Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!

મહેશ ઓડ

Panchmahal, Gamani village no electricity connection: ગુજરાત સરકાર વિકાસના બણગાં ફૂંકી રહી છે પણ વાસ્તવિકતા કંઈ અલગ છે. પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા ગમાણી ગામે વર્ષોથી 6 પરિવારો વીજ કનેશન વગર દિવસ-રાત કાઢે છે. અહીં રહેતાં લોકોને અજવાળું જોઈએ છે,  લોકો કહે છે કે અમે જીંદગીથી રહીએ છીએ પણ તંત્ર અમારી કોઈ જ રજૂઆત સાંભળતું નથી. વારંવાર સરપંચને રજૂઆત કરવા છતાં વીજ કનેક્શન આપવામાં આવતું નથી. જેથી ગામલોકોને રાત્રે ઝેરી જીવ કરડી જવાનો ડર રહે છે. તેઓ રાત જીવના જોખમે કાઢે છે.

ગમાણી ગામના વાકળિયા ફળિયા રહેતાં છ પરિવારોને ગુજરાત સરકારની વીજ યોજનાઓનો લાભ હજુ સુદી પહોંચ્યો નથી.   સરકાર દ્વારા જ્યોતિગ્રામ યોજના, ઉજ્વલા ભારત ઉજ્વલા ગુજરાત યોજનાઓ છે. તો આ ગામના લોકોને લાભ કેમ આપવામાં આવતો નથી?, તેવા સવાલો થઈ રહ્યા છે.

તંત્ર લાઈટ માટે બહુ રખડાવે છે

ગમાણી ગામના ભયલાલભાઈ વેલિયાભાઈ રાઠવાએ પોતાની વેદના ઠાલવતાં કહ્યું કે અમારે વર્ષોથી લાઈટ નથી. અમારા કુટુંબના છ ઘરોમાં તંત્ર વીજ કનેક્શન આપતું નથી. અમોએ વારંવાર રજૂઆત કરી છે પણ અમારું કોઈ સાંભળતું નથી. અમોને તંત્ર લાઈટ માટે બહુ રખડાવે છે. વીજ કંપની પણ સાંભળતી ન હોવાનું જણાવી રહ્યા છે.

સરકારે કેરોસીન બંધ કરતાં અજવાળું કઈ રીતે કરવું?

ભયલાલભાઈ કહ્યું કે અમારા લોકોને કેરોસીન પણ મળતું નથી. સરકારે કેરોસીન આપવાનું બંધ કરી દીધું છે. જેથી હવે તો ખડિયો(દીવો) પણ સણગાવી શકતા નથી. જેથી અમારા 6 પરિવાર અંધારામાં જીવવા મજબૂર બન્યા છે. અહીં વાવાઝોડા સમયે પણ ઘણુ નુકસાન થાય છે તેમ છતાં તંત્ર આંખ આાડા કાન કરી રહ્યું છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો છે કે નુકસાન જોવા સરપંચ પણ આવ્યા નથી કે નુકસાનની ફોટા પણ પાડ્યા નથી. ત્યારે ભયલાલભાઈ રાઠવાની એક જ માગ છે અમનો તંત્ર વીજળી આપે.

સરકારની યોજનાઓને ઘોળી પી જતું સ્થાનિક તંત્ર

ગમાણી ગામના છ પરિવારોને વીજ કનેક્શન ન મળવું એ ગુજરાતની ભૂપેન્દ્ર સરકારનું છેવાડાના વિસ્તારમાં ધ્યાન ન આપવાનું પરિણામ છે. સાથે સાથે સ્થાનિક વહીવટી ખામી અને સ્થાનિક સ્તરે અમલીકરણની નિષ્ફળતા દર્શાવે જ છે. તેમણે તાત્કાલિક તપાસ કરીને કનેક્શન આપવું જોઈએ. સરકારનો દાવો છે કે તમામ ઘરોમાં વીજળી પહોંચી છે, પરંતુ આવા કિસ્સાઓ યોજનાઓના અમલમાં ખામીઓ દર્શાવે છે. જેથી સ્થાનિક તંત્રએ આ 6 પરિવારને તાત્કાલિક કનેક્શન આપવું જોઈએ.

આ પણ વાંચોઃ

રાજકોટમાં દારુના ધંધા સાથે સંકળાયેલા લોકોના 55 દબાણો તોડ્યા! | Rajkot Demolition

PM મોદીના વખાણ કરવામાં દેશની સેનાનનું અપમાન!, BJP નેતા સેના અંગે આ શું બોલ્યા?

અમેરિકામાં 4 કરોડની કેરીનો નાશ, જાણો ભારતે મોકલી કેરીમાંથી શું નીકળ્યું? | India exports

Joe Biden: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાયડનને પ્રોસ્ટેટ કેન્સર, સારવાર કેટલી શક્ય?

Rajkot માં 13 વર્ષિય સગીરાએ બાળકીને આપ્યો જન્મ, ગર્ભપાતની કોર્ટે આપી હતી મંજૂરી!

ઇઝરાયલે ગાઝામાં કરી મોટી તબાહી, 24 કલાકમાં 250 થી વધુ નિર્દોષ લોકોના મોત | Israel Gaza War

Related Posts

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી
  • March 18, 2026

BJP: રાજ્ય સરકાર પાસે છેલ્લા ઘણાજ સમયથી પડતર માંગણીઓ મુદ્દે લડત આપી રહેલી આંગણવાડી બહેનો, આશા વર્કરો અને હેલ્પર બહેનોએ સરકાર સામે લડી લેવા હવે કામકાજથી અળગા રહી આંદોલન શરૂ…

Continue reading
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!
  • March 18, 2026

PM Modi: PM નરેન્દ્ર મોદી અગાઉ જે રીતે ગુજરાતમાં ચૂંટણી જીતવા જે રીતે ભાષણો કરી રહયા હતા તેવાજ ભાષણો હાલમાં બંગાળમાં કરી રહયા છે અને ત્યાંની વર્ષોથી જામી પડેલી સરકારની…

Continue reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

  • March 18, 2026
  • 2 views
Ali Larijani: અલી લારીજાના જિનાઝા(جنازہ)માં સેંકડો લોકો જોડાયા! ઈરાનીઓમાં અમેરિકા વિરુદ્ધ માહોલ

BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

  • March 18, 2026
  • 4 views
BJP: રાજ્યની આંગણવાડી બહેનોએ કામથી અળગા રહી શરૂ કર્યું આંદોલન; બહેનોની પડતર માંગણીઓ સરકાર સાંભળતી નથી

NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

  • March 18, 2026
  • 4 views
NIA: ભારત વિરોધી જૂથોને તાલીમ આપવા પકડાયેલો અમેરિકન મેથ્યુ વેનડાઇક કોણ છે?નિર્મલા સીતારમનનું કાર્યાલય તેને કેમ ફોલો કરે છે?

PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

  • March 18, 2026
  • 6 views
PM Modi: બંગાળમાં ચૂંટણી જીતવા ગર્જના કરી રહેલા મોદી ‘સત્તા’ મળતા જ ગુજરાતને ભૂલી ગયા છે!

Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

  • March 18, 2026
  • 5 views
Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન

Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”

  • March 18, 2026
  • 5 views
Iran War Update: અલી લારીજાની બાદ હવે કોનો વારો ? ઇઝરાયલે કહ્યું, “અમે મોજતબાને પણ  મારી નાખીશું!” નેતન્યાહુનો નવો વિડીયો જાહેર, ઈરાનીઓને કહ્યું “નવરોઝ મુબારક”