
પાલનપુર: 19 લાખની જૂની ચલણી નોટો સાથે 7 લોકો ઝડપાયા
નોટબંધી વખતે ચલણમાંથી બહાર થઈ ગયેલી જૂની નોટો એક વખત ફરીથી પ્રગટ થઈ છે. બનાસકાંઠાના પાલનપુરમાં પોલીસે 19 લાખ રૂપિયાથી વધારે કિંમતની જૂની ચલણી નોટો ઝડપી પાડી છે. આ નોટોને લઈને કાળો કારોબાર ચલાવવામાં આવતો હોવાની માહિતી સામે આવી રહી છે.
પાલનપુર એસઓજી પોલીસે એરોમાં સર્કલ નજીકથી સાત શખ્સોને ચલણી નોટો સાથે ઝડપી પાડ્યા છે. આ શખ્સોની પાસેથી ₹500 અને ₹1000ના દરની કુલ ₹19,77,500ની કિંમતની જૂની ચલણી નોટો જપ્ત કરવામાં આવી છે.
મળી રહેલી માહિતી અનુસાર, પાલનપુર પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો જૂની ચલણી નોટોની હેરાફેરી કરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જ્યારે આ શખ્સો એરોમાં સર્કલ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને પકડી પાડ્યા હતા.
જૂની નકલી ચલણી નોટોને લઈને કેવો કારોબાર કરવામાં આવી રહ્યો હતો, તે અંગે વધુ માહિતી મેળવવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે સાતેય આરોપીઓની અટકાયત કરી છે અને જૂની ચલણી નોટોના કારોબાર અંગે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ આ નોટો ક્યાંથી લાવવામાં આવી હતી અને કોને પહોંચાડવાની હતી તે દિશામાં તપાસ કરી રહી છે.
આ પણ વાંચો-વિદેશોમાં મોદી-મોદીના નારા ફ્રિ નહીં પૈસાથી લાગે છે; ગણાવવામાં આવે છે ‘Community Reception’ ખર્ચ







