‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor

  • India
  • May 8, 2025
  • 7 Comments

Reliance uses the name Operation Sindoor: પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં રહેલા આતંકીઓના ખાતમો બોલાવી ‘ઓપરેશન સિંદૂર’ નામ આપ્યું છે. ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાનામાં રહેલા આતંકીઓના 9 ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા છે. ખુદ પાકિસ્તાને સ્વીકાર્યું છે કે ભારતના આ હુમલામાં 26ના મોત થયા છે. જો કે તેમાં પુષ્ટી થતી નથી કે આતંકીઓ કેટલા મોતને ભેટ્યા.

જોકે હવે ઓપરેશન સિંદૂર નામ પ્રખ્યાત બનતાં કેટલાંક બિઝનેસમેન આ ઓપરેશનના નામે તેમના ધંધાને આગળ ધપાવવા કમર કસી રહ્યા છે. પોતાના ધંધાને આગળ વધારાવા ઓપરેશન સિંદૂર નું નામ વટાવી ખાવા માગે છે. આ માટે મુકેશ અંબાણી સહિત કેટલાંક બિઝનેસમેન્સે ઓપરેશન સિંદૂરનો ટ્રેડમાર્ક મેળવવા અરજીઓ કરી છે.

મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બુધવારે (7 મે) ટ્રેડમાર્ક રજિસ્ટ્રી ઑફિસમાં અરજી દાખલ કરી હતી. જેમાં ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ શરૂ કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ને વર્ડ માર્ક તરીકે નોંધણી કરાવવાની માંગ કરવામાં આવી હતી.

કંપનીએ ‘માલ અને સેવાઓ’ માટે વર્ગ 41 હેઠળ આ શબ્દની નોંધણી માંગી છે, જેમાં શિક્ષણ અને મનોરંજન સેવાઓનો સમાવેશ થાય છે.

મુકેશ અંબાણીની માગ સામે વિરોધ

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે “ઓપરેશન સિંદૂર” નામનો ટ્રેડમાર્ક રજિસ્ટર કરાવવા માટે અરજી કરી છે, જેનો હેતુ મનોરંજન સેવાઓ (ફિલ્મો, શો, કોન્સર્ટ, ગેમ્સ, ઓડિયો-વિડિયો કન્ટેન્ટ) અને પ્રકાશન સેવાઓમાં આ નામનો ઉપયોગ કરવાનો છે. આ નિર્ણયને કેટલાક લોકો દ્વારા વિવાદાસ્પદ ગણાવવામાં આવ્યો છે, કારણ કે “ઓપરેશન સિંદૂર” ભારતની સૈન્ય કાર્યવાહીનું નામ છે, અને તેનો વ્યાવસાયિક ઉપયોગ અયોગ્ય માનવામાં આવે છે. જોકે, આ ટ્રેડમાર્ક રિલાયન્સને મનોરંજન ક્ષેત્રમાં આ નામનો વિશિષ્ટ ઉપયોગ કરવાની મંજૂરી આપશે, જે તેમની વ્યૂહરચનાનો ભાગ હોઈ શકે છે.

આ પણ વાંચોઃ

ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif

Katch: બોર્ડર નજીક શંકાસ્પદ ડ્રોન હાઈટેન્શન સાથે અથડતાં વિસ્ફોટ

Harsh Sanghvi: ગુજરાતની ભાજપ સરકાર ખેલાડીઓને નોકરીઓ કેમ આપતી નથી?

Helicopter Crash: ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 4ના મોત, ખરાબ હવામાન છતાં ઉડાન કેમ ભરી?

પાકિસ્તાનનો LOC પર સતત ગોળીબાર, ભારતના 15 નાગરિકોના મોત, 43ને ઈજાઓ

Operation Sindoor: અમે ફક્ત આતંકીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો: રાજનાથ સિંહ

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી, પાકિસ્તાનના નામથી મળ્યો મેઇલ | Bomb Blast Threat

Related Posts

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?
  • August 5, 2025

Delhi 7 Policemen Suspended: દિલ્હીમાં પોલીસ નેતાઓને સલામ ઠોકવા અને તેમની સુરક્ષા, ચાપલૂસી કરવા સિવાયનું બીજુ કામ ન આવડતું હોય તેવું સાબિત થયું છે. તાજેતરમાં જ દિલ્હીમાં મહિલા સાંસદની સોનાની…

Continue reading
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો
  • August 5, 2025

Uttarkashi Cloudburst: આજે 5 ઓગસ્ટ 2025 ના રોજ ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લાના ધારાલી ગામમાં વાદળ ફાટવાની ઘટના બની હતી, જેના કારણે કાટમાળ, પથ્થરો અને પાણીએ ભારે વિનાશ વેર્યો છે. આ કુદરતી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

  • August 5, 2025
  • 7 views
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા

Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

  • August 5, 2025
  • 15 views
Policemen Suspended: દિલ્હી પોલીસને નેતાઓની સુરક્ષા, સેલ્યૂટ મારવા સિવાય બીજું કંઈ આવડે છે?

Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

  • August 5, 2025
  • 8 views
Vadodara: રૂ. 3.17 કરોડના સાધનોની ખરીદીમાં ગેરરીતિ, CEO મનોજ પાટીલ, પૂર્વ HOD દેવેશ પટેલ, ડે. ચીફ ફાયર ઓફિસર નૈતિક ભટ્ટ સસ્પેન્ડ

Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

  • August 5, 2025
  • 24 views
Cloudburst: ઉત્તરકાશીમાં વાદળ ફાટતાં 4 લોકોના મોત, 50થી વધુ ગુમ, જુઓ ભારે વિનાશ વેર્યો

Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

  • August 5, 2025
  • 24 views
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?

120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો

  • August 5, 2025
  • 9 views
120 Bahadur:’હમ પીછે નહીં હટેંગે’ અંતિમ શ્વાસ સુધી ચીન સામે લડ્યા બહાદુર સૈનિકો, ફરહાન અખ્તર મેજર શૈતાન સિંહની ભૂમિકામાં છવાયો