
Pakistan flood: પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને ટીપુ પણ પાણી ન આપવાના દાવા વચ્ચે પાકિસ્તાનમાં પૂર આવ્યું છે. પાકિસ્તાન સામે કાર્યવાહી કરતા, ભારતે સૌપ્રથમ સિંધુ જળ સંધિ રદ કરવાની જાહેરાત કરી અને ચેતવણી આપી કે પાકિસ્તાનને એક ટીપું પણ પાણી આપવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતુ. જો કે આવા દાવો વચ્ચે પાકિસ્તાનમાં પૂર આવ્યું છે. પાકિસ્તાનની મિડિયાનો દાવો છે કે ઝેલમ નદીનું પાણી એકાએક ભારત તરફથી છોડાયું છે. જેના કારણે પાકિસ્તાનમાં પૂર આવ્યું છે. પીઓકે પૂરમાં ડૂબી જવાનો ભય છે.
પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે અનંતનાગ જિલ્લામાંથી ઉરીના ચકોઠીમાં પાણી પ્રવેશ્યું છે, ત્યારબાદ મુઝફ્ફરાબાદના હાટ્ટીન બાલા વિસ્તારમાં જેલમ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. એટલા માટે મુઝફ્ફરાબાદમાં પાણીની કટોકટી જાહેર કરવામાં આવી છે કારણ કે મુઝફ્ફરાબાદ પૂર આવી ગયું છે. જેના કારણે પાકિસ્તાનના લોકોમાં ભય અને ગભરાટ ફેલાયો છે. પાકિસ્તાની મીડિયાએ ભારત પર ઝેલમ નદીમાં પાણી છોડવાનું જાણી જોઈને કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. જો કે ભારતે હજુ સુધી આ આરોપની પુષ્ટી કરી નથી. જો કે ભારતે કહ્યું હતુ કે પાકિસ્તાને એક પણ ટીપુ નહીં મળે તેવા દાવા વચ્ચે આટલુ પાણી પહોંચતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.
&
Flooding starts in Pakistan after India unexpectedly releases water, situations could get much worse gor locals if the water keeps flowing from India🫡
pic.twitter.com/DsipIqv7di— Ghar Ke Kalesh (@gharkekalesh) April 26, 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી શકે
જિયોના અહેવાલ મુજબ જેલમ નદીના પાણીનું સ્તર વધ્યા બાદ પાકિસ્તાન સરકારે મસ્જિદોમાંથી જાહેરાતો કરીને લોકોને ચેતવણી આપી છે. જેલમ નદીના કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ ચેતવણીથી લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. લોકો પોતાના ઘર છોડવા લાગ્યા છે. સ્થાનિક વહીવટીતંત્રે બચાવ ટીમો પણ તૈનાત કરી છે. આ સ્થિતિ બાદ ભારત પાકિસ્તાનના સંબંધો વધુ વણસી શકે છે.
આ પણ વાંચોઃ
પહેલગામ આતંકવાદી હુમલા સાથે અમારે કંઈ લેવા દેવા નથી – TRF(ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ) પલટી ગયું
Khambhat: 7 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર શખ્સને ફાંસીની સજા, ગટરમાં ફેંકી હતી લાશ!
Treaty: આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી તે શું છે?
Seema Haider: ગેરકાયદેસર ઘૂસેલી સીમા હૈદર પાકિસ્તાન જશે? વાંચો
Gujarat માં ઠેર-ઠેર આતંકવાદનો વિરોધ, આતંકીઓના પૂતળા બાળી પ્રદર્શન