Opposition to SIR: ચૂંટણીપંચ બિહારની ફોર્મ્યુલા અન્ય રાજ્યોમાં અપનાવે તે પહેલાં અમે અટકાવીશું:કોંગ્રેસ

  • India
  • November 19, 2025
  • 0 Comments

Opposition to SIR:બિહારમાં ચૂંટણીઓ દરમિયાન મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાના વિપક્ષના આક્ષેપ બાદ હવે બિહારની નીતિ અન્ય રાજ્યોમાં લાગુ ન થાય તે માટે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચના SIR અભિયાનને અટકાવવા આંદોલન કરવાનું નક્કી કરાયું છે.

દેશભરમાં કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા વિશેષ મતદારયાદી સુધારણા અભિયાનનો વિપક્ષ દ્વારા વિરોધ યથાવત રહ્યો છે અને તેઓના મતે આ અભિયાનના ઓઠા હેઠળ અનેક મતો ગાયબ કરાય છે અથવા ઉમેરાય રહયા છે અને એક પ્રકારની ગેરરીતિ થઈ રહયાના આરોપ લાગી રહયા છે ત્યારે દેશના મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ દ્વારા SIRનો વિરોધ કરવા દિલ્હીમાં રેલીનું આયોજન થયું છે.

મહત્વનું છે કે હાલમાં ગુજરાત સહિત દેશનાં 12 રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલ SIRની પ્રક્રિયા ચાલુ છે ત્યારે નવી દિલ્હી ખાતેના ઇંદિરા ભવનમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા ચાલી રહેલી SIRની કામગીરી સામે વિરોધ કરવા રેલીનું આયોજન કરવા સહિતની ચર્ચા થઈ હતી.

કૉંગ્રેસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર નિવેદન બહાર પાડીને લખ્યું, “આ બેઠકમાં કૉંગ્રેસ પાર્ટીએ નિર્ણય લીધો છે કે ડિસેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં દિલ્હીના રામલીલા મેદાન ખાતે એસઆઈઆર વિરુદ્ધ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવશે. જેમાં ચૂંટણીપંચના રાજનીતિકરણનો પર્દાફાશ કરવામાં આવશે.”તેઓએ કહ્યુ કે બધાનો અનુભવ એવો છે કે એસઆઈઆરમાં લોકોને ટાર્ગેટ કરીને તેમનાં નામ હઠાવવામાં આવી રહ્યાં છે.

“ચૂંટણીપંચે જેવું બિહારમાં કર્યું, એજ નીતિ અન્ય રાજ્યોમાં પણ અપનાવવામાં આવશે. એસઆઈઆર મુદ્દે અમે બિહારની ચૂંટણી પૂર્વેથી જ સવાલ ઉઠાવી રહ્યા છીએ.”કૉંગ્રેસનું કહેવું છે કે તેણે એસઆઈઆર મુદ્દે દેશવ્યાપી સહી અભિયાન હાથ ધર્યું હતું, જેમાં અત્યારસુધીમાં પાંચ કરોડ સહીઓ એકઠી થઈ છે.

ભારતના ચૂંટણી પંચે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન (SIR)ના પ્રક્રિયા હાથ ધરી હતી અને હવે ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIRની પ્રકિયા ચાલુ છે.દેશભરના વિરોધ પક્ષોએ SIRનો જોરદાર વિરોધ કર્યો છે,વિપક્ષનું માનવું છે કે, આ પ્રક્રિયાથી લાખો મતદારોના નામ કાઢી નાંખવામાં આવશે.

બિહારમાં પણ મહાગઠબંધ દ્વારા વિરોધ થયો હતો એ પછી દિલ્હીમાં શરદ પવાર NCP, અખિલેશ યાદવ અને કોંગ્રેસે ચૂંટણી પંચની ઓફિસ સુધી રેલી કાઢી હતી. 4 નવેમ્બરે પશ્ચિમ બંગાળમાં TMC નેતા મમતા બેનરજીએ પાંચ કિ.મી. લાબીં રેલી કાઢી હતી.આ સિવાય મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે, તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિન, કેરળના મુખ્યમંત્રી બધા વિરોધ કરી રહ્યા છે.ત્યારે હવે કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં રેલી કાઢવાની જાહેરાત થતાં રાજકારણ ગરમાયુ છે.

આ પણ વાંચો: 

Gujarat Politics: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની ચૂંટણી થશે બિનહરીફ? આ એકમાત્ર દાવેદાર તરીકે ઉતરશે મેદાને

Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓનો અશ્લિલ ડાન્સ, વીડિયો વાયરલ થતા વિવાદ

Pakistan: PoKમાં સત્ય ઉજાગર કરનાર પત્રકારો ઉપર પોલીસનો હુમલો, ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં ઘૂસીને પોલીસે પત્રકારોને માર્યા!

Maharashtra: ઉદ્ધવ ઠાકરેએ સોનમ વાંગચુકની ધરપકડ મામલે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી

Rajasthan: BJP કાર્યકર્તાઓએ કેન્સરના દર્દીઓને બિસ્કિટ આપ્યા, ફોટા પડાવ્યા અને બિસ્કીટ પાછા લઈ લીધા

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Sofia Firdous: કોંગ્રેસના ધારાસભ્ય સોફિયા ફિરદોસ કોણ છે? જેઓએ ભાજપના સમર્થનમાં મતદાન કર્યું !
  • March 17, 2026

Sofia Firdous: સોમવારે ઓડિશામાં રાજ્યસભાની ચાર બેઠકો માટે મતદાન થયું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ-વોટિંગ કર્યું. આ ત્રણ ધારાસભ્યોમાં રમેશ જેના, દશરથી ગોમાંગો અને સોફિયા ફિરદોસનો સમાવેશ થાય છે.…

Continue reading
Rajya Sabha Elections 2026: રાજ્યસભા ચૂંટણીમાં વિપક્ષના 11 ધારાસભ્યોનું ક્રોસ વોટિંગ ભાજપને ફળ્યું! NDAએ બાજી મારી
  • March 17, 2026

Rajya Sabha Elections 2026: દેશમાં બંગાળ, આસામ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે જેની રાજકીય પક્ષોમાં પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તે અગાઉ રાજ્યસભા ચૂંટણીમાં NDAએ બાજી મારી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

  • March 20, 2026
  • 5 views
Iran War : ઈરાન હવે વિશ્વની ઉર્જા ચેઇન ખતમ કરવાના મૂડમાં છે! કતારે ગેસ પ્લાન્ટ બંધ કર્યો! ઈઝરાયેલના ઉર્જા સેન્ટર પણ ઈરાને મિસાઇલ છોડી! ટ્રમ્પ ઢીલા પડ્યા!

Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

  • March 19, 2026
  • 5 views
Mini storm: ગુજરાતમાં પવન-ગાજવીજ સાથે જામ્યો વરસાદી માહોલ,ખેડૂતોને વ્યાપક નુકશાન

Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

  • March 19, 2026
  • 10 views
Ahmedabad: યોગ ગુરુજીએ આશ્રમ ઉભો કરી નકલી નોટો છાપવાનો “ગોરખધંધો” શરૂ કર્યો! પણ પકડાઈ ગયા!!

MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે PM મોદીને સવાલ!!

  • March 19, 2026
  • 16 views
MODI: CM નરેન્દ્ર મોદી રાજ્યપાલોને કેન્દ્રના એજન્ટ કહેતા હતા! આજે PM મોદીના રાજમાં શુ બદલાયું? CM મોદીનો હવે  PM મોદીને સવાલ!!

America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

  • March 19, 2026
  • 6 views
America: અમેરિકાની USCIRF પેનલે RSS અને R&AW પર પ્રતિબંધ મુકવાની વાત કેમ કરી? જુઓ, ખાસ વિશ્લેષણ

PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!

  • March 19, 2026
  • 15 views
PM Modi: CM નરેન્દ્ર મોદી પર ₹ 1 લાખ કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવનાર ‘ઝડફિયા’ હવે આજ પાર્ટીના ‘વફાદાર નેતા’ બની ગયા છે!