India Pakistan War: ભારત અને પાકિસ્તાન વચ્ચે 2026માં યુદ્ધ થશે! અમેરિકન થિંક ટેન્કનો રિપોર્ટ

  • World
  • December 30, 2025
  • 0 Comments

India Pakistan War:અમેરિકન થિંક ટેન્કે દાવો કર્યો છે કે જમ્મુ અને કાશ્મીરમાં વધતી આતંકવાદી પ્રવૃત્તિઓને કારણે 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ શકે છે.અમેરિકન થિંક ટેન્ક, કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સ (CFR) એ ચેતવણી આપી છે કે ઓપરેશન સિંદૂર બાદ 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એક યુદ્ધ થઈ શકે છે.રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો થતા બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ શકે છે.ભારતીય ગુપ્તચર એજન્સીઓ અનુસાર, આ શિયાળામાં જમ્મુ ક્ષેત્રમાં 30 થી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ સક્રિય છે.

CFR એ કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશેતો તેની અસર અમેરિકા પર પણ પડી શકે છે.અગાઉ તા. 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 7 મે, 2025ના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું.આ અંતર્ગત ભારતીય સેનાએ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં આતંકવાદીઓના ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.

આ પછી, ભારતીય વાયુસેના (IAF) એ આતંકવાદીઓને મદદ કરવા આવેલી પાકિસ્તાની સેના પર પણ ભારે તબાહી મચાવી હતી, IAF એ પાકિસ્તાની વાયુસેનાના ઘણા એરબેઝનો નાશ કર્યો હતો.ઓપરેશન સિંદૂર પછી જમ્મુ અને કાશ્મીરમાં કોઈ મોટા આતંકવાદી હુમલા થયા નથી અને હાલમાં બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ લાગુ છે પણ તેમછતાં ભારત તેના શસ્ત્રોના ભંડારને વધુ મજબૂત બનાવી રહ્યું છે.

સંરક્ષણ મંત્રાલયે ત્રણેય સશસ્ત્ર દળો માટે ₹79,000 કરોડના મૂલ્યના મિસાઇલ, રોકેટ અને ડ્રોન સહિત વિવિધ દારૂગોળો અને લશ્કરી સાધનો ખરીદવાની મંજૂરી આપી છે.આમાં સેના માટે લોઇટરિંગ મ્યુનિશન અને પિનાકા રોકેટ અને વાયુસેના માટે એસ્ટ્રા મિસાઇલ અને સ્પાઇસ-1000 બોમ્બનો સમાવેશ થાય છે.

નૌકાદળ માટે વધારાની હાઇ એલ્ટિટ્યુડ લોંગ રેન્જ (HALE) રિમોટલી પાઇલોટેડ એરક્રાફ્ટ સિસ્ટમ્સ લીઝ પર લેવાની પણ મંજૂરી આપવામાં આવી છે.બીજી તરફ ઓપરેશન સિંદૂરમાં ભારે નુકસાન બાદ પાકિસ્તાને પણ નવા ડ્રોન અને હવાઈ સંરક્ષણ પ્રણાલી ખરીદવા માટે તુર્કી અને ચીન સાથે વાટાઘાટો શરૂ કરી છે.

આ અહેવાલમાં 2026 માં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ સંઘર્ષ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.જોકે, આનાથી યુએસના હિતોને અસર થશે નહીં,આ વર્ષના ઓક્ટોબરમાં, 2,600 કિલોમીટર લાંબી ડ્યુરન્ડ લાઇન પર પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી.

બંને દેશોની સેનાઓએ એકબીજાના પ્રદેશમાં ગોળીબાર કર્યો અને ચોકીઓનો નાશ કરવાનો દાવો કર્યો ત્યારથી અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે રાજદ્વારી સંબંધો બગડ્યા છે.CFR રિપોર્ટ ભૂતપૂર્વ રાજદ્વારીઓ, લશ્કરી અધિકારીઓ, પ્રોફેસરો અને નીતિ નિષ્ણાતો સહિત યુએસ વિદેશ નીતિ નિષ્ણાતોના સર્વેક્ષણ પર આધારિત છે. તેનો હેતુ યુએસ નીતિ નિર્માતાઓને વિશ્વના એવા ક્ષેત્રો વિશે માહિતી આપવાનો છે જ્યાં ભવિષ્યમાં યુદ્ધો ફાટી શકે છે.

આ પણ વાંચો:

Pentagon: ચીનની ભેદી હિલચાલ; અરૂણાચલ પ્રદેશ કબ્જે કરવા કરી રહ્યું છે, તૈયારીઓ! પેન્ટગોને આપી ચેતવણી!

Donald Trump: ટ્રમ્પનો ‘ટેરિફ દાવ’ ઊંધો પડ્યો! 700થી વધુ યુએસ કંપનીઓને લાગ્યા તાળા!

Aravali Case: અરવલ્લી કેસમાં સુપ્રીમ કોર્ટેનો પોતાનાજ આદેશ પર સ્ટે; આગામી સુનાવણી 21મી એ થશે

Gujarat BJP: ગુજરાત ભાજપમાં નવી પ્રદેશ સમિતિમાં “CR પાટીલ વિરોધી જૂથ”નો દબદબો! પૂર્વ પ્રમુખોનો પ્રભાવ ઘટાડવાનો પયોગ સફળ રહેશે?

N R Zala

પત્રકારત્વ ક્ષેત્રે પ્રિન્ટ મીડિયાથી લઈ ઇલેક્ટ્રોનિક મીડિયાના 28 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરતથી પત્રકારત્વની શરૂઆત બાદ રાજ્યમાં વર્ષોથી જુદા જુદા લીડ અખબારો તેમજ અલગ અલગ ન્યૂઝ ચેનલ માટે સમાચાર સંપાદન કર્યું છે, ઉપરાંત વર્તમાન સોશ્યલ મીડિયામાં વેબ પોર્ટલનો પણ અનુભવ ધરાવે છે.

Related Posts

Donald Trump: મને “નોબેલ શાંતિ પુરસ્કાર” કેમ ન આપ્યો? હવે જોઈલો હું શું કરી શકું છું! ટ્રમ્પે નોર્વેના PMને પત્ર લખી કાઢી હૈયા વરાળ!
  • January 21, 2026

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા ઉપર કબ્જો કર્યા બાદ દુનિયાભરમાં ધમકીઓ આપવાનું શરૂ કરતાં હાહાકાર મચી ગયો છે અને આ બધા વચ્ચે તેઓએ નોર્વેના વડાપ્રધાનને એક પત્ર લખીને પોતાની નારાજગી…

Continue reading
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના પગલે હવે પુતિને પણ આ 7 દેશો પર કબ્જો કરવાની કરી તૈયારીઓ ? ચીન તાઇવાન ગળી જશે!
  • January 21, 2026

● ટ્રમ્પની ખોરી દાનતનો અંજામ ભયાનક આવશે! હવે અન્ય દેશોને પણ કોઈ આવું કરતા રોકી નહીં શકે! ચીન અને રશિયા પણ ટ્રમ્પ વાળી કરવાની તૈયારીમાં હોવાની વાત ચિંતા જનક છે.…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Donald Trump: મને “નોબેલ શાંતિ પુરસ્કાર” કેમ ન આપ્યો? હવે જોઈલો હું શું કરી શકું છું! ટ્રમ્પે નોર્વેના PMને પત્ર લખી કાઢી હૈયા વરાળ!

  • January 21, 2026
  • 6 views
Donald Trump: મને “નોબેલ શાંતિ પુરસ્કાર” કેમ ન આપ્યો? હવે જોઈલો હું શું કરી શકું છું! ટ્રમ્પે નોર્વેના PMને પત્ર લખી કાઢી હૈયા વરાળ!

Narendramodi: CM નરેન્દ્ર મોદીએ જોયેલા સપના PM મોદી પૂર્ણ ન કરી શક્યા!! જુઓ, વિશેષ અહેવાલ.

  • January 21, 2026
  • 11 views
Narendramodi: CM નરેન્દ્ર મોદીએ જોયેલા સપના PM મોદી પૂર્ણ ન કરી શક્યા!! જુઓ, વિશેષ અહેવાલ.

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના પગલે હવે પુતિને પણ આ 7 દેશો પર કબ્જો કરવાની કરી તૈયારીઓ ? ચીન તાઇવાન ગળી જશે!

  • January 21, 2026
  • 16 views
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પના પગલે હવે પુતિને પણ આ 7 દેશો પર કબ્જો કરવાની કરી તૈયારીઓ ? ચીન તાઇવાન ગળી જશે!

Asaduddin Owaisi: મહારાષ્ટ્રમાં મુસ્લિમ મતદાન પેટર્નમાં આવ્યો બદલાવ ; AIMIM અને ISLAM નો ઉદય શુ સંકેત આપે છે ?

  • January 20, 2026
  • 6 views
Asaduddin Owaisi: મહારાષ્ટ્રમાં  મુસ્લિમ મતદાન પેટર્નમાં આવ્યો બદલાવ ; AIMIM અને ISLAM નો ઉદય શુ સંકેત આપે છે ?

Soliders: દેશ માટે લડનારા 50 હજાર માજી સૈનિકોની વ્યથા! ન્યાય ક્યારે મળશે?

  • January 20, 2026
  • 29 views
Soliders: દેશ માટે લડનારા 50 હજાર માજી સૈનિકોની વ્યથા! ન્યાય ક્યારે મળશે?

Donald Trump: શું ગ્રીનલેન્ડ હવે અમેરિકાનું ? ટ્રમ્પે ધ્વજ લગાવી ફોટો શેર કર્યો! ટ્રમ્પની ખુલ્લી દાદાગીરીથી દુનિયા દંગ

  • January 20, 2026
  • 16 views
Donald Trump: શું ગ્રીનલેન્ડ હવે અમેરિકાનું ? ટ્રમ્પે ધ્વજ લગાવી ફોટો શેર કર્યો! ટ્રમ્પની ખુલ્લી દાદાગીરીથી દુનિયા દંગ