Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • World
  • March 21, 2026
  • 0 Comments

■ પોતાના અંગત સ્વાર્થ માટે ટ્રમ્પ-નેતન્યાહુની જોડીએ વિશ્વને મુસીબતમાં મૂકી દીધું!!

Donald Trump: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ આ બે માથા ફરેલા નેતાઓએ એવું ઉતાવળુ પગલું ભર્યું કે આજે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા ડગમગી ગઈ છે.

આ બંને નેતાઓને હોર્મુઝ સ્ટ્રેટ’ જેવો મહત્વનો દરિયાઈ માર્ગ નજરમાં જ ન આવ્યો કે જ્યાંથી તેલ-ગેસ અને અન્ય જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ ભરેલા જહાજો પસાર થાય છે આજ જગ્યાએ દુનિયાની ઈન્ટરનેટ સેવા જોડાયેલી છે જો ઈરાન આ બે જ વસ્તુઓ ઉપર ઘા કરે તો તેની સમગ્ર વિશ્વ ઉપર શુ અસર પડે તે વિચાર્યું જ નહીં, અને આ બે પૈકી હજુ તો માત્ર જહાજો જ અટકાવી દીધા છે અને ઈન્ટરનેટ કેબલ કાપ્યો નથી તે સારું છે નહીતો એક સેકન્ડમાં દુનિયા સંપર્ક વિહોણી બની શકે છે.

જહાજો અટકવાથી હાલ તેલ-ગેસની જે અછત સર્જાઈ છે તે અંગે જાણીતા વિશ્લેષકોએ જે ચેતવણી આપી છે તે અતિ ગંભીર છે બીજું કે આખી દુનિયાને મંદીમાં ધકેલી દેનાર ટ્રમ્પ હવે એમ કહીને છૂટી ગયા કે ‘હોર્મુઝ સ્ટ્રેટ’માં ફસાયેલા જહાજો જે દેશના હોય તેઓએ પોતાની રીતે કાઢી લેવા જોઈએ અમે તેમાં કઈ કરી શકીએ નહિ. કારણ કે અમેરિકા આ માર્ગનો કોઈ ઉપયોગ કરતું નથી તેથી અમને કોઈ ચિંતા નથી, ઈરાન આ માર્ગ બંધ રાખે કે ખોલે તેનાથી અમેરિકાને કોઈ ફરક પડતો નથી, આમ ટ્રમ્પ તો મુસીબત ઉભી કરી હવે હાથ અઘ્ધર કરી છૂટી ગયા પણ હવે શું થશે?

ટ્રમ્પની આ હરકતના કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ હાલમાંજ 119 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો છે,આ તો એક શરૂઆત છે, ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર અને જાણીતા અર્થશાસ્ત્રી રઘુરામ રાજને તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જો આ યુદ્ધ એક મહિનાથી વધુ સુધી ચાલ્યું,તો પરિણામો ગંભીર આવી શકે છે. ક્રૂડ ઓઇલના ભાવ 150 ડોલરથી વધીને 200 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. હાલમાં જ વિશ્વની 15-20% એનર્જી સપ્લાય ખોરવાયો છે. જો સપ્લાયમાં વધુ ઘટાડો થશે તો વિશ્વ ગંભીર આર્થિક મંદી તરફ ધકેલાઈ જશે.

ભારત તેની જરૂરિયાતનું 85% થી વધુ તેલ આયાત કરે છે ત્યારે તેલના ભાવમાં દર 10 ડોલરનો વધારો ભારતની કરન્ટ એકાઉન્ટ ડેફિસિટમાં અંદાજે 1.4 લાખ કરોડ રૂપિયાનો વધારો કરે છે. આ વધારો જીડીપીના 0.5% જેટલો હોય છે. જો ક્રૂડ $200 એ પહોંચશે, તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે અને રૂપિયો નબળો પડશે પરિણામે જીવનજરૂરીયાતની દરેક ચીજવસ્તુઓ મોંઘી થશે.
હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પ્રભાવિત થવાને કારણે રાંધણ ગેસની અછત ઉભી થઈ છે બે કે ત્રણ જહાજો આવવાથી તેમાં સુધારો આવી જશે તેવું કહેવુ અતિશયોક્તિ ભરેલું છે હાલ,દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવો વધવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આગામી દિવસોમાં સ્થિતિ ગંભીર બનવાના એંધાણ વર્તાઈ રહયા છે.

આ પણ વાંચો:

OIC: “ઇસ્લામિક વર્લ્ડ” એકજ ઝાટકે ખતમ; ઈઝરાયેલ-અમેરિકા સામે 57 દેશોનું સંગઠન “કાગનો વાઘ” સાબિત થયુ!

Saudi: “સાઉદી ઉપર હુમલો એટલે પાકિસ્તાન ઉપર હુમલો!” મોટા મોટા બણગાં ફૂંકનારા પાક ખરા સમયે “દર” માં ભરાઈ જતા સાઉદી ભડકયું!!

Narendramodi: ભારતની મહેમાનગતિએ આવેલા ઈરાની યુદ્ધ જહાજને અમેરિકાએ તોડી ભારતની ઈજ્જતનો પણ ફાલૂદો કર્યો છે! નરેન્દ્ર મોદીની ભેદી ચૂપકીદી!

Harsh Sanghvi: ડેપ્યુટી CM સંઘવીએ ગાયો માટે જે વાતો કરી તે ગળે ઉતરતી નથી!! સરકારે કબૂલાત કરી તે ખોટું? જુઓ વિડીયો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!
  • March 21, 2026

 Missile attack: ઈરાને હિંદ મહાસાગરમાં અમેરિકા અને બ્રિટનના સંયુક્ત લશ્કરી મથક ડિએગો ગાર્સિયા પર હુમલો કર્યો છે, વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) ના અહેવાલ મુજબ, ઈરાને ડિએગો ગાર્સિયા બેઝ પર બે…

Continue reading
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!
  • March 21, 2026

Donald Trump: અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર કરેલા હુમલા બાદ યુદ્ધના 21માં દિવસે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નજીકના દિવસોમાં સીઝ ફાયર કરવાનો સંકેત આપ્યો છે, ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે દાવો…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

  • March 21, 2026
  • 4 views
Narendramodi: મોદી સરકાર કેમ નિષ્ફળતા છુપાવે છે? જે છે તે દેખાય છે!! હોટલોમાં સ્મશાનના કોલસા ઉપર હવે તો ‘રોટી’ શેકાય છે!!

Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

  • March 21, 2026
  • 7 views
Donald Trump: જાણીતા અર્થશાસ્ત્રીએ કહ્યું કે “ભારતમાં ગંભીર આર્થિક સંકટ ઉભું થવાનું છે!”

Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

  • March 21, 2026
  • 8 views
Missile attack: ઈરાનનો અમેરિકા પર મોટો હુમલો,ડિએગો-ગાર્સિયા બેઝ પર મિસાઈલ છોડી! મિસાઈલની રેન્જ જોઈ દુનિયા આશ્ચર્ય ચકિત!

PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

  • March 21, 2026
  • 7 views
PM Modi: “ડરપોક” મોદી સરકાર હવે સોશ્યલ મીડિયાને નિશાન બનાવી રહી છે!સુપ્રિયા શ્રીનાતે કર્યા ગંભીર આરોપ

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

  • March 21, 2026
  • 9 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું “હોર્મુઝ માર્ગ”નો ઉપયોગ અમે કરતા નથી! જેઓ કરે છે તે પોતેજ ઈરાન સાથે ફોડી લે!!

Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં PIL દાખલ

  • March 20, 2026
  • 5 views
Supreme Court: પોલીસ દ્વારા આરોપીને પહેરાવતી હાથકડી  કે ધરપકડના વિડીયો બનાવી વાયરલ કરવા સામે સુપ્રીમમાં  PIL દાખલ