ભારતે એકાએક કેમ જવાબી કાર્યવાહી રોકી? શું થશે ઓપરેશન સિંદૂરનું? | Operation Sindoor

Operation Sindoor: પહેલગામ હુમલામાં મોતને ભેટેલા 26 લોકોના મોતનો બદલો લેવા ભારતે પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર શરુ કર્યું હતુ. જેમાં પાકિસ્તાનના ઘણા આતંકી ઠેકાણોઓ નાશ કર્યા. જો કે આ બાદ બંને તરફથી ફાયરિંગ શરુ થઈ ગયું હતુ. જેમાં બંને દેશના ઘણા નાગરિકોના મોત થયા છે. બંને વચ્ચે જબરજસ્ત યુધ્ધ થાય તેવા એંધાણ વર્તાઈ ગયા હતા. જો કે એકાએક યુધ્ધ વિરામની જાહેરાત ટ્રમ્પે કરતાં લોકો થોડીવાર માટે ડઘાઈ ગયા હતા.

ભારત-પાકિસ્તાનના મામલામાં અમેરિકાએ યુધ્ધવિરામ કેવી રીતે કરાવ્યું?, ભારત-પાક વચ્ચે યુધ્ધ જ થયું નથી. ભારતે માત્ર પહેલગામ હુમલાનો બદલો લેવા માત્ર ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના ઠેકાણાઓનો નાશ કરવા ચલાવાયું હતુ. હકીકતમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધ અંગેની કોઈ જાહેરાત જ નથી. અચરજ તો ત્યારે થાય છે જ્યારે ભારત તરફથી પણ યુધ્ધવિરામની ઘોષણા કરવામાં આવે છે. એકાએકા ભારતને શું થઈ ગયું? યુધ્ધ ન હોવા છતાં ભારતે જવાબી  કાર્યવાહી કેમ રોકવી પડી?

લોકો સવાલ કરી રહ્યા છે કે ટ્રમ્પે સીધી યુધ્ધવિરામની ઘોષણા કેવી રીતે કરી? શું તેનો ભારત-પાકિસ્તાન નિર્ણય ન લઈ શકે. બીજી વાત એ છે કે ભારત પાકિસ્તાન સાથે વાત પણ કરવા તૈયાર ન હતુ. તો એકાએક કેવી રીતે વાત કરવા કેવી તૈયાર થઈ ગયું?

હાલ ઈંદીરા ગાંધીની નિડરતાની વાત થઈ રહી છે. કારણ કે જ્યારે 1971 ભારત-પાકિસ્તાન યુધ્ધ થયું હતુ.ત્યારે તેમણે ત્રીજા દેશને દખલ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. અમેરિકાને પણ બોલવા પણ દીધુ ન હતુ. જોકે આજે વર્ષ 2025માં મોદી સરકારમાં સેના દ્વારા પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું, ત્યારે સીધી રીતે ટ્રેમ્પે યુધ્ધ વિરામની ઘોષણા કરી દીધી. દૂર બેઠેલા દેશ આ રીતે ભારત-પાકિસ્તાનના મુદ્દામાં દખલ કેવી રીતે કરી શકે? સવાલ એ થઈ રહ્યા છે કે શું અમેરિકા કહે તેમ ભારત કરવાનું છે?, જ્યારે 1971નું ભારત-પાકિસ્તાન યુધ્ધ થયું ત્યારે તત્કાલિન વડાપ્રધાન ઈંદિરા ગાંધીએ અમેરિકા સહિત કોઈપણ દેશને દખલ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

બીજી તરફ ચર્ચા છ કે જામનગરમાં તંત્ર દ્વારા લોકોને યુધ્ધને લઈ ધંધાપાણી બંધ કરવા અને સચેત રહેવા સૂચના આપતાં જ યુધ્ધ વિરામની એકાએક ઘોષણા થઈ છે. આ સીધુ કનેક્શન શું હોઈ શકે તે પણ સવાલ થઈ રહ્યા છે. કારણ કે અહીં અંબાણી પરિવારનો મોટો કારોબાર આવેલો છે. તેને લઈ યુધ્ધવિરામ થયું કે બીજી કંઈ કારણ?

હાલની મોદી સરકાર અમેરિકા સામે બોલી શકતી નથી. તેણે અમેરિકાએ ભારતનું સમર્થન પણ કર્યું નથી. તો ભારત અમેરિકાનું શુ કરવા માને. તેના તમામ કારણો આ વીડિયોમાં સમજો.

આ પણ વાંચોઃ

Kheda: માતરમાં રોંગ સાઈડ જતી ઈકોએ રિક્ષાને ભયંકર રીતે ટક્કર મારી, 3ના મોત, 4ને ઈજાઓ

Lions Census: ગુજરાતમાં સિંહોની 16મી વસ્તી ગણતરી થશે, 3 દિવસમાં કેવી રીતે કરશે ગણતરી?

World Bank એ પાકિસ્તાનને આપ્યો ઝટકો, સિંધુ જળ સંધિ પર આપ્યું ચોકાવનારુ નિવેદન

Aravalli: નિવૃત PSIના દિકરાએ વરઘોડામાં ફાયરિંગ કરતાં બાળકી સહિત 3 લોકોને ઈજાઓ

Lions Census: ગુજરાતમાં સિંહોની 16મી વસ્તી ગણતરી થશે, 3 દિવસમાં કેવી રીતે કરશે ગણતરી?

ધ વાયરની વેબસાઇટ સરકારે બ્લોક કેમ કરી? | The wire

‘બહુ ઊંચા થતાં હોય તો ચેતજો’, ડેપ્યુટી કલેક્ટરને ફરી બનવું પડ્યું મહેસૂલ અધિકારી, 1 લાખનો દંડ | Andhra Pradesh

ગોદી મિડિયા સરકારના ડાહ્યા થવામાં ભારતનું અહિત ન કરી દે!, શું છે Media Advisory જુઓ?

Related Posts

1 હજાર કરોડના 100 કૌભાંડોના પૈસા ક્યાં ગયા, મોદી? | Kaal Chakra | Part-56
  • August 4, 2025

Kaal Chakra  Part-56: ગુજરાત, એક રાજ્ય જે વિકાસના નામે દેશભરમાં ચર્ચામાં રહે છે, તે આજે ભ્રષ્ટાચારના આક્ષેપોના કેન્દ્રમાં છે. છેલ્લા 15 વર્ષમાં રાજ્યમાં થયેલા અનેક કૌભાંડોની યાદી એટલી લાંબી છે…

Continue reading
Politics: ‘આ લોકોને 6 મહિનામાં ભાગવું પડશે, આખું રાજકારણ બદલાઈ જશે’, શું ઉથલપાથલ થવાની છે?
  • August 4, 2025

Politics: ભાજપ સરકારના નિર્ણયોથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં સ્માર્ટ મીટર હોય કે બિહારમાં મતદાર યાદી સુધારણા હોય. દરેક ક્ષેત્રે ભાજપ સરકાર લોકોને હેરાન પરેશાન કરી મૂક્યા છે. દેશમાં…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

  • August 5, 2025
  • 5 views
‘ભારતની જમીન પર ચીનનો કબજો’, રાહુલના નિવેદનનો કોર્ટે આધાર માગ્યો, શું આપશે જવાબ? | Supreme court

Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા, કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા

  • August 5, 2025
  • 7 views
Banaskantha: આદિવાસી સમાજના વિરોધમાં ધારાસભ્ય પણ જોડાયા,  કાંતિ ખરાડી કલેક્ટર કચેરીના પગથીયે બેસી ગયા

મોદીએ અમિત શાહ સાથે સંબંધો કાપી નાંખ્યા હતા, શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી લેતાં | Amit shah

  • August 5, 2025
  • 19 views
મોદીએ અમિત શાહ સાથે સંબંધો કાપી નાંખ્યા હતા, શાહ સાથે ફોટો ન આવે તેની કાળજી લેતાં | Amit shah

Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો

  • August 5, 2025
  • 13 views
Morbi: AAP ની સભામાં લાફાવાળી, ઈસુદાન ગઢવીને સવાલ પૂછનાર યુવકને પડ્યો લાફો

Gujarat politics: વિસાવદરવાળી થવાનો ડર કે બીજું કંઈ? હાર્દિક પટેલ સહિતના નેતાઓ સરકાર સામે પડ્યા

  • August 5, 2025
  • 18 views
Gujarat politics: વિસાવદરવાળી થવાનો ડર કે બીજું કંઈ?  હાર્દિક પટેલ સહિતના નેતાઓ સરકાર સામે પડ્યા

UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?

  • August 5, 2025
  • 33 views
UP: મહિલાના પ્રાઈવેટ પાર્ટને દબાવીને ભાગી જનારને પોલીસે ગોળી મારી દીધી, જાણો કોણ છે આ લંપટ?