
Narendramodi: દેશમાં ‘અચ્છે દિન આયેંગે’ દરેકના કાચા ઘર પાક્કા થશે,રોજગાર વધશે અને સૌનો વિકાસ થશે વગરે મોદી સાહેબે કરેલી જાહેરાતો અને વાયદા અધૂરા રહી ગયા છે અને દેશ હવે જાતિવાદ,ધર્મ અને પ્રાંતવાદમાં વહેંચાઈ ગયો છે અને એક અજીબ પ્રકારનો માહોલ સર્જાયો છે ત્યારે નાતાલ ઉપર ખ્રિસ્તીઓ સામે વિરોધ પ્રદર્શનના દશ્યો જોવા મળ્યા બાદ હવે દાઢી અને ટોપી પહેરેલો માણસ આતંકી હોય શકે છે તે મુજબના દ્રશ્યો જોવા મળી રહયા છે જે અરાજકતા ફેલાવી શકે છે.
ઉત્તરાખંડના દહેરાદુનથી એક ઘટના સામે આવી કે જેમાં હિન્દુત્વ સંગઠન સાથે સંકળાયેલા ભૂપેશ જોશીએ મીડિયાને આપેલા નિવેદનમાં કહ્યું કે “જ્યાં પણ કોઈપણ દાઢી કે ટોપીવાળા માણસને જુઓકે તરત જ પોલીસને ફોન કરો અને કહો કે ત્યાં કોઈ આતંકવાદી છે.”આ નિવેદન અને ઘટના ગંભીર પ્રશ્નો ઉભા કરે છે, શું હવે ભારતીયની ઓળખ તેમના ધર્મ અને કપડાં દ્વારા નક્કી થશે?
શું સામાન્ય ભારતીય નાગરિકોને ધર્મના આધારે ફક્ત શંકાના આધારે ગુનેગાર ગણવામાં આવશે? આવા સવાલો વર્તમાન સમયમાં ઘેરી વળ્યાં છે ત્યારે આ અંગે The Gujarat Reportના MD મયુર જાની અને સિનિયર પત્રકાર મેહુલ વ્યાસે વાસ્તવિક સ્થિતિ ઉપર કરેલી વિસ્તૃત છણાવટ અત્રે પસ્તુત છે.
The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
આ પણ વાંચો:
Bauxite mineral theft: ખેડાના અમૃતપુરા ગામે 62 હેક્ટર ગૌચરની જમીનમાંથી કોલસો ખોદાશે!









