
Narendra Modi: ઉત્તરાયણ પર્વ ઉપર રાજકીય નેતાઓએ પતંગ ચગાવ્યો અને તેનો વિડીયો બનાવી કે રિલ મૂકી ખોટી ચાપલૂસી કરનારા પત્રકારો પણ ખુલ્લા પડી ગયા.
જોકે, પતંગ ચગાવવો એ એક કળા ખરી પણ ચમચાગીરીથી મોટી ના કે’વાય તે વાતે અહીં ધ્યાન ખેંચ્યુ છે.ગૃહરાજ્ય મંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જે રીતે પતંગ ઉડાડી અને દોરી ખેંચવાની રીતભાત તેમજ જોરદાર ઠેકડો મારવાની જે અદભુત પદ્ધતિ એક મોટા અખબારના એડીટર સાહેબને એટલી બધી પસંદ આવી ગઈ કે તેઓએ સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર પોસ્ટ ધાબડી દીધી અને વખાણ કરવા માંડ્યા હતા જે વાત ચર્ચામાં આવી છે.
બીજી એક એ વાત પણ ખાસ ધ્યાનાકર્ષક રહી કે જાણીતા કથાકાર મોરારી બાપુએ જીતુ વાઘાણીના જોરદાર વખાણ કરી દીધા અને ઋષિપદ થી કૃષિપદ સુધીની જીતુ વાઘાણીની યાત્રા અંગેની વાત કરી દીધી.
જીતુ વાઘાણી ઋષિપદ એટલે શિક્ષણ મંત્રી અને હવે કૃષિ મંત્રી એટલે કૃષિપદ સુધીની સફર મામલે મોરારી બાપુએ વાઘણીના વખાણ કર્યા હતા.
આ મહાનુભાવોની ટિપ્પણી અને વાસી ઉત્તરાયણની કેટલીક વાતો ઉપર સિનિયર પત્રકારો મયુર જાની તેમજ રાજેશ ઠાકર અને મેહુલ વ્યાસે ચર્ચા કરી તેની ગંભીરતા ઉપર સચોટ વિશ્લેષણ કર્યું હતુ જે જોવાનું ચૂકશો નહિ.The Gujarat Report ઉપર સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ પ્રસ્તુત કરાય છે, જુઓ નેતાઓની ઉત્તરાયણ પરના આ મુદ્દા ઉપર વિડીયો
આ પણ વાંચો:
Police recruitment: ગુજરાત પોલીસમાં ભરતી માટે થઈ જાવ રેડી; PSI-LRDની શારીરિક કસોટીની તારીખો જાહેર!









