
પાલનપુરના સેમોદ્રાની ડેરીમાં મોટી ગેરરીતિ થઈ છે. ડેરીમાં પાણીવાળું દૂધ ભરાવી મંડળીના મંત્રીએ 20 લાખનો ચૂનો લગાવ્યો છે. મંત્રીએ જ પરિવાર અને ગ્રાહકોના દૂધમાં પાણી ભેળવતો હતો. આ સમગ્ર કૌંભાડ બનાસ ડેરીની ટીમ દ્વારા તપાસ કરતા બહાર આવ્યું છે.
મોટો દંડ ફટકારાયો
પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા જીલ્લાના પાલનપુરના સેમોદ્રા ગામની ડેરીમાં ઉચો ફેટ આપવા માટે મંત્રીને હપ્તો પણ આપવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે. મંત્રીઓ દ્વારા દૂધ ઉઘરાવ્યા બાદ પાણીની મિલાવટ કરવામાં આવતી હતી. જો કે બનાસ ડેરીની ટીમ દ્વારા તપાસ કરતા સમગ્ર કોભાંડ બહાર આવ્યું છે. ડેરીને 20 લાખનું નુકસાન થયું છે. જેથી બનાસ ડેરી દ્વારા દૂધ મંડળીને રૂપિયા 30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ભેળસેળિયાઓ સામે ફરિયાદ
સમગ્ર મામલે દૂધ મંડળીના ચેરમેન દ્વારા 4 ગ્રાહક ડેરીના મંત્રી અને બે કર્મચારીઓ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે.