
Pakistan missile blast: પાકિસ્તાન ફરી એકવાર ખાખ થતું રહી ગયું છે. પાકિસ્તાન પોતાના શસ્ત્રોની સરખામણી ભારત સાથે કરે છે તેની પાછળનું સત્ય દુનિયા સમક્ષ ખુલ્લુ થઈ ગયું છે. શાહીન-3 બેલિસ્ટિક મિસાઇલ રહેણાંક વિસ્તારમાં જઈ પડી. જેથી જોરદાર ધડાકા સાથે વિસ્ફોટ થયો. આ દુર્ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
પાકિસ્તાન પોતાની મિસાઇલો પર પણ કાબૂ રાખવામાં નાકામ સાબિત થઈ રહ્યું છે અને ભારત સામે બાથડિયા ભરી રહ્યું છે. પાકિસ્તાની સેના તેની શાહીન-3 મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરી રહી હતી. તે વખતે પરીક્ષણ ખરાબ રીતે નિષ્ફળ રહ્યું. મિસાઇલ તેના લક્ષ્યને ચૂકી ગઈ, માર્ગ પરથી હટી ગઈ અને બલુચિસ્તાન પ્રાંતના અશાંત વિસ્તાર ડેરા બુગતીમાં વિસ્ફોટ થયો.
મિસાઇલ નાગરિક વસાહતોની ખૂબ નજીક પડી
Breaking News;
22 July, 2025The Republic of Balochistan strongly condemns the recurring failures of Pakistan’s missile tests that continue to violate Balochistan’s territorial integrity and endanger civilian lives.
According to Baloch locality, the invading forces of Pakistan… pic.twitter.com/qXsGXmDSpU
— Mir Yar Baloch (@miryar_baloch) July 22, 2025
તેનો કાટમાળ બલુચિસ્તાનના ડેરા બુગ્તી જિલ્લામાં પણ પડ્યો હતો, જે નાગરિક વસાહતોની ખૂબ નજીક હતો. આ મિસાઇલ બલુચિસ્તાનના ડેરા ગાઝી ખાન વિસ્તારમાંથી છોડવામાં આવી હતી. જોકે, પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ તરફથી હજુ સુધી આ ઘટના અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી, પરંતુ પ્રત્યક્ષદર્શીઓએ તેના ફોટો અને વીડિયો શેર કર્યા છે. બલુચિસ્તાનના એક પત્રકારે પણ પોતાના X એકાઉન્ટ @miryar_baloch પર દુર્ઘટનાનાો વીડિયો શેર કરીને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે.
પાકિસ્તાને મામલાને દબાવવા પ્રયાસ કર્યો
પાકિસ્તાની સેનાએ પહેલા તો મામલો દબાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તે લગભગ 50 કિલોમીટરના ત્રિજ્યામાં સંભળાયો. બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વાના અશાંત વિસ્તારોમાં અવાજ પહોંચતા ગભરાટ ફેલાઈ ગયો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. સેનાએ તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં ઇન્ટરનેટ બંધ કરી દીધું અને લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી.
શાહીન-૩ દ્વારા પાકિસ્તાન રાખ થવાથી માંડ બચ્યું
પરંતુ આ ઘટનાના ઘણા વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા, જેમાં જોઈ શકાય છે મિસાઈલની પરિક્ષણ કારમી રીતે નિષ્ફળ રહ્યું છે. રિપબ્લિક ઓફ બલુચિસ્તાન નામના સંગઠને પણ આ પરીક્ષણની સખત નિંદા કરી છે અને આરોપ લગાવ્યો છે કે બલુચિસ્તાનના નાગરિકોના જીવ જોખમમાં મુકાયા છે. જો મિસાઈલ તેના માર્ગ પરથી સહેજ પણ ભટકી ગઈ હોત, તો તેનાથી મોટી સંખ્યામાં નાગરિકોના મોત અને સંપત્તિને ભારે નુકસાન થઈ શક્યું હોત.
પણ વાંચો:
Anand: બાળકી બોરસદ તાલુકા પંચાયતની પ્રમુખ બની ગઈ!, જાણો કઈ રીતે?
Ahmedabad: ‘કોંગ્રેસની નજર લાગી એટલે અમદાવાદમાં રોડ તૂટી ગયા’, AMCના પૂર્વ રોડ કમિટી ચેરમેન
Akhilesh Yadav: ભાજપના ઈશારે 18 હજાર વોટ ડિલિટ, ચૂંટણી પંચને રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં
Viral video: ટેબલ પર વંદો જોતાં જ છોકરીએ બર્ગરમાં દબાવી દીધો, પછી જે કર્યું તે જોઈ દંગ રહી જશો!
દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ વખતે Air India ની ફ્લાઇટમાં આગ, કયા ભાગમાં લાગી આગ?