Pakistan flood: ભારતે જેલમનું પાણી પાકિસ્તાનમાં છોડતાં પૂરની સ્થિતિ: દાવો

  • World
  • April 27, 2025
  • 3 Comments

 Pakistan flood:  પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને ટીપુ પણ પાણી ન આપવાના દાવા વચ્ચે પાકિસ્તાનમાં પૂર આવ્યું છે.  પાકિસ્તાન સામે કાર્યવાહી કરતા, ભારતે સૌપ્રથમ સિંધુ જળ સંધિ રદ કરવાની જાહેરાત કરી અને ચેતવણી આપી કે પાકિસ્તાનને એક ટીપું પણ પાણી આપવામાં આવશે નહીં તેમ જણાવ્યું હતુ. જો કે આવા દાવો વચ્ચે પાકિસ્તાનમાં પૂર આવ્યું છે. પાકિસ્તાનની મિડિયાનો દાવો છે કે ઝેલમ નદીનું પાણી એકાએક ભારત તરફથી છોડાયું છે.  જેના કારણે પાકિસ્તાનમાં પૂર આવ્યું છે. પીઓકે પૂરમાં ડૂબી જવાનો ભય છે.

પાકિસ્તાની મીડિયાનું કહેવું છે કે અનંતનાગ જિલ્લામાંથી ઉરીના ચકોઠીમાં પાણી પ્રવેશ્યું છે, ત્યારબાદ મુઝફ્ફરાબાદના હાટ્ટીન બાલા વિસ્તારમાં જેલમ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. એટલા માટે મુઝફ્ફરાબાદમાં પાણીની કટોકટી જાહેર કરવામાં આવી છે કારણ કે મુઝફ્ફરાબાદ પૂર આવી ગયું છે. જેના કારણે પાકિસ્તાનના લોકોમાં ભય અને ગભરાટ ફેલાયો છે. પાકિસ્તાની મીડિયાએ ભારત પર ઝેલમ નદીમાં પાણી છોડવાનું જાણી જોઈને કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. જો કે ભારતે હજુ સુધી આ આરોપની પુષ્ટી કરી નથી. જો કે ભારતે કહ્યું હતુ કે પાકિસ્તાને એક પણ ટીપુ નહીં મળે તેવા દાવા વચ્ચે આટલુ પાણી પહોંચતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે.

&

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી શકે

જિયોના અહેવાલ મુજબ જેલમ નદીના પાણીનું સ્તર વધ્યા બાદ પાકિસ્તાન સરકારે મસ્જિદોમાંથી જાહેરાતો કરીને લોકોને ચેતવણી આપી છે. જેલમ નદીના કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા માટે કહેવામાં આવ્યું છે, પરંતુ ચેતવણીથી લોકોમાં ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. લોકો પોતાના ઘર છોડવા લાગ્યા છે. સ્થાનિક વહીવટીતંત્રે બચાવ ટીમો પણ તૈનાત કરી છે. આ સ્થિતિ બાદ ભારત પાકિસ્તાનના સંબંધો વધુ વણસી શકે છે.

 

આ પણ વાંચોઃ

પહેલગામ આતંકવાદી હુમલા સાથે અમારે કંઈ લેવા દેવા નથી – TRF(ધ રેજિસ્ટન્સ ફ્રન્ટ) પલટી ગયું

Khambhat: 7 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર શખ્સને ફાંસીની સજા, ગટરમાં ફેંકી હતી લાશ!

Treaty: આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ સ્થગિત કરી તે શું છે?

 Seema Haider: ગેરકાયદેસર ઘૂસેલી સીમા હૈદર પાકિસ્તાન જશે? વાંચો

Gujarat માં ઠેર-ઠેર આતંકવાદનો વિરોધ, આતંકીઓના પૂતળા બાળી પ્રદર્શન

 

Related Posts

Turkey-Saudi-Pak Defence Alliance: સૌદી, પાકિસ્તાન અને તુર્કીનો સંયુક્ત રક્ષા કરાર! ભારત પર શું અસર પડશે?
  • August 10, 2026

Turkey-Saudi-Pak Defence Alliance: મધ્ય પૂર્વમાં ઝડપથી બદલાતી ભૂરાજકીય પરિસ્થિતિ વચ્ચે સૌદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે નવા સંયુક્ત રક્ષા સહકાર કરારની ચર્ચાએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવી દિશા આપી છે. વિવિધ મીડિયા…

Continue reading
RSP Nepal Politics: નેપાળની સત્તાધારી RSP માં આંતરિક વિખવાદ તેજ, બાલિન્દ્ર શાહ અને રબી લામિછાને આમને-સામને
  • August 10, 2026

RSP Nepal Politics: નેપાળની સત્તારૂઢ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP )માં સરકાર બન્યાના લગભગ છ મહિના બાદ આંતરિક મતભેદો હવે ખુલ્લેઆમ સામે આવવા લાગ્યા છે. વડા પ્રધાન બાલિન્દ્ર શાહ અને પાર્ટી અધ્યક્ષ રબી…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

  • August 11, 2026
  • 3 views
Digital Addiction: સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું ખતરનાક? એલ્ગોરિધમ્સ પર કડક નિયંત્રણની માંગ

NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

  • August 11, 2026
  • 4 views
NCAP Air Pollution: ₹16,423 કરોડના ખર્ચ છતાં NCAP ના 83% શહેરોમાં હવા હજુ પ્રદૂષિત, સરકારના આંકડાએ વધારી ચિંતા

Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

  • August 11, 2026
  • 5 views
Sonia Gandhi: સોનિયા ગાંધીનો મોદી પર પ્રહાર, મનમોહન સિંહ અંગેની ‘રેનકોટ’ ટિપ્પણી માટે માફીની માંગ

UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

  • August 11, 2026
  • 4 views
UPI Merchant Charge: UPI પર ચાર્જ લાગશે કે નહીં? સંસદમાં પાસ થયેલા નવા કાયદા પછી શું બદલાશે?

Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

  • August 11, 2026
  • 8 views
Start-Up Politics India: ભારતીય રાજકારણમાં ‘સ્ટાર્ટઅપ પોલિટિક્સ’નો ઉદય? પ્રશાંત કિશોર, વિજય અને અન્નામલાઈ નવા રાજકીય મોડલના ચહેરા બન્યા

VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો

  • August 11, 2026
  • 11 views
VB-G RAM-G Employment: નવી VB-G RAM-G યોજના પર સવાલો, પ્રથમ જ મહિને ગ્રામિણ રોજગારમાં લગભગ 50% ઘટાડો