
Pakistan Bomb Blast: પાકિસ્તાનમાં સતત એકાએક હુમલાઓની ઘટનાઓ વધી રહી છે. બલુચિસ્તાન અને પાકિસ્તાન આર્મી વચ્ચે સતત સંઘર્ષ થાય છે. ત્યારે આજે ક્વેટા શહેરમાં એક મોટો બોમ્બ બ્લાસ્ટ થતાં સૌ કોઈને હચમાચવી નાખ્યા છે. આ બ્લાસ્ટમાં 10 લોકોના મોત થયા છે અને ઓછામાં ઓછા 30 લોકો ગંભીર ઈજાઓનો ભોગ બન્યા છે.
#QuettaBlast CCTV footage
Highly condemnable pic.twitter.com/BDaaA4VBn8— Haroon Baloch, PhD (@advertbalcha) September 30, 2025
આ બ્લાસ્ટ બલુચચિસ્તાનની રાજધાની ક્વેટાના ઝરઘૂન રોડ પર થયો છે. બ્લાસ્ટ બાદ ભારે ગોળીબાર પણ થયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ શહેરભરની હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરી છે. બ્લાસ્ટમાં ઈજા પામેલા લોકોને સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગ અને ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા છે.
સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો
પોલીસના જણાવ્યા અનુસાર ઝરઘૂન રોડ નજીક થયેલો વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકની ઇમારતોની બારીઓ અને દરવાજા તૂટી ગયા હતા. પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. ફ્રન્ટિયર કોર્પ્સના જવાનો પણ ઘટનાસ્થળે હાજર છે.
ઘટનાની તપાસ શરુ
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બલુચિસ્તાનના આરોગ્ય પ્રધાન બખ્ત મુહમ્મદ કાકરે શહેરની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સીની સ્થિતિ જાહેર કરી છે. બધા ડોકટરો, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સો અને પેરામેડિકલ સ્ટાફને ખડેપગે રહેવા સૂચના આપી દીધી છે. વિસ્ફોટનું કારણ જાણવા અનો ગોળીબાર અંગે અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.
પાકિસ્તાની મીડિયા અહેવાલ આપી રહ્યું છે કે આ એક આત્મઘાતી હુમલો હતો. ઘટનાસ્થળ પરથી મળેલા અહેવાલો દર્શાવે છે કે વિસ્ફોટ પછી દૂરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા.
ક્વેટામાં પહેલા પણ વિસ્ફોટ થયો હતો
નોંધનીય છે કે આ મહિનાની 4 સપ્ટેમ્બરે ક્વેટામાં એક રાજકીય રેલી દરમિયાન થયેલા બોમ્બ વિસ્ફોટમાં 15 લોકો માર્યા ગયા હતા અને 30 થી વધુ ઘાયલ થયા હતા. બલુચિસ્તાન લગભગ બે દાયકાથી અશાંતિનો સામનો કરી રહ્યું છે. સ્થાનિક વંશીય બલુચ જૂથો અને તેમના સંલગ્ન પક્ષોનો આરોપ છે કે પાકિસ્તાન સરકાર પ્રાંતની ખનિજ સંપત્તિનું શોષણ કરી રહી છે. બલુચ બળવાખોરોએ તાજેતરમાં પાકિસ્તાની સુરક્ષા દળોને નિશાન બનાવીને અનેક ઘાતક હુમલાઓ કર્યા છે.
આ પણ વાંચો:
પાકિસ્તાની સેનાએ પોતાના જ દેશ પર બોમ્બમારો કર્યો, 30 લોકોના મોત, શું છે કારણ? | Pakistani Army
Gujarat ના વિકાસની બત્તી ગુલ કરવામાં નેતાઓના વૈભવી ખર્ચા!, અમદાવાદનું વીજ બિલ 400 કરોડ
UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….









