ગુજરાતમાં 600 કરોડની ઈ-સિગારેટનો ધંધો: સરકારે પ્રતિબંધ મૂકતાં કાળા બજારિયાઓ ફાવી ગયા | Gujarat E-cigarette Ban

દિલીપ પટેલ
અમદાવાદ, 5 એપ્રિલ 2025

Gujarat E-cigarette Business: શહેરમાં યુવાનોમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. હુક્કાબાર બંધ કરાવાતા ઈ-સિગારેટનું વેચાણ વધી ગયું છે. લક્ઝ્યુરિયસ પાન પાર્લરમાં ઇ-સિગારેટ વેચાઇ રહી છે. કાફેની આડમાં ચાલતા ગોરખ ધંધા સેન્ટરો પર ઇ-સિગારેટનું ચલણ ખૂબ જ વધી ગયું છે. યુવાનો તો ઠીક પણ યુવતીઓના પર્સમાં પણ ઇ-સિગારેટ જોવા મળી રહી છે. અદાણીના મુંદ્રા બંદર પરથી રૂ. 50 કરોડની ઈ-સિગારેટ પકડાઈ ત્યારથી ગુજરાત હવે ડ્રગસની જેમ ઈ-સિગારેટનું હબ બની ગયું છે. ઈ-હુક્કાનો ઉપયોગ કરનારાઓને ગર્જનાના અવાજની સાથે હુક્કો પીવાનો અનુભવ પણ થાય છે. જે હુક્કા જેવા જ અનુભવ કરાવી રહ્યાં છે.

બજાર

ભારતમાં 2019માં પ્રતિબંધ મૂક્યો ત્યારે ઈ-સિગારેટનું કાળા બજાર 1500 કરોડ રૂપિયાનું હતું. હવે તે બજાર રૂ. 5 હજાર કરોડને પાર કરી ગયું છે. 2029માં ગુજરાતમાં પ્રતિબંધ મૂકાયો ત્યારે વેપારીઓએ સરકારને મળીને કહ્યું હતું કે, પ્રતિબંધ ન મૂકો, તેનાથી કાળા બજાર ઉભા થશે. એવું જ થયું છે. ગુજરાતમાં 600 કરોડની ઈ સિગારેટ પીવાતી હોવાનું અનુમાન છે.

ભારતમાં કોઈ કંપની ઈ-સિગારેટ બનાવતી નથી. પ્રતિબંધ પહેલાં ભારતમાં લગભગ 460 ઈ-સિગારેટ કંપની હતી જે માલ વેચતી હતી. બજારમાં તેમના હજારથી વધુ ફ્લેવર પ્રોડક્ટ્સ વેચાઈ રહ્યા છે. જેનું ટર્નઓવર લગભગ 1800 કરોડ રૂપિયા છે. પરંતુ તેનું કાળા બજાર 5 હજા કરોડ થઈ ગયું છે. ગુજરાતમાં આવી કંપનીઓ છે, જે ઈ-સિગારેટ બનાવે છે.

વળી, ઈ-સિગારેટ ઉત્પાદનો ચીન, કોરિયા, જાપાન અને દુબઈ જેવા દેશોમાંથી મુંબઈ, દિલ્હી અને ગુજરાત થઈને લાવવામાં આવી રહ્યા છે. ગુજરાતના અને વિશ્વના મોટા ઉદ્યોગપતિ પૈકીના એક એવા ગૌતમ અદાણીના મુંદરા બંદર પરથી રૂ. 50 કરોડની ઈ-સિગારેટ પકડાઈ હતી. ત્યારથી ગુજરાત જે રીતે ડ્રગ્સનું હબ બની ગયું છે તેમ ઈ-સિગારેટમાં પણ વેપારનું મુખ્ય મથક બની રહ્યું છે.

ચીની સિગરેટ

2003 માં ચીની ફાર્માસિસ્ટ હોન લિક દ્વારા બનાવવામાં આવ્યું હતું. ઈ-સિગારેટ ભારતમાં નેપાળના નાથુલા પાસ અને અન્ય વેપાર માર્ગ દ્વારા આવી હતી. હવે મુંદરા માર્ગ બની ગયો છે. વિદેશી સિગારેટ દાણચોરી કરીને વિદેશથી લાવવામાં આવે છે. નિયમો અનુસાર બોક્સ પર 80 ટકા કેન્સરનું પિક્ચર હોય તેવી સિગારેટ વેચી શકાય. પિક્ચર હોતુ નથી, જે વેચવી ગુનો બને છે. દેશભરમાં અત્યારે સિગારેટના બદલે ઈ-સિગારેટનો ક્રેઝ વધી રહ્યો છે.

કાયદાથી બ્લેક બજાર

ગુજરાત સરકારે 2019થી ઇ-સિગારેટ પર પ્રતિબંધ મૂકતા બ્લેક ઓપન માર્કેટ મુંદરા બની ગયું છે. હુક્કાબાર માટે 3 વર્ષની કેદ અને રૂા. 50,000 સુધીનો દંડ થાય છે. આરોગ્ય માટે જોખમી એવી ઇ-સિગારેટ – ઇલેકટ્રોનિક નિકોટીન ડિલિવરી સિસ્ટમ’’ ગુજરાતમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 3 વર્ષની સજા અને રૂ. 50 હજારનો દંડ થાય છે.

શું છે ઈ-સિગારેટ?

ઈ-સિગારેટ એટલે ઇલેક્ટ્રોનિક સિગારેટ. ઈ સિગારેટ એ એક ઇલેક્ટ્રિક ડિવાઇસથી બનેલી પેન આકારની સિગારેટ છે. ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ્સનું એક સંક્ષિપ્ત રૂપ છે. આમાં માઇક્રો બેટરી સંચાલિત ઉપકરણો હોય છે. જે સામાન્ય રીતે ઇ-સિગારેટ્‌સ તરીકે ઓળખાય છે. જે ધૂમ્રપાનની સંવેદનાનું અનુકરણ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ ઉત્પાદનો જ્વલનશીલ સિગારેટ માટે એક સક્ષમ વિકલ્પ તરીકે ઊભરી આવ્યા છે. કારણ કે તેમાં કોઈ પણ પ્રકારનું તમાકું નથી. પણ સામાન્ય માત્રમાં તમાકુના અવશષો જેમ કે ટાર, કાર્બન મોનોક્સાઇડ હોય છે. સિગારેટ એક બેટરી ઓપરેટેડ ડિવાઇસ છે. નશાના વેપારીઓ તેનો ધંધો કરીને યુવાધન બરબાદ કરી રહ્યા છે.

ગૌતમ અદાણીના મુંદરા બંદર

ગુજરાતમાં ગૌતમ અદાણીના મુંદરા બંદર ઈ સિગારેટ ગેરકાયદે આયાત કરવાનું હબ બની ગયું છે. 2022માં DRIએ મુન્દ્રા પોર્ટ પરથી 48 કરોડની ઈ સિગારેટ ઝડપી હતી. કન્ટેનરમાંથી ઈ સિગારેટની 2,00,400 સ્ટિક્સ મળી આવી હતી. બન્ને કન્ટેનરના બિલ ઓફ લેડિંગમાં ફેરફાર કરીને દુબઈ મોકલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ભારતમાં ઈ-સિગારેટના ઈમ્પોર્ટ પર પ્રતિબંધ છે. તેમ છતાં ચોરી છુપીથી ઘુસાડવવામાં આવે છે.

2022માં સુરતમાં DRIએ 20 કરોડ રૂપિયાની ઈ સિગારેટનો કન્ટેનર ભરેલો જથ્થો જપ્ત કર્યો હતો. શહેર ઈ-સિગારેટ ચીનથી આવી હતી અને મુંબઈ લઈ જવાની હતી.

અમદાવાદના બોડકદેવ વિસ્તારના પાનના એક ગલ્લા પર રેડ પાડતા 4.91 લાખની 434 નંગ ઇ-સિગારેટ ઈ-સિગારેટનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 4.24 લાખની રોકડ, બે કાર સાથે બે યુવાનોની ધરપકડ કરી છે. રાજપથ ક્લબ પાસે આવેલા રંગોલી રોડ પાસેના સાલીસ્ટર બિલ્ડિંગમાં પાપાગો નામનુ પાન પાર્લર વેચતા હતા. સાલીસ્ટર બિલ્ડિંગની બેઝમેન્ટમાં બે કાર પાર્ક કરેલી કારમાં મોટો જથ્થો રાખતા હતા.

તાજેતરમાં કાલુપુરની અરિહંત ગિફ્ટ એન્ડ કિચન શોપમાં દરોડા પાડીને એસએમસીએ 9.11 લાખની ઇ-સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હતો.

ઇ-સિગારેટ સાથે ઝડપાયેલા ત્રણ સપ્લાયરો અમદાવાદના તમામ પોશ વિસ્તાર મોટા પાન પાર્લર પર સપ્લાય કરે છે.

આ પણ વાંચોઃ  NZ vs PAK: પાકિસ્તાની બેટ્સમેન ઇમામ ઉલ હકને માથામાં બોલ વાગ્યો, મેચ અટકાવી, કેવી થઈ હાલત?

આ પણ વાંચોઃ Manoj Kumar: ‘ભારત કુમાર’ના અંતિમ સંસ્કાર, તેમની કેવી રહી ફિલ્મી દુનિયા?

આ પણ વાંચોઃ Khambhat: દંપતિના ઝઘડામાં પ્રેમી વચ્ચે પડ્યો: પ્રેમીએ પતિને ગૃપ્તાંગમાં લાતો મારી પતાવી દીધો

આ પણ વાંચોઃ Banaskantha: ખેતરમાંથી વીજ કરંટ લાગતા મહિલા સહિત 2 બાળકોના મોત

  • Related Posts

    RTI અંગે હર્ષ સંઘવી જૂઠ્ઠુ બોલ્યા!, જુઓ
    • October 21, 2025

    તા. 06-10-2025ના રોજ ગુજરાત માહિતી આયોગ દ્વારા એક પરિસંવાદનું આયોજન થયું હતું. ગાંધીનગરમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના હોલમાં. તેમાં માહિતી અધિકાર ( RTI ) માટે કામ કરતા નાગરિકો, તેમની સંસ્થાઓ, માહિતી…

    Continue reading
    BJP Politics: બોટાદ ભાજપનું રાજકારણ, પાટીલની ભૂલ પક્ષને નડી, જુઓ વીડિયો
    • October 14, 2025

    -દિલીપ પટેલ BJP Politics: ખેડૂતો જ્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેતપેદાશો વેચવા જાય ત્યારે ભાજપના મળતિયાઓ ખેતપેદાશોમાં કળદો કાઢીને ખેડૂતોને લૂંટે છે. બોટાદ ખેત ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ મનહર માતરીયા અને ઉપાધ્યક્ષ…

    Continue reading

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    LIC Exposure to Adani: અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા? 68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

    • October 27, 2025
    • 9 views
    LIC Exposure to Adani:  અદાણીના’નસીબ’ કે સરકારી છત્રછાયા?  68 વર્ષ પહેલાં રાજીનામાં અને આજે?

     SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

    • October 27, 2025
    • 6 views
     SIR: આવતીકાલથી ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારોની વધઘટ કરવાનું શરુ!

    BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

    • October 27, 2025
    • 3 views
    BJP Minister Blames Victims in Indore Harassment: ઑસ્ટ્રેલિયન મહિલા ક્રિકેટર્સ સાથે છેડતી મામલે ભાજપ નેતાએ કહ્યું- ‘આમાં તેમની પણ ભૂલ છે,સૂચના વિના બહાર ન જવાય’

    Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

    • October 27, 2025
    • 16 views
    Bhavnagar: ભાવનગર જીલ્લામાં કમોસમી વરસાદથી જળબંબાકારની સ્થિતિ, ઘરોમાં પાણી ઘૂસી ગયા

    Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

    • October 27, 2025
    • 19 views
    Delhi: શું PM મોદી “કૃત્રિમ યમુના”માં સ્નાન કરશે?, જુઓ વીડિયો

    BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ

    • October 27, 2025
    • 12 views
    BJP-NDA ના ઇશારે કામ કરતા ચૂંટણી પંચનું તાત્કાલિક વિસર્જન કરી SIR રદ કરવા ઉઠી માંગ!, ચેન્નાઈથી લોકશાહી બચાવવા શરૂ થઈ ઝુંબેશ