Modi: વિશ્વની મહાસત્તાઓમાં વર્ચસ્વની હોડ વચ્ચે ભારત ફરી ગુલામીના માર્ગે? યુદ્ધની સ્થિતિમાં મોદી બંગાળ કબ્જે કરવા નીકળ્યા!!

Modi: ઈરાન-ઇઝરાયેલ યુદ્ધનો માહોલ હવે ધીરે ધીરે ગંભીર બનતો જઈ રહ્યો છે, ખાડી દેશોમાં તણાવ છે, કતારના LNG પ્લાન્ટ પર હુમલા બાદ ભારત માટે ગેસ અને ક્રૂડ ઓઈલની આયાત પર ગંભીર સંકટ સર્જાયું છે.ભારત પોતાની 40% LNG અને 50% ક્રૂડ ઓઈલ આ માર્ગેથી આયાત કરે છે. આ કટોકટી વચ્ચે રસોઈ ગેસ (LPG) ના ભાવમાં ₹60 નો વધારો ઝિંકી દીધો છે હજુ આગળ શું થશે તે ખબર નથી.

હાલ તો ભારત માત્ર ટ્રમ્પ કહે તેટલુંજ કરી રહયાનું ચિત્ર સમગ્ર વિશ્વમાં પ્રસરી ચૂક્યું છે, ટ્રમ્પે રશિયા પાસેથી સસ્તું ઓઇલ નહિ ખરીદવા ભારતને હુકમ કર્યો એટલે બંધ કર્યું અને ટ્રમ્પે કીધું ત્યાંથી લીધું હવે યુદ્ધ શરૂ થયું અને ટ્રમ્પે કહ્યું 30 દિવસ સુધી ભારત રશિયા પાસેથી તેલ ખરીદી શકે તેવી દયા દાખવી અને આ વખતે રશિયાએ બિલકુલ શરમ રાખ્યા વગર કહી દીધું હવે સસ્તું તેલ નહિ મળે પણ વધુ ભાવ ચૂકવવા પડશે પોષાય તો લો નહિ તો કઈ નહિ.

આમ,ભારતની શરમ હવે રશિયાએ રાખી નહિ અને ટ્રમ્પના કારણે સબંધ બગડ્યા એજ રીતે ઈરાન સાથે પણ સબંધ બગડ્યા કેમકે મોદીએ ખામીનીના મોત ઉપર ચૂપ રહયા અને ઈરાન પરના હુમલા કે ભારતના ગેસ્ટ જહાજને તોડી પાડવા માટે પણ ચૂપ રહયા તેથી હવે ઇરાને પણ ભારતીય ધ્વજ વાળા જહાજોને હોર્મુઝ સ્ટ્રેટ માર્ગેથી આવવાની છૂટ આપી નથી માત્ર ચીનના જહાજ પસાર થવા છૂટ આપી કેમકે ચીને ટ્રમ્પના હુમલાનો ખુલીને વિરોધ કર્યો હતો તેથી ચીન અને રશિયા ઉપર ઈરાન ભરોસો કરી રહ્યું છે અને સંકટ સમયે સાથ આપ્યો.
જ્યારે ભારત ટ્રમ્પના ડરથી કઈ બોલી શકે તેમ નથી તેથી ભારત ફરી એકવાર ગુલામી તરફ આગળ વધી રહ્યાની વાતો ચર્ચાનો વિષય બની છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ હવે ભારત માટે આર્થિક અને સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર ચિંતાઓ લાવી શકે છે.

મુખ્ય અસરોમાં કાચા તેલના ભાવમાં વધારો, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી તેલ પુરવઠામાં વિક્ષેપ, ડ્રાય ફ્રૂટ્સ જેવી ઈરાની આયાત મોંઘી થવી, શેરબજારમાં અસ્થિરતા અને લોજિસ્ટિક્સ ખર્ચમાં વધારો સામેલ છે, જે ભારતમાં મોંઘવારી વધારી શકે ભારતની મોટાભાગની તેલ આયાત, ફાર્માસ્યુટિકલ, ખાતર અને પેટ્રોકેમિકલ શિપમેન્ટ ખોરવાઈ જશે, ભારત તેની ક્રૂડ ઓઇલની આશરે 50% થી વધુ આયાત હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માર્ગે મધ્ય પૂર્વના દેશોમાંથી કરે છે, જે ભારતની ઊર્જા સુરક્ષા માટે નિર્ણાયક માર્ગ છે. આ સાંકડો દરિયાઈ માર્ગ પર્શિયન અખાતને ઓમાનના અખાત સાથે જોડે છે. આ માર્ગમાં કોઈપણ અસ્થિરતાથી ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અને પુરવઠા પર સીધી અસર પડી શકે છે.

આમ,દેશ ઉપર મોટું સંકટ તોળાઈ રહ્યું છે ત્યારે મોદી દેશમાં થનારી ચૂંટણીઓમાં પડ્યા છે અને જ્યાં નિવેદન આપવાના છે ત્યાં કઈ બોલતા નથી અને રાજકીય પક્ષોમાં ચાલતા ચૂંટણી લક્ષી મુદ્દાઓ પર દલીલો કરી રહયા હોવાનું વિશ્લેષકોનું માનવું છે ત્યારે આ મુદ્દા ઉપર સિનિયર પત્રકારો મયુર જાની તેમજ રાજેશ ઠાકર અને મેહુલ વ્યાસ દ્વારા વિસ્તુત ચર્ચા કરી વિશ્લેષણ કરવામાં આવ્યું હતું જે જોવાનું ચૂકશો નહિ,પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Narendramodi: શુ ભારતની મોદી સરકાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સંચાલિત છે? જુઓ ખાસ વિશ્લેષણ
  • March 9, 2026

Narendramodi: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના બંગાળ પ્રવાસ દરમિયાન થયેલા પ્રોટોકોલ ભંગના વિવાદ બાબતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરોધમાં ઉતરી પડ્યા છે અને મમતા બેનર્જી ઉપર પ્રહાર કરી રહયા છે ત્યારે લોકોમાં…

Continue reading
Modi: બંગાળમાં રાષ્ટ્રપતિના કથિત અપમાન મુદે મોદીનું તરત રિએક્શન આવ્યું પણ ટ્રમ્પ સામે મોદી મૌન કેમ બની જાય છે?! જુઓ ,ખાસ વિશ્લેષણ
  • March 8, 2026

Modi: પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ‘અપમાન’નો મુદ્દો ગરમાયો છે,હવે કેન્દ્રીય ગૃહ સચિવે આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ પાસેથી જવાબ માંગ્યો છે,બંગાળના મુખ્ય સચિવને એ પણ પૂછવામાં આવ્યું છે…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

BJP: ભાજપ 25 વર્ષોથી ગામડાઓના વિકાસની વાતો કરે છે! પણ અમલ થતો નથી! લોકો ગામડાઓ છોડી રહયા છે!

  • March 10, 2026
  • 2 views
BJP: ભાજપ 25 વર્ષોથી ગામડાઓના વિકાસની વાતો કરે છે! પણ અમલ થતો નથી! લોકો ગામડાઓ છોડી રહયા છે!

Modi: વિશ્વની મહાસત્તાઓમાં વર્ચસ્વની હોડ વચ્ચે ભારત ફરી ગુલામીના માર્ગે? યુદ્ધની સ્થિતિમાં મોદી બંગાળ કબ્જે કરવા નીકળ્યા!!

  • March 10, 2026
  • 5 views
Modi: વિશ્વની મહાસત્તાઓમાં વર્ચસ્વની હોડ વચ્ચે ભારત ફરી ગુલામીના માર્ગે? યુદ્ધની સ્થિતિમાં મોદી બંગાળ કબ્જે કરવા નીકળ્યા!!

Iran War: ડોનાલ્ડ ટ્રમ્પનું અટ્ટહાસ્ય “મને ઈરાની જહાજો ડુબાડી દેવામાં મજા આવે છે!”અભિમાની ટ્રમ્પની આ હરકત જોઈ વિશ્વ ચોંકી ઉઠ્યું!

  • March 10, 2026
  • 8 views
Iran War: ડોનાલ્ડ ટ્રમ્પનું અટ્ટહાસ્ય “મને ઈરાની જહાજો ડુબાડી દેવામાં મજા આવે છે!”અભિમાની ટ્રમ્પની આ હરકત જોઈ વિશ્વ ચોંકી ઉઠ્યું!

AI: જેનો ડર હતો તે થયું! AI એ કંઈક એવું કર્યું કે વૈજ્ઞાનિકો ચોંકી ઉઠ્યા!!

  • March 10, 2026
  • 5 views
AI: જેનો ડર હતો તે થયું! AI એ કંઈક એવું કર્યું કે વૈજ્ઞાનિકો ચોંકી ઉઠ્યા!!

Nawaz Sharif: પાકિસ્તાનમાં મોંઘવારી વધતા નેતાઓ પગાર નહિ લે ! સાંસદમાં પગારમાં પણ 25 ટકા ઘટાડો!

  • March 10, 2026
  • 6 views
Nawaz Sharif: પાકિસ્તાનમાં મોંઘવારી વધતા નેતાઓ પગાર નહિ લે ! સાંસદમાં પગારમાં પણ 25 ટકા ઘટાડો!

Iran War: ઈરાન યુદ્ધની ભારતીય નાગરિકોના રસોડા સુધી અસર : ગેસ સિલિન્ડરના ભાવો વધ્યા! રિફિલ બુકીંગ નિયમો પણ બદલાયા!

  • March 10, 2026
  • 9 views
Iran War: ઈરાન યુદ્ધની ભારતીય નાગરિકોના રસોડા સુધી અસર : ગેસ સિલિન્ડરના ભાવો વધ્યા! રિફિલ બુકીંગ નિયમો પણ બદલાયા!