Narendramodi: ભાજપનો “સનાતની ઢોંગ” ખુલ્લો પડ્યો! શંકરાચાર્યનું અપમાન અને સાધુઓની ચોટલીઓ પકડીને કેમ માર્યા? જાણો, મોટો ખુલાસો

Narendramodi: ભાજપની યોગી સરકાર એક તરફ સનાતની ધર્મની વાતો કરી હિન્દૂ-મુસલમાન વાળું કરી રહી છે અને બુલડોઝર બાબા કહેડાવી રોલા પાડી રહી છે તો બીજી તરફ પ્રયાગરાજમાં અમાવશ્યાનું સ્નાન કરવા માઘ મેળામાં જઈ રહેલા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદના કાફલા ઉપર પોલીસે કારો કેર વર્તાવી દોગલા ચહેરાનું વરવું પ્રદર્શન કર્યું છે.

એકતો શંકરાચાર્યની પાલખી પોલીસે અટકાવી તેઓનો વર્ષો જૂનો પ્રોટોકોલ તોડ્યો પાલખી પોલીસે ઢસડી તેમાં છત્ર તૂટી ગયું અને અપમાન થયું તેમના શિષ્યો અને સાધુના વાળ ખેંચીને મારઝૂડ કરવામાં આવી આ પ્રકારના દ્રશ્યો હિન્દૂઓને જ હચમચાવી ગયા છે માઘ મેળામાં સાધુઓની ચોટલીઓ પકડીને જે રીતે ઢસડવામાં આવ્યા તે બધાએ વાયરલ વીડિયોમાં જોયું SOGની ટીમે જે રીતે શંકરાચાર્યના રથને ધક્કો મારીને બહાર કાઢી નાખ્યો તે પણ જોયું આ વીડિયોમાં સનાતન પ્રત્યેની વાતોનો ભાંડો ફૂટી ગયો છે.

મેળામાં રથ લઈને જવા દરમિયાન શંકરાચાર્યને રથમાંથી ઉતરીને પગપાળા જવાનું કહ્યું અને બખેડો થયો આવું પહેલા ક્યારેય થયું નથી સાધુઓ તેના એક નિયત પ્રોટોકોલ મુજબ રથ લઈને જતા હોય છે અને વર્ષોથી આ થઈ રહ્યું છે આના પર દલીલ થઈ, પછી જોતજોતામાં વિવાદ વધ્યો અને પોલીસે શંકરાચાર્યના તમામ સમર્થકોને કસ્ટડીમાં લઈ લીધા.

બાદમાં શંકરાચાર્યની પાલખીને ખેંચીને સંગમથી 1 કિમી દૂર લઈ જવામાં આવી. આ દરમિયાન પાલખીનું છત્ર પણ તૂટી ગયું. શંકરાચાર્ય સ્નાન પણ કરી શક્યા નહીં અને તેઓ સુન્ન થઈ ગયા અને ઉપવાસ ઉપર બેસી ગયા અને આ ઘટના યોગી અદિત્યનાથના ઈશારે થયાનું કહ્યું છે.

આ સમગ્ર ઘટનાથી નારાજ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે પોતાના કેમ્પમાં ધરણા શરૂ કર્યા છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી પોલીસ વહીવટીતંત્ર તેમને સન્માન અને પ્રોટોકોલ સાથે નહીં લઈ જાય ત્યાં સુધી તેઓ ગંગામાં સ્નાન નહીં કરે

પ્રયાગરાજ માઘ મેળામાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ તેજ જગ્યા ઉપર ધરણાં પર બેઠા છે, જ્યાં પોલીસે તેમનો રથ છોડી દીધો હતો તેઓ પોતાના પંડાલમાં આખી રાત ઠંડીમાં ધરણાં પર પસાર કરી હતી અને 20 કલાકથી અનાજનો એક દાણો પણ ગ્રહણ કર્યો નથી અને પાણી પીવાનું પણ છોડી દીધુ છે.

જ્યાં સુધી પોલીસ પ્રશાસન સન્માન પૂર્વક તેઓના પ્રોટોકોલ મુજબ ત્યાંથી નહીં લઈ જાય, ત્યાં સુધી ગંગા સ્નાન નહીં કરવા પ્રણ લીધું છે,તેઓએ સવારે પોતાની પૂજા અને દંડ તર્પણ તે જ સ્થળે કર્યુ હતું અને ત્યાંજ ઘરણા શરૂ કર્યા છે.

આ મુદ્દો દેશભરમાં ચર્ચાસ્પદ બન્યો છે છતાં RSS અને ભાજપ મૌન થઈ ગયું છે તેની પાછળના કારણો શુ છે તે પણ જાણવા જેવા છે.

ભાજપના રાજમાં બનેલી આ સનાતન ભાંડફોડની ઘટના અંગે સિનિયર પત્રકાર મયુર જાનીએ જાણીતા વરીષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતનો મત જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ જે વાત કરી તે કદાચ બધાને ખબર નહી હોય આ શંકરાચાર્ય ભાજપને કેમ ગમતા નથી અને આઝાદીની લડાઈમાં પણ અંગ્રેજો સામે લડત આપનાર આ સનાતનીઓની એ ધાર્મિક સંસ્થા છે કે જેઓ ખરેખર ભાજપને મોઢા ઉપર કહેવાની હિંમત રાખે છે જેથી ભાજપને આ સંસ્થા અને તેમના અનુયાયીઓ ગમતા નહિ હોવાની પણ એક તેઓએ જે રીતે કહી છે તે જોવાનું ચૂકશો નહીં પ્રસ્તુત છે વિડીયો.

આ પણ વાંચો:

Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!

Narendramodi: પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યામાં પિતા વિઠ્ઠલ પંડ્યાએ નરેન્દ્ર મોદીને કેમ જવાબદાર ગણાવ્યા? 22 વર્ષ બાદ ફરી સળવળાટ!

Haryana: ભારતમાં બાંગ્લાદેશ-નેપાળ જેવા આંદોલનની જરૂર,નેતાઓને જાહેરમાં માર મારવો જોઈએ! ચૌટાલાના નિવેદનથી હંગામો

Social Media: ભાજપના નેતા ડો.ભરત કાનાબારે The Gujarat Report ઉપર કહ્યું:બાળકો માટે સોશ્યલ મીડિયા ઉપર પ્રતિબંધ ક્યારે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!
  • March 26, 2026

BJP Learder: ભાજપના નેતાઓ સામે ગંભીર આક્ષેપ કરતો BOBBY GATE કાંડ અચાનક કેમ પ્રકાશમાં આવ્યો છે? અને જેઓને ખબર નહોતી તેવા ન્યુ જનરેશનમાં આ વીડિયો ઉત્સુકતા જન્માવી રહ્યો છે. ભાજપ…

Continue reading
Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!
  • March 26, 2026

Narendramodi: ભારતમાં ધીરેધીરે ગેસ કટોકટી બાદ હવે ડીઝલ-પેટ્રોલ શોર્ટજની અછત દેખાવા લાગી છે. દેશભરમાં ‘નયારા એનર્જી’દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો છે જેમાં પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લિટર અને…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

  • March 27, 2026
  • 4 views
Donald Trump: ઈરાન માટે રોજ જુઠ્ઠા સ્ટેટમેન્ટ આપતા ડોનાલ્ડ ટ્રમ્પની સોશિયલ મીડિયામાં ઉડી રહી છે મજાક! ભારતીય અભિનેતા બોમન ઈરાનીએ કહ્યું,” ટ્રમ્પ અમારી સાથે વાત કરવા માંગે છે!”

BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

  • March 26, 2026
  • 6 views
BJP Learder: ભાજપના નેતાઓ સામે મહિલાઓના શોષણના આરોપ કેમ લાગે છે? તે પછી ‘BOBBY GATE કાંડ’હોય કે ગુજરાતનો ‘નલિયા કાંડ’ જાણો શુ છે આખો મામલો!

Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!

  • March 26, 2026
  • 12 views
Narendramodi: મિત્રો, હવે સૌએ કોરોનાની જેમ સામનો કરવાનો છે! મોદી સાહેબે તો કહી દીધું! હવે જનતાનો મરો!!

Gujarat Politics: બોગસ આદિવાસી પ્રમાણ પત્રથી મંત્રી પણ બની શકાય છે!આદિવાસી સમાજને ન્યાય ક્યારે મળશે?

  • March 26, 2026
  • 7 views
Gujarat Politics: બોગસ આદિવાસી પ્રમાણ પત્રથી મંત્રી પણ બની શકાય છે!આદિવાસી સમાજને ન્યાય ક્યારે મળશે?

PM Modi: મોદી સાહેબનો ‘ગટરનો ગેસ’ ખરા સમયે જ કામ ન લાગ્યો! તો શું એ વાત માત્ર મિમિક્રી હતી??

  • March 26, 2026
  • 10 views
PM Modi: મોદી સાહેબનો ‘ગટરનો ગેસ’ ખરા સમયે જ કામ ન લાગ્યો! તો શું એ વાત માત્ર મિમિક્રી હતી??

PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!

  • March 26, 2026
  • 9 views
PI Transfers: ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ 254 PIની સાગમટે બદલી! PSIમાં PI બનેલા અધિકારીઓને 13 મહિને મળ્યું પોસ્ટિંગ!