
- દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં (Delhi Assembly Election) નવા-જૂનીના એંધાણ; શું કહે છે રાજકીય વિશ્લેષક અરૂણ શર્માનું મૂલ્યાંકન
લોકસભામાં સીટોની સંખ્યા ઓછી થઈ ગયા પછી મોદી એન્ડ કંપની દેશમાં એકપણ ચૂંટણી હારવા માંગતી નથી, જે તેમની થઈ ચૂકેલી નામોશી પર સિક્કો મારી દે. કેમ કે દેશના લોકોમાં લોકપ્રિયતા યથાવત છે, જેવું બતાવવા અને સાબિત કરવા માટે PERCEPTION MANAGEMENT ખુબ જ જરૂરી છે. એવામાં પાછલા દસ વર્ષમાં દિલ્હીની સત્તા સંભાળનારા કેજરીવાલ મોદી માટે તે અશ્વમેઘ યજ્ઞનો રોડું છે, જેને હરાવીને સાઈડ લાઈન કરવા જરૂરી છે.
જોકે, કેજરીવાલ પણ કોઈ કાચા ખેલાડી નથી. મોદીના દરેક રાજ-રમતને સારી રીતે જાણે છે. પરંતુ સૌથી મોટો ફરક તે છે કે મોદી પાસે સત્તાની તમામ ચાવીઓ છે, જેથી તેઓ પોતાનો મનપસંદ તાળા ખોલી શકે છે. શું દિલ્હી ચૂંટણી પરિણામથી દેશની રાજનીતિ પર કોઈ મોટી અસર થવા જઈ રહી છે?
તો દિલ્હી વિધાનસભાની ચૂંટણી દેશભરના રાજકારણમાં એક નવી અસર ઉમેરી શકે છે. આ વર્ષે રાજકારણને લઈને દિલ્હીમાં કંઇક તો નવું થવા જઈ રહ્યું છે, તો રાજકીય એનાલિસ્ટ અરૂણ કુમાર શર્મા સાથે ધ ગુજરાત રિપોર્ટના એડિટર સાથેનો ઇન્ટરવ્યું તમારા ઘણા બધા પ્રશ્નોનો જવાબ આપી દેશે. તો જોતા રહો મયુર જાની ઓફિસિયલ સાથે ધ ગુજરાત રિપોર્ટ…