Air Strike: અફઘાનિસ્તાનના હુમલા બાદ પાકિસ્તાનો વળતો હુમલો; 70થી વધુના મોતનો દાવો

  • World
  • February 27, 2026
  • 0 Comments

Air Strike: અફઘાનિસ્તાને પાકિસ્તાન ઉપર સૈન્ય કાર્યવાહી કરી પાકિસ્તાની સેનાના 55 જવાનો મોતનો દાવો કર્યા બાદ અફઘાન સરકારે એ પણ કહ્યું કે 23 પાકિસ્તાની સૈનિકોના મૃતદેહ તેમની પાસે છે. પાકિસ્તાની સેનાના એક હેડક્વાર્ટર અને 19 ચોકીઓ પર પણ કબજો કરી લેવામાં આવ્યો હોવાનું અફઘાનિસ્તાને જણાવ્યા બાદ હવે પાકિસ્તાને વળતો હુમલામાં એર સ્ટ્રાઈક કરી છે.

પાકિસ્તાન વાયુસેનાએ (PAF) ગત રાત્રે કાબુલ સહિત અનેક શહેરો પર ભયાનક એરસ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનને પાકિસ્તાને ‘ગઝબ લિલ હક’ નામ આપ્યું છે,અફઘાનિસ્તાનની તાલિબાની સરકાર દ્વારા પાકિસ્તાનની એરસ્ટ્રાઈકના જવાબરૂપે સરહદે હુમલો કરાયાની માહિતી સામે આવતા જ પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર ખ્વાઝા આસિફે અફઘાનિસ્તાન તાલિબાન વિરુદ્ધ યુદ્ધનું એલાન કરી દીધું હતું.

પાકિસ્તાની વાયુસેનાએ 27 ફેબ્રુઆરી 2026ની વહેલી સવારે અફઘાનિસ્તાનના તાલિબાન સૈન્ય ઠેકાણાઓ પર વળતો હુમલો કર્યો છે. પાકિસ્તાની દાવા મુજબ, આ એરસ્ટ્રાઈકમાં કાબુલમાં બે બ્રિગેડ હેડક્વાર્ટર સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કંદહારમાં કોર હેડક્વાર્ટર, દારૂગોળો ડેપો અને લોજિસ્ટિક્સ બેઝ પર પણ ભારે બોમ્બમારો કરવામાં આવ્યો છે. પક્તિયા પ્રાંતમાં પણ એક કોર હેડક્વાર્ટરને નિશાન બનાવીને તોડી પડાયું છે.

પાકિસ્તાની સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યવાહીમાં 72 થી 133 જેટલા તાલિબાની લડાયકો માર્યા ગયા છે અને 200 થી વધુ ઘાયલ થયા છે. 80 થી વધુ ટેન્ક, આર્ટિલરી અને સૈન્ય વાહનો (APC) તબાહ થયા છે. તાલિબાનની 27 ચેકપોસ્ટ નષ્ટ કરવામાં આવી છે, જેમાંથી 9 પર પાકિસ્તાની દળોએ કબજો કર્યો હોવાનો દાવો છે.

તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે આ હુમલાને ‘કાયરતાપૂર્ણ’ ગણાવ્યો છે અને કાબુલ-કંદહારમાં હુમલાની પુષ્ટિ કરી છે. જોકે, તેમણે કોઈ મોટું નુકસાન ન થયું હોવાનો દાવો કર્યો છે,આમ,અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ફરી વોર શરૂ થઈ છે.

આ પણ વાંચો:

Russia-Japan Dispute: રશિયાએ 11 કલાક સુધી જાપાનના આકાશમાં 10 બોમ્બર જેટ ઉડાવતા ફફડાટ ,યુદ્ધની તૈયારીઓ?

Donald Trump: અમેરિકાનું ખતરનાક USS અબ્રાહમ લિંકન યુદ્ધ જહાજ ઈરાન નજીક પહોંચતા યુદ્ધના ભણકારા

Donald-Trump: ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી વચ્ચે શુ સામ્યતા છે? જાણીતા વિશ્લેષક શીતલ પી.સિંઘે શુ કહ્યું?જુઓ ખાસ ચર્ચા

FAS Report: અમદાવાદ વિમાન દુર્ઘટનાનું અસલી કારણ સામે આવ્યું!! FASના રીપોર્ટમાં થયો મોટો ખુલાસો,જાણીને ચોંકી જશો

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. દક્ષિણ ગુજરાતના સુરતથી 1997થી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Donald Trump: ટ્રમ્પે મોદીને ‘માય ડિયર ફ્રેન્ડ’ કહીને વધુ એક ટેરીફનો આપ્યો ઝટકો!સોલાર પેનલ ઉપર 126 ટેરીફ ઝીંક્યો!
  • February 26, 2026

Donald Trump: અમેરિકાની સુપ્રીમ કોર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફને ગેરકાયદે ઠેરવ્યા બાદ ટ્રમ્પનો બાટલો ફાટ્યો છે અને ટ્રમ્પે કોર્ટનો રોષ વિશ્વના દેશો પર ઉતાર્યો છે અને પહેલા 10 ટકા અને…

Continue reading
Donald Trump: અમેરિકાના સૌથી મોટા એરક્રાફ્ટના ટોઈલેટ જામ થઈ જતા 5000 સૈનિકોને ‘છી’ કરવાની સમસ્યા! સૈનિકો યુદ્ધ પહેલા જ થાક્યા!
  • February 25, 2026

● એક એક કલાક ‘છી’ રોકીને લાઈનમાં ઉભા રહેતા સૈનિકો એટલા ત્રાસી ગયા છે કે ઈરાનનો નિવેડો આવે અને અમેરિકા પહોંચતા જ નોકરી જ છોડી દેવાનું વિચારી રહયા છે. Donald…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Vadodara: કોલેજની વિદ્યાર્થીનીઓનો હાથ પકડી વાઈસ ડીને કહ્યું ‘મને ક્રીમ લગાડેતો કેવું લાગે?!’ગંભીર આક્ષેપ બાદ વાઈસ ડીનને પદથી દૂર કરાયા!

  • February 27, 2026
  • 4 views
Vadodara: કોલેજની વિદ્યાર્થીનીઓનો હાથ પકડી વાઈસ ડીને કહ્યું ‘મને ક્રીમ લગાડેતો કેવું લાગે?!’ગંભીર આક્ષેપ બાદ વાઈસ ડીનને પદથી દૂર કરાયા!

Arvind Kejriwal: પૂર્વ CM કેજરીવાલ નિર્દોષ જાહેર! તેઓએ કહ્યું’ભાજપના આરોપો ખોટા સાબિત થયા!’ જબરજસ્ત વિશ્લેષણ

  • February 27, 2026
  • 4 views
Arvind Kejriwal: પૂર્વ CM કેજરીવાલ નિર્દોષ જાહેર! તેઓએ કહ્યું’ભાજપના આરોપો ખોટા સાબિત થયા!’ જબરજસ્ત વિશ્લેષણ

Fire: રાજ્યમાં વર્ષે જીવલેણ આગમાં 2700 લોકોના મોત; કેમિકલ ઉદ્યોગો જોખમી સાબિત થઈ રહયા છે! જુઓ,ખાસ અહેવાલ

  • February 27, 2026
  • 5 views
Fire: રાજ્યમાં વર્ષે જીવલેણ આગમાં 2700 લોકોના મોત; કેમિકલ ઉદ્યોગો જોખમી સાબિત થઈ રહયા છે! જુઓ,ખાસ અહેવાલ

Supreme Court: ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર મામલે સરકારની સ્પષ્ટતા ‘ન્યાયતંત્રનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો!’ જુઓ ડૉ.જયનારાયણ વ્યાસે શુ કહ્યું?

  • February 27, 2026
  • 13 views
Supreme Court: ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર મામલે સરકારની સ્પષ્ટતા ‘ન્યાયતંત્રનું અપમાન કરવાનો કોઈ ઈરાદો નહોતો!’ જુઓ ડૉ.જયનારાયણ વ્યાસે શુ કહ્યું?

Narendramodi: ગુજરાતમાં પ્રાથમિક શાળામાં શિક્ષણની અધોગતિ,50 ટકા બાળકોએ શાળા છોડી! જુઓ ખાસ વિશ્લેષણ

  • February 27, 2026
  • 12 views
Narendramodi: ગુજરાતમાં પ્રાથમિક શાળામાં શિક્ષણની અધોગતિ,50 ટકા બાળકોએ શાળા છોડી! જુઓ ખાસ વિશ્લેષણ

Narendramodi: PM નરેન્દ્ર મોદીની ઇઝરાયેલ મુલાકાત મુદ્દે વિશ્લેષકો શુ કહે છે? જુઓ ખાસ ચર્ચા

  • February 27, 2026
  • 3 views
Narendramodi: PM નરેન્દ્ર મોદીની ઇઝરાયેલ મુલાકાત મુદ્દે વિશ્લેષકો શુ કહે છે? જુઓ ખાસ ચર્ચા