પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં જનતાનો હલ્લાબોલ: પુલ પર મૂકેલા મોટા કન્ટેનર નદીમાં ફેંકી દીધા!

  • World
  • October 2, 2025
  • 0 Comments
  • PoKના નાગરીકો મૂળભૂત જરૂરિયાતો પર સબસિડીમાં કાપનો વિરોધ કરી રહ્યાં છે.
  • દડિયાલ પલક બ્રિજ પર ત્રણ ભારે કન્ટેનર મૂકી પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કરાયો હતો.

Pakistan Occupied Kashmir | પાકિસ્તાન અધિકૃત PoJKમાં જનતાનો વિરોધ વધુ તીવ્ર બની રહ્યો છે અને જનતાએ સામુહિક તાકાતનો પરચો બતાવ્યો તે આખી દુનિયાએ જોયો હતો.

હકીકતમાં દડિયાલના પલક બ્રિજ પર ત્રણ ભારે કન્ટેનર વડે  પ્રદર્શનકારીઓને સરકારે રોકવાનો પ્રયાસ કર્યો પણ સ્થાનિક લોકોએ સામુહિક તાકાતનો પરચો આપી માત્ર હાથ વડે આ મહાકાય કન્ટેનરને પુલ પરથી ઉપાડીને નીચે ફેંકી દીધા હતા.

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓનો આરોપ છે કે ગુપ્તચર એજન્સીઓ આંદોલનને કચડવા માટે છુપા હુમલાઓ પણ કરી રહી છે જેમાં સાદા કપડામાં અજાણ્યા લોકો  નેતાઓને નિશાન બનાવી રહયા છે. નોંધનીય છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં મૂળભૂત જરૂરિયાતો પર સબસિડીમાં કાપનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓનું આંદોલન તીવ્ર બની રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ બુધવારે સુરક્ષા દળોએ નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓ ઉપર ગોળીબાર કરતા આઠ લોકો માર્યા ગયા હતા અને 100થી વધુ ઘાયલ થયા હતા.

આમ,છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં દસ લોકોના મોત થઈ ચૂક્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આજે બાગ જિલ્લાના ધીરકોટમાં 4, મુઝફ્ફરાબાદમાં 2 અને મીરપુરમાં 2 લોકોના મોત થયાના અહેવાલ છે. પ્રદર્શનકારીઓ સરકાર પર મૂળભૂત અધિકારોની અવગણના કરવાનો અને મોંઘવારી પર કાબુ મેળવવામાં નિષ્ફળ ગયાનો આરોપ લગાવી રહયા છે.

આ બધા વચ્ચે પ્રદર્શનકારીઓ એ ત્રણ મોટા કન્ટેનર નદીમાં ધકેલી દીધાના દ્રશ્યો દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. આજે લોકોના ટોળા PoKની રાજધાની મુઝફ્ફરાબાદ તરફ કૂચ કરી રહ્યા છે. તેમણે સરકાર સમક્ષ 38 માંગણીઓ મૂકી છે, જેમાં PoK વિધાનસભામાં 12 રીજર્વ બેઠકો નાબૂદ કરવાનો પણ સમાવેશ થાય છે. સરકાર સમક્ષ 38 માંગણીઓ મૂકવામાં આવી છે.

આ પણ વાંચો:

UP: મંદિરમાં રશિયન મુજરો, મહાદેવના ભક્તોને બતાવ્યો અશ્લીલ ડાન્સ, વીડિયો વાયરલ થતાં…

Gandhinagar: મહિલા કોન્સ્ટેબલ સાથે ક્રૂરતા આચરનાર શંકાસ્પદ આરોપીની ધરપકડ, નિર્વસ્ત્ર હાલતમાં મળ્યો હતો મૃતદેહ

Bhavnagar: સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસકર્મીના પુત્રને રહેંસી નાંખ્યો, હત્યારા ફરાર

‘સસ્પેન્ડ કરો સસ્પેન્ડ કરો’, નવસારી DySPએ બજરંગ દળના કાર્યકરોના જબરજસ્તી તિલક ભૂંસી નાખતાં ભારે વિરોધ | Navsari

UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….

Related Posts

Russia Sanctions Bill 2026: રશિયા પર અમેરિકી પ્રતિબંધના બિલમાં ભારતનું નામ, 100% સુધીના ટેરિફની જોગવાઈથી વધ્યો તણાવ
  • September 17, 2026

Russia Sanctions Bill 2026: અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે 16 સપ્ટેમ્બર, બુધવારે રશિયા સામે આર્થિક દબાણ વધારતા મહત્વપૂર્ણ બિલને મંજૂરી આપી છે. ‘Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of…

Continue reading
NAZA Documentary Controversy: ગાઝા પરની ‘નાઝા’ ડોક્યુમેન્ટરીથી ઇઝરાયલમાં વિવાદ, ફિલ્મકારોની નાગરિકતા રદ કરવાની મંત્રીની ધમકી
  • September 15, 2026

NAZA Documentary Controversy: ગાઝામાં ઇઝરાયલના સૈન્ય અભિયાન પર બનેલી ડોક્યુમેન્ટરી ‘નાઝા’ (NAZA)ને લઈને ઇઝરાયલમાં રાજકીય વિવાદ વકર્યો છે. ઇઝરાયલના સંસ્કૃતિ મંત્રી મિકી જોહરે ફિલ્મના ફિલ્મકાર યુવાલ અબ્રાહમ અને રૅચલ ઝોરની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

  • September 22, 2026
  • 2 views
SC Delhi SIR Voter Notice: દિલ્હી SIRમાં 33 લાખ મતદારોને નોટિસ, ‘લોજિકલ ડિસ્ક્રિપન્સી’ના આધાર પર સુપ્રીમ કોર્ટે ECIને ઘેર્યું

SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

  • September 22, 2026
  • 4 views
SC Vande Mataram Case: ‘ન ગાવું’ અને ‘વિરોધ કરવો’ એક જ ગણાશે? નવા કાયદા પર સુપ્રીમ કોર્ટનો મહત્વનો સવાલ

NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

  • September 22, 2026
  • 8 views
NSUI DUSU Election Defeat: જમીની કાર્યકરોની અવગણના કે ખોટી ઉમેદવાર પસંદગી? DUSU પરિણામ બાદ NSUIમાં ઘમાસાણ

SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

  • September 22, 2026
  • 8 views
SC Private University Fees: ખાનગી યુનિવર્સિટીઓની ફી અને નાણાકીય વ્યવસ્થા પર સુપ્રીમ કોર્ટની કડક નજર, પાંચ વર્ષનો સંપૂર્ણ હિસાબ માંગ્યો

Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

  • September 22, 2026
  • 7 views
Pulkit Mani Modi Mimicry: મિમિક્રી કરી તો શો બંધ? પુલકિત મણિના દાવાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર સવાલ

Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’

  • September 22, 2026
  • 7 views
Food Inflation India: દાળ-ડુંગળીના વધતા ભાવ વચ્ચે કોંગ્રેસના સરકાર સામે સવાલ, ‘GST કપાતનો લાભ મોંઘવારીએ ગળી લીધો’