
Odisha self-immolation student death: તાજેતરમાં ઓડિશાના બાલાસોર જિલ્લાની ફકીર મોહન કોલેજમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. જાતીય સતામણીથી પરેશાન એક બી.એડ.ની વિદ્યાર્થિનીએ પોતાને આગ લગાવી દીધી હતી. તેનું જીવ બચી શક્યો નહીં, તેનું સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું છે. આ ઘટનાથી સમગ્ર ઓડિશા રાજ્યમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો છે.
કોલેજ તંત્રએ વિદ્યાર્થિનીની ફરિયાદ પર પગલાં ન લીધા
12 જુલાઈના રોજ 20 વર્ષીય બી.એડ.ની વિદ્યાર્થિનીએ પોતાના પર પેટ્રોલ છાંટીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેનું 14 જુલાએ સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. વિદ્યાર્થીનીએ કોલેજના પ્રોફેસર સમીર સાહુ પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. જેથી કોલેજમાં હંગામો મચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે પ્રોફેસરની કરતૂતો અંગે કોલેજ તંત્રને વારંવાર જાણ કરવા છતાં ધ્યાન ન આપ્યુ. જેથી પ્રોફેસરના ત્રાસથી કંટાળેવલી વિદ્યાર્થીનીએ કોલેજ બહાર પોતાના પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી. જેથી તે 95% બળી ગઈ હતી અને તેને પહેલા બાલેશ્વર હોસ્પિટલ અને પછી ભુવનેશ્વર એઈમ્સ લઈ જવામાં આવી હતી. જોકે તેનો જીવ ન બચી શક્યો. સારવાર દરમિયાન મોત થઈ ગયું છે. જેથી કોલેજના પ્રોફેસર અને જવાદાર સ્ટાફ સામે ભારે રોષ ભભૂક્યો છે.
પ્રોફેસર વિદ્યાર્થિનીને કરતો હતો પરેશાન
કોલેજની આંતરિક ફરિયાદ સમિતિએ આ મામલાની તપાસ કરી હતી. ICC સભ્ય મિન્ટી સેઠીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થિનીએ સાહુ સામે માનસિક અને જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું હતુ કે સાહુ નાના-નાના મુદ્દાઓ પર વિદ્યાર્થિનીને વર્ગની બહાર ઉભી રાખતો હતો. એક વખત તે વિદ્યાર્થિનીને મોડા આવવા બદલ વર્ગની બહાર કાઢી મૂકી હતી, જેનાથી તે ખૂબ તણાવમાં રહેતી હતી.
“તું બાળક નથી, તું સમજી શકે છે કે હું શું કરવા માગુ છું”
ICC સભ્ય મિંટી સેઠીએ જણાવ્યું હતું કે 30 જૂનના રોજ સાહુએ વિદ્યાર્થિનીને સેમેસ્ટર પરીક્ષા આપતા પણ રોકી હતી. બીજા જ દિવસે વિદ્યાર્થીનીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે સાહુએ વિદ્યાર્થીની પાસેથી “ફેવર” માંગવાનું કહ્યું હતું. જ્યારે વિદ્યાર્થિનીએ પૂછ્યું કે કેવા પ્રકારની ફેવર, ત્યારે સાહુએ કથિત રીતે કહ્યું હતું કે, “તું બાળક નથી, તું સમજી શકે છે કે હું શું ઇચ્છું છું.” સેઠીએ એ પણ સ્વીકાર્યું કે આ સાબિત કરવું મુશ્કેલ છે, કારણ કે આવા કિસ્સાઓમાં પુરાવા એકત્રિત કરવા ખૂબ મુશ્કેલ છે.
ICC એ પ્રોફેસર સુભાષ સાહુને હટાવવાની ભલામણ કરી હતી
આ કેસમાં ICC એ પ્રોફેસર સમીર સાહુને હટાવવાની ભલામણ પણ કરી હતી. પરંતુ કોલેજ પ્રશાસને સમયસર કોઈ કાર્યવાહી કરી ન હતી. પરિણામે પીડિત વિદ્યાર્થીની લાચારી અનુભવવા લાગી અને અંતે તેણે આત્મદાહનું પગલું ભર્યું. આ ઘટના બાદ સમગ્ર ઓડિશામાં ભારે રોષ છે. ઘણા વિદ્યાર્થી સંગઠનો અને વિપક્ષી પક્ષો આ મુદ્દે સરકાર પાસેથી જવાબ માંગી રહ્યા છે. કોંગ્રેસે આવતીકાલે ગુરુવારે રાજ્યવ્યાપી બંધનું પણ એલાન આપ્યું છે.
હવે સવાલ એ થાય છે કે જ્યારે વિદ્યાર્થીનીએ ફરિયાદ કરી ત્યારે કાર્યવાહીમાં કેમ ન કરી? ICC ની ભલામણ છતાં આરોપી પ્રોફેસરને કેમ દૂર કરવામાં ન આવ્યો? કોલેજ તંત્ર વિદ્યાર્થીનીનો જીવ ન બચાવી શક્યું? ફકીર મોહન કોલેજની આ દુ:ખદ ઘટનાએ માત્ર એક આશાસ્પદ વિદ્યાર્થીનીનો જીવ જ લીધો નથી પણ જાતીય સતામણી જેવા ગંભીર કેસોમાં સમયસર કાર્યવાહી ન કરવામાં આવે તો પરિણામ કેટલું ભયંકર હોઈ શકે છે તે દર્શાવ્યું છે. હવે પ્રશ્ન એ છે કે શું કોલેજ અને વહીવટીતંત્ર જવાબદારી લેશે કે શું આ કેસ પણ અન્ય કેસોની જેમ પડતો મૂકવામાં આવશે?
શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ
અહેવાલો અનુસાર આજે બીજૂ જનતા દળ (BJD) ના કાર્યકરોના નેતૃત્વમાં સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી બાલાસોર બંધનું એલાન આપ્યું હતુ અને વિરોધીઓએ રસ્તાઓ પર ટાયરો સળગાવીને મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને શિક્ષણ મંત્રી સૂર્યવંશી સૂરજના રાજીનામાની માંગ કરી હતી. જ્યારે આવતીકાલે 17 જુલાઈએ આખુ ઓડિશામાં બંધ એલાન અપાયુ છે.
વિદ્યાર્થિનીના મોત બાદ ભારે વિરોધ

આ ઘટના બાદ ઓડિશામાં ભારે પ્રદર્શનો થઈ રહ્યા છે. આજે બાલાસોરમાં પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના શેલ અને પાણીનો મારો ચાલવ્યો હતો. આ વિરોધના વીડિયોમાં જોઈ શકાય છે કે પ્રદર્શનકારીઓ બેરિકેડ તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને પોલીસ ભીડને વિખેરવા માટે પાણીનો મારો ચલાવી રહી છે.
વિદ્યાર્થિનીના ના પિતાના ગંભીર આરોપ
મૃત્યુ પામેલી બાલાસોરની 20 વર્ષીય વિદ્યાર્થિનીના પિતાએ તેના મૃત્યુ પાછળ ‘ષડયંત્ર’ હોવાનો આરોપ લગાવતા કહ્યું છે કે “બધાએ મળીને મારી પુત્રીને મરવા માટે મજબૂર કરી”. વધુમાં કહ્યું આરોપી પ્રોફેસર પાસે તેમની સામે બેથી ચાર ફરિયાદો કરી છે. જોકે કોલેજ સત્તાવાળાઓએ તેમને આંતરિક સમિતિના અહેવાલની રાહ જોવા કહ્યું હતું. “મારી માંગણી છે કે ગુનેગારને સૌથી કડક સજા આપવામાં આવે.”
હોસ્પિટલ તંત્રએ શું કહ્યું?
હોસ્પિટલ દ્વારા પ્રસારિત થયેલા મેડિકલ બુલેટિનમાં જણાવાયું છે કે પૂરતા પ્રયાસો અને વ્યવસ્થાઓ કરતાવા છતાં તેનો જીવ બચાવી શકાયો ન નહી. અને 14 જુલાઈના રોજ રાત્રે 11:46 વાગ્યે વિદ્યાર્થીનીને મૃત જાહેર કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ શું કહ્યું?
ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
રાહુલ ગાંધીએ આપી પ્રતિક્રિયા
ओडिशा के बालेश्वर में इंसाफ की लड़ाई में जान गंवाने वाली बहादुर बेटी के पिता से बात की। उनकी आवाज़ में बेटी का दर्द, सपना और संघर्ष सब महसूस किया।
उन्हें भरोसा दिलाया कि कांग्रेस पार्टी और मैं हर कदम पर उनके साथ हैं। जो हुआ वह अमानवीय और शर्मनाक ही नहीं, पूरे समाज का ज़ख्म है।…
— Rahul Gandhi (@RahulGandhi) July 16, 2025
વિદ્યાર્થિના મોતને લઈ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પોતાની પ્રતિક્રિયા X પર આપી છે. તેમણે લખ્યું ઓડિશાના બાલાસોરમાં ન્યાયની લડાઈમાં પોતાનો જીવ ગુમાવનાર બહાદુર છોકરીના પિતા સાથે વાત કરી. તેમના અવાજમાં છોકરીનું દર્દ, સપના અને સંઘર્ષ અનુભવ્યો. તેમને ખાતરી આપી કે કોંગ્રેસ પાર્ટી અને હું દરેક પગલે તેમની સાથે છીએ. જે બન્યું તે માત્ર અમાનવીય અને શરમજનક નથી, પરંતુ સમગ્ર સમાજ માટે એક ઘા છે.
મુખ્યમંત્રીના રાજીનામાનની માગ

ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીના રાજીનામાની માંગણી કરતા મહિલા કોંગ્રેસના વડા અલકા લાંબાએ બુધવારે કહ્યું કે મણિપુરની જેમ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ. “મુખ્યમંત્રી સિસ્ટમના વડા હોવાથી તેમણે રાજીનામું આપવું જોઈએ અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ,”
આ પણ વાંચો
Kanwar Yatra: કાવડ તૂટી જતાં બાઇકચાલકને ભારે માર મરાયો, કાવડિયાઓએ બાઈક પણ તોડી નાખ્યું






