
India’s attack on Pakistan: 7 મેની રાત્રે પહેલગામ હુમલાનો ભારતે પહેલગામ હુમલાનો બદલો લીધો છે. પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મોડી રાત્રે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો છે. આ જવબી કાર્યવાહીને ભારતે ઓપરેશન સિન્દૂર નામ આપ્યું છે. ભારતીય સેનાએ પોતે આ ઘટનાની માહિતી આપી છે. સત્તાવાર જાહેરાત પછી, ગૃહ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય દ્વારા પણ તેની પુષ્ટિ કરવામાં આવી હતી. મિસાઈલ હુમલા બાદ ભારતીય સેનાએ પ્રેસ કોન્ફરન્સ શરુ કરી છે.
‘નાગરિકોને નુકસાન ન થાય તેની કાળજી લેવામાં આવી’
‘ઓપરેશન સિંદૂર’ વિશે માહિતી આપતાં સેનાએ જણાવ્યું હતું કે, ‘ઓપરેશન સિંદૂર ચલાવતી વખતે, નાગરિકોને કોઈ નુકસાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.’
હુમલા બાદ રાજકીય પ્રતિક્રયાઓ
હવે આ મુદ્દા પર રાજકીય પ્રતિક્રિયાઓ સતત સામે આવી રહી છે. દેશના તમામ મોટા નેતાઓ ભારતીની આ બદલાની કાર્યવાહીની પ્રશંસા કરી રહ્યા છે. આ ક્ષણે આખો દેશ એક થઈ ગયો હોય તેવું લાગે છે. વિપક્ષ પણ સરકારના નિર્ણય પર કોઈ પ્રશ્ન ઉઠાવ્યા વિના તેના નિર્ણયને સમર્થન આપી રહ્યું હોય તેવું લાગે છે. સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પણ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.
અખિલેશ યાદવે શું કહ્યું?
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કન્નૌજના સાંસદ અખિલેશ યાદવે ઓપરેશન સિંદૂર પર પોતાની પ્રતિક્રિયા એક x પોસ્ટ દ્વારા શેર કરી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પ્રતિક્રિયા આપતા અખિલેશે લખ્યું, ‘પરાક્રમો વિજયતે.’ આ પહેલા પણ અખિલેશ યાદવે તેમના અનુયાયીઓ અને દેશવાસીઓને આ મુદ્દા પર સરકાર સાથે ઉભા રહેવા અને તેના નિર્ણયને સમર્થન આપવાની અપીલ કરી હતી. તેમની આ અપીલ ગઈકાલે ચર્ચામાં હતી. ખેર, અખિલેશ યાદવ હંમેશા આવા પ્રસંગોએ દેશની સાથે ઉભા રહ્યા છે અને આ વખતે પણ તેમણે એવું જ કર્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું મને સેના પર ગર્વ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ સામે કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીની પ્રશંસા કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને ભારતના સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે. પહેલગામ આતંકવાદી હુમલાના બે અઠવાડિયા પછી, ભારતીય સશસ્ત્ર દળોએ મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં નવ આતંકવાદી છાવણીઓ પર મિસાઇલ હુમલા કર્યા, જેમાં આતંકવાદી જૂથો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના ગઢનો સમાવેશ થાય છે. કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે અમને અમારા ભારતીય સશસ્ત્ર દળો પર ખૂબ ગર્વ છે જેમણે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો.
હુમલો ક્યારે થયો?
તમને જણાવી દઈએ કે બુધવારે રાત્રે 1.44 વાગ્યે સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર મિસાઈલ હુમલો કર્યો છે, જેમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને નાશ કરવામાં આવ્યા છે. આ હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓની ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવી નથી.
આ પણ વાંચોઃ
Surat ની હોસ્પિટલમાં આગ, દર્દીઓની હાલત કફોડી, સ્ટ્રેચર પર બહાર કાઢ્યા
‘મોદીને આતંકી હુમલાની 3 દિવસ પહેલા માહિતી મળી ગઈ હતી’: Mallikarjun Kharge
ધોરાજી પાસે ઇનોવા કાર પલટી વૃક્ષ સાથે અથડાઈ, 4ના મોત, 2ને ગંભીર ઈજાઓ | accident
Mock Drill: મોકડ્રીલ પર સંજય રાઉતે કહ્યું- ‘શું આ મોદીજીની તૈયારી છે?’
વક્ફની જમીન પચાવી પાડનાર સલીમ જુમ્માખાન પઠાણને ત્યા EDના દરોડા
Defense Mock Drill: અમદાવાદ, સુરત સહિત 19 સ્થળોએ ડિફેન્સ મોકડ્રીલ, સુરક્ષિત સ્થળો કયા?
Gondal: અમિત ખૂંટના આપઘાતને લઈ અનેક તર્કવિતર્ક, શું થઈ રહ્યા છે મોટા આક્ષેપ?








