
Pakistan: પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) માં વિરોધ પ્રદર્શનોની આગ હવે ઇસ્લામાબાદ સુધી પહોંચી જતા દુનિયાભરમાં આ મુદ્દો હવે ખૂલ્લો પડી જતા પાકિસ્તાન સરકાર હવે તેને દબાવવા માટે પત્રકારોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે અને જનતાનો અવાજ બુલંદ કરનારા અને ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિનું કવરેજ કરી રહેલા પત્રકારોને પોલીસે નિશાન બનાવી મારવાનું ચાલુ કર્યું છે.પોલીસે કવરેજ અટકાવવા નેશનલ પ્રેસ ક્લબ પર દરોડો પાડ્યો અને પત્રકારોની અટકાયત કરી હોવાના અહેવાલ છે.
પાકિસ્તાનમાં પત્રકારો અને સામાજિક કાર્યકરો પર કડક કાર્યવાહી
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં લશ્કરી ક્રૂરતા સામે લોકોમાં ગુસ્સો સતત વધી રહ્યો છે અને તેનું કવરેજ કરતા પત્રકારોને ભગાડવા સહિત અટકાયત કરવામાં આવી રહી છે.તાજેતરમાં થયેલા ગોળીબારમાં અનેક પ્રદર્શનકારીઓના મોત થયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ, પાકિસ્તાન સરકારે હવે આ મામલાને દબાવવા માટે પત્રકારો અને સામાજિક કાર્યકરો પર કડક કાર્યવાહી હાથ ધરી છે.
પ્રેસ ક્લબમાં ઘૂસીને કર્યો લાઠીચાર્જ
ઇસ્લામાબાદ પ્રેસ ક્લબમાં પાકિસ્તાની પોલીસે પત્રકારોને ઘટનાનું કવરેજ કરતા અટકાવ્યા એટલું જ નહીં, પરંતુ પ્રેસ ક્લબમાં ઘૂસીને તેમના પર લાઠીચાર્જ પણ કર્યો. આ ઘટનામાં પીઓકેના અનેક નાગરિક કાર્યકરો પણ ઘાયલ થયા હતા.
આ પણ વાંચો:
Surat: માતાજીના પંડાલમાં હુક્કાબાર સોંગ્સ પર યુવતીઓએ લગાવ્યા ઠુમકા, વીડિયો વાયરલ થતા વિવાદ
Bhavnagar: સર્વિસમાં મુકેલી કાર લેવા ગયેલા પોલીસકર્મીના પુત્રને રહેંસી નાંખ્યો, હત્યારા ફરાર
UP: સ્કૂલમાં ભણતી પુત્રીને બોયફ્રેન્ડ સાથે રેસ્ટોરન્ટમાં પિતા જોઈ ગયા, બંનેને ગોળી મારી દેતા….









