ઈમેઈલમાં પીએમ મોદીની 2017ની ઈઝરાયલ મુલાકાતનો ઉલ્લેખ છે જેમાં ટ્રમ્પ માટે પોતાના કહેવાથી મોદીએ ડિસ્કો કર્યો હોવાનો દાવો કર્યો છે.

‘એપસ્ટિન ફાઈલ્સ’માં ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરી એપ્સટાઈને વ્યવસાય અને નેટવર્કિંગ હેતુઓ માટે પોતાનો સંપર્ક કર્યો હોવાનું કહેવામાં આવ્યું છે,ફાઇલો દર્શાવે છે કે એપ્સટાઈને પોતાને ભારતીય હિતો અને યુએસ રાજકીય વ્યક્તિઓ (જેમ કે સ્ટીવ બેનન) વચ્ચે “કનેક્ટર” તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે 2019ની ચૂંટણી દરમિયાન મોદીના એક કથિત “પ્રતિનિધિ” સાથે મુલાકાત કરવાનો પણ દાવો કર્યો હતો,ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) આ દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે, તેમને “દોષિત ગુનેગાર દ્વારા કચરા જેવા વિચારો” ગણાવ્યા છે સરકારનું કહેવું છે કે પીએમની ઈઝરાયલ મુલાકાત સંપૂર્ણપણે સત્તાવાર અને રાજદ્વારી હતી,દસ્તાવેજોમાં ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને ભાજપના નેતા હરદીપ સિંહ પુરીના નામોનો પણ ઉલ્લેખ છે, જેમનો એપ્સટાઈને કથિત રીતે વ્યવસાય અને નેટવર્કિંગ હેતુઓ માટે સંપર્ક કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે અમેરિકા જ નહીં પણ વિશ્વભરમાં ભારે ચકચાર જગાવનાર 14 વર્ષથી નાની ઉંમરની કુમળી બાળકીઓનું શારીરિક શોષણ કરનાર જેફ્રી એપસ્ટિન વૈભવી ટાપુ ઉપર ઐયસી કરતો હતો અને તેના મિત્રોને પણ આ બાળકીઓ સેક્સ માટે સોંપી દેતો હતો આ બધી છોકરીને તે છેતરીને ટાપુ ઉપર લાવ્યા બાદ તેઓની જિંદગી બરબાદ કરતો હતો,તેના કાળા કરતૂતોની નવી ફાઈલ્સ જાહેર થઈ છે જેમાં અનેક એવા લોકોના નામો સામે આવ્યા છે જેની કોઈ કલ્પના કરી શકે નહીં.

‘એપસ્ટિન ફાઈલ્સ’માં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વ નેતાઓના નામો છે. 1990 અને 2000ના દાયકામાં તેના સંબંધો બિલ ક્લિન્ટન, ડોનાલ્ડ ટ્રમ્પ, પ્રિન્સ એન્ડ્રુ અને બિલ ગેટ્સ જેવી રાજકીય અને ફિલ્મી જગતની મોટી હસ્તીઓ સાથે હતા.

એપ્સ્ટેઇનની ડાયરી, તેમના પત્રો, ઇમેઇલ્સ અને અન્ય દસ્તાવેજો સહિત લગભગ 30 લાખ દસ્તાવેજો જાહેર કરાયા છે જેમાં ચોંકાવનારા વિડીયો અને ઈમેઈલ સામે આવ્યા છે,આ આખા પ્રકરણ મામલે સિનિયર પત્રકાર મયુર જાની, અરુણ દીક્ષિત અને મેહુલ વ્યાસ વચ્ચે વિસ્તૃત ચર્ચા અને વિશ્લેષણ કરવામાં આવ્યું છે તે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ
  • March 22, 2026

PM Modi: ઈરાન સંઘર્ષને કારણે ભારતમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં વધારો, મોંઘવારીમાં વૃદ્ધિ, શેરબજારમાં અસ્થિરતા અને સપ્લાય ચેઈનમાં અવરોધ જેવી અસરો શરૂ થઈ ચૂકી છે. LPG ગેસની અવેજીમાં નિત…

Continue reading
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!
  • March 21, 2026

Narendramodi:  દેશમાં ગેસનું મહા સંકટ ઉભું થયું છે અને લોકો ગેસ લેવા લાઈનો લગાવીને ઉભા હોવાના દ્રશ્યો જોવા મળી રહયા છે પણ સરકાર આ બધું માનવા તૈયાર નથી એક પત્રકારે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

  • March 23, 2026
  • 5 views
Rich Temples: ધનવાન ભગવાનના ખજાનાની રકમ લોક કલ્યાણમાં વપરાશેતો દેશની અડધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે! જુઓ, વરીષ્ઠ પત્રકાર મયુર જાની શુ કહે છે!

Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

  • March 23, 2026
  • 8 views
Narendra Modi: મોદીજી,”અબ ઝોલા ઉઠાઇયે ઔર ચલ પડો!” સંજય રાઉતે PM પર કર્યા આકરા પ્રહાર

Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

  • March 23, 2026
  • 13 views
Bhavnagar News: ભાવનગરમાં ગુનેગારોના રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફરી વળ્યાં! મહિલાઓમાં મચી રોકકળ

War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

  • March 22, 2026
  • 8 views
War Update: ઈરાને ઈઝરાયેલ ઉપર કરેલા શક્તિશાળી હુમલામાં 100ના મોત? નેતન્યાહૂ ઈરાન ઉપર પરમાણુ એટેક કરી શકે!! વિશ્વભરમાં ચિંતા

Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

  • March 22, 2026
  • 4 views
Pakistan News: પાકિસ્તાનમાં લશ્કર કમાન્ડરની હત્યા, ભારતે જ્યાં હુમલો કર્યો હતો તે જ સ્થળે મૃત હાલતમાં મળ્યો!

PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ

  • March 22, 2026
  • 13 views
PM Modi: દેશમાં PM મોદીને પસંદ ‘રીલ કલ્ચર’ અને ‘આફતમાં અવસર’શોધવાનું જાણે ભારતીયોને ફાવી ગયું છે! જુઓ ખાસ વિશ્લેષણ