
Operation Sindoor: ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ભારતની આ કાર્યવાહીથી પાડોશી દેશ પાકિસ્તાન હચમચી ગયો છે. ગત રાત્રે પણ સામસામે ગોળીબાર થયો હતો. પાકિસ્તાન તરફથી કેટલીક મિસાઈલ અને ડ્રોન છોડાયા હતા. જોકે ભારતીય સેનાએ તેનો નાશ કર્યો છે. આવી સ્થિતિમાં પંજાબમાં હવે હાઇ એલર્ટ છે. પંજાબના સરહદી જિલ્લા ગુરદાસપુરમાં દરરોજ રાત્રે અંધારપટ રહેશે.
ગુરદાસપુર પાકિસ્તાન સીમાને અડીને આવેલું
ગુરદાસપુર જિલ્લામાં આગામી આદેશો સુધી રાત્રે 9 વાગ્યાથી બીજા દિવસે સવારે 5 વાગ્યા સુધી બ્લેકઆઉટ અમલમાં રહેશે. રાત્રે આખો જિલ્લો અંધકારમાં ડૂબેલો રહેશે. ગુરદાસપુર પાકિસ્તાન સરહદને અડીને આવેલું છે. ભારત-પાકિસ્તાન સરહદ પર સંવેદનશીલ વાતાવરણને કારણે ભારત સરકાર અને પંજાબ સરકારની માર્ગદર્શિકા અનુસાર નાગરિક સંરક્ષણ અધિનિયમ 1968 હેઠળ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે ગુરદાસપુરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ આદેશ આપવમાં આવ્યો છે.
આ આદેશ સેન્ટ્રલ જેલ ગુરદાસપુર અને હોસ્પિટલોને લાગુ પડશે નહીં. જોકે આ વિભાગોએ ખાતરી કરવી પડશે કે સેન્ટ્રલ જેલ ગુરદાસપુર અને હોસ્પિટલોની બારીઓ દરરોજ રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી બંધ અને યોગ્ય રીતે ઢંકાયેલી રહે જેથી કોઈ પણ પ્રકાશ બહાર ન જઈ શકે.
મોડી રાત્રે ચાર વિસ્ફોટ થયા
બુધવારે રાત્રે લગભગ 1:15 વાગ્યે અમૃતસરના જેતવાલ, દુધલા, માખનવિંડી અને પાંધેર ગામોમાં રોકેટ પડ્યા છે. એસએસપી ગ્રામીણ મનિન્દર સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ બુધવારે રાત્રે લોકોએ એક પછી એક લગભગ ચાર વિસ્ફોટોનો અવાજ સાંભળ્યો હતો. આનાથી સમગ્ર જિલ્લામાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. જિલ્લા વહીવટીતંત્રે સમગ્ર જિલ્લામાં વીજ પુરવઠો બંધ કરી દીધો અને બ્લેકઆઉટ લાગુ કરી દીધો હતો.
જપ્ત કરાયેલા રોકેટ અંગે, નિષ્ણાતો કહે છે કે રોકેટ પાકિસ્તાનથી છોડવામાં આવ્યા હશે, પરંતુ ભારતીય વાયુસેનાએ તેમને આકાશમાં જ નષ્ટ કરી દીધા.
આ પછી તેમના અવશેષો વિવિધ ગામોના ખેતરોમાં પડ્યા. ગામના કેટલાક લોકો કહે છે કે તેમણે મોડી રાત્રે વિસ્ફોટોનો અવાજ સાંભળ્યો અને આકાશમાંથી રોકેટ તેમના ગામના ખેતરોમાં પડતા જોયા. હાલમાં ભારતીય સેના અને પોલીસ સમગ્ર મામલાની તપાસમાં વ્યસ્ત છે.
આ પણ વાંચોઃ
ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif
‘ઓપરેશન સિંદૂર’ના નામે મુકેશ અંબાણી ધંધો કરવા કેમ માગે છે? | Operation Sindoor
ભારતના 5 પ્લેન તોડી પાડવાના દાવા પર પાકિસ્તાની રક્ષામંત્રી ફસાયા | Khawaja Asif
Katch: બોર્ડર નજીક શંકાસ્પદ ડ્રોન હાઈટેન્શન સાથે અથડતાં વિસ્ફોટ
Harsh Sanghvi: ગુજરાતની ભાજપ સરકાર ખેલાડીઓને નોકરીઓ કેમ આપતી નથી?
Helicopter Crash: ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 4ના મોત, ખરાબ હવામાન છતાં ઉડાન કેમ ભરી?
પાકિસ્તાનનો LOC પર સતત ગોળીબાર, ભારતના 15 નાગરિકોના મોત, 43ને ઈજાઓ
Operation Sindoor: અમે ફક્ત આતંકીઓના તાલીમ શિબિરોનો નાશ કર્યો: રાજનાથ સિંહ








