
Narendramodi: PM નરેન્દ્ર મોદી એ ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ ઈમેનુએલ મેક્રોં (Emmanuel Macron) ની સાથે મંગળવારે મુંબઈમાં મુલાકાત કરી અને બંનેએ કર્ણાટકના વેમગલમાં ટાટા એરબસના H125 (Tata-Airbus H125) લાઈટ યૂટિલિટી હેલિકોપ્ટર ફાઈનલ એસેમ્બલીનું વર્ચુઅલ ઉદ્ઘાટન પણ કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસ સાથેના સંબંધોને સ્પેશલ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ તરીકે ગણાવ્યા તેઓએ કહ્યું ભારત અને ફ્રાંસ સાથે મળીને માઉન્ટ એવરેસ્ટ (Mount Everest) ની ઊંચાઈઓ સુધી ઉડી શકે તેવું વિશ્વનું એકમાત્ર હેલિકોપ્ટર ભારતમાં બનાવશે અને આખા વિશ્વને એક્સપોર્ટ પણ કરશે.
તેમણે કહ્યુ છે કે આ વખતે જ્યારે રાષ્ટ્રપ્રમુખ મેક્રોં ભારતમાં એઆઈ ઈમ્પેક્ટ સમિટ માટે આવ્યા છે, તો અમારું સૌભાગ્ય છે કે અમે તેમનું સ્વાગત ભારતના ગેટવે એટલેકે મુંબઈથી કરી રહ્યા છીએ, આ મુદ્દા ઉપર વરિષ્ઠ પત્રકાર મયુર જાનીએ વિસ્તૃત વિશ્લેષણ કર્યું છે જે જોવાનું ચૂકશો નહિ, પ્રસ્તુત છે વિડીયો.






